Home Crime અંજારના યુવાનને દારૂના સપ્લાયરનુ નામ આપવાના બદલામાં મળ્યુ મોત : અંજાર પોલિસ...

અંજારના યુવાનને દારૂના સપ્લાયરનુ નામ આપવાના બદલામાં મળ્યુ મોત : અંજાર પોલિસ હરકતમાં 

9261
SHARE
પુર્વ કચ્છમા આમતો કાયદો વ્યવસ્થાની સ્થિતી સામે સવાલો ઉભા કરતા અનેક કિસ્સાઓ તાજેતરમાં બન્યા છે પરંતુ અંજારમાં પ્રકાશમાં આવેલ એક કિસ્સાએ પોલિસની શાખ સામે સવાલો ઉભા કર્યા છે. કેમકે અંજારના એક યુવાનને દારૂના સપ્લાયરનુ નામ આપવાના બદલામા મોત મળ્યાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. અંજારના દબડા વિસ્તારના શિવાજી નગર વિસ્તારમાં રહેતા એક યુવાનને દારૂના સપ્લાયરનુ નામ આપવુ ભારે પડ્યુ છે. યુવાનને 12-13 જાન્યુઆરીના બે શખ્સોએ ઢોર માર માર્યો હતો. જેથી તેને પ્રાથમીક સારવાર માટે અંજાર અને ત્યાર બાદ ભુજ સારવાર માટે ખસેડાયો હતો. જો કે આજે 33 વર્ષીય યુવાન કિશોર પરમારના મોત સાથે જ આ કિસ્સાએ નવો વંણાક લીધો છે. પરિવારજનોએ દારૂના ધંધાર્થીએ તેને માર માર્યો હોવાના આક્ષેપ સાથે ન્યાયીક તપાસની માંગ કરી છે તો ઘટનાના આટલા દિવસો બાદ હવે પોલિસ યુવાનના મૃત્યુ પછી એક્શનમાં આવી છે.

કેમ યુવાનને ઢોર માર મરાયો ?

પોલિસે આપેલી સત્તાવાર માહિતી મુજબ થોડા દિવસો અગાઉ અંજારનો યુવાન કિશોર પરમાર દારૂના જથ્થો સાથે ઝડપાયો હતો અને તેની પુછપરછમાં તેણે અંજારનાજ અન્ય એક શખ્સ પાસેથી દારૂનો જથ્થો મેળવ્યો હોવાનુ પોલિસ નિવેદનમાં જણાવ્યુ હતુ બસ આજ વાતનુ મનદુખ રાખી તેના પર 12-13 જાન્યુઆરીએ અંજાર પાણીના ટાંકા પાસે બે યુવાનો સુધીર ગઢવી અને મહાવીરસિંહ ઝાલાએ ઢોર માર માર્યો હતો અને કિશોરને ગંભીર સ્થિતીમા સારવાર માટે અંજાર અને ત્યાર બાદ ભુજ ખસેડાયા બાદ આજે તે મૃત્યુ પામ્યો છે. જેની તપાસ ચાલુ છે. અને ટુંક સમયમાં પોલિસ આરોપીઓ સુધી પહોચશે જો કે માર મારવાનુ ચોક્કસ કારણ દારૂની લે-વેચની બાતમી હોવાનુ પોલિસ પણ માની રહી છે.
કચ્છ માટે આમતો આ પ્રકારના કિસ્સા કોઇ નવી વાત નથી પોલિસને બાતમી આપનાર સામે પણ અગાઉ અનેક હુમલાના કિસ્સાઓ બની ચુક્યા છે પરંતુ ઘટના મોતમાં પરણમી હોય તે પોલિસ સામે પણ અનેક સવાલો ઉભા કરે છે. શુ ખરેખર પોલિસનો હવે ડર જ રહ્યો નથી.? શું કાયદાથી ઉપર જઇ ખુલ્લેઆમ ગુન્હેગારો કાયદો હાથમાં લશે? ઘટનાના આટલા દિવસ બાદ શા માટે યુવાનના મોત બાદ પોલિસ સક્રિય થઇ? જો કે હાલ આ ઘટના યુવાનના મોત સાથે ટોક ઓફ ધી ટાઉન બની છે અને મૃતકના પરિવારે ન્યાયીક તપાસ સાથે આરોપીઓ સામે કડક પગલાની માંગ કરી છે.