સીમાજન કલ્યાણ સમિતિ ગુજરાત દ્વારા ભુજ તાલુકાની તિરંગા યાત્રા બાઇકરેલીનું માધાપરથી ભુજ સુધી આયોજન કરાયું હતું માધાપર એમ.એસ.વી હાઈસ્કૂલ ખાતે બાઇકયાત્રાના પ્રારંભે સમિતિના ગુજરાતના શ્રદ્ધા જાગરણ પ્રમુખ દિનેશભાઇ ગજ્જરે જણાવ્યું કે,રાષ્ટ્રવાદી સમાજના નિર્માણ માટે આ યાત્રાનું આયોજન કરાયું છે સમાજની ચેતનાનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, જેમ શરીરમાં ઊંઘમાં પણ મચ્છર કરડે તો,ઊંઘ ઉડી જાય છે રાષ્ટ્રવાદ પણ તેવો જ હોવો જોઈએ એમ.એસ.વી હાઈસ્કૂલના આચાર્ય પંકજભાઈ દહીસરીયાએ કહ્યું કે,યુવાનોમાં જો રાષ્ટ્રપ્રેમ જાગે તો અમુક યુનિવર્સીટી જે ભારતના ટુકડાના નારા લાગે છે,એ આજે ન લગતા હોત માધાપરથી શરુ થયેલી બાઇકયાત્રામાં તિરંગા અને જયઘોષના નારા સાથે 200થી વધુ યુવાનો જોડાયા હતા,જે ભુજના વિવિધ ભાગોમાં ફરીને પેંશનર ઓટલે,હમીરસર ખાતે પહોંચ્યા હતા.
ભુજના હમીરસર કાંઠે સમાપનમાં સમિતિના પ્રાંત ઉપાધ્યક્ષ હિંમતસિંહ વસણએ સુભાષ ચંદ્ર બોઝની 122 મી જન્મજયંતીએ તેમના દેશપ્રેમનું વર્ણન કરી યુવાનોને રાષ્ટ્રભક્તિનો પથ બતાવ્યો હતો.કાર્યક્રમનું આયોજન સીમાજન કલ્યાણ સમિતિ ભુજ દ્વારા કરાયું હતું. ભુજ તાલુકા અધ્યક્ષ ડો.રમેશ પટેલ,મંત્રી અરવિંદ ચાવડા, કપિલ કેશવાણી,મહેક ગોર,રવજી ચાવડા,એમ.ટી આહીર,રાજેશ ઠક્કર સહિતના કાર્યકર્તાઓએ વ્યવસ્થા સંભાળી હતી.