Home Current કચ્છ પંચાયત ત્રીજા વર્ગ કર્મચારી મંડળની પ્રમુખની ચૂંટણીની રસાકસી વચ્ચે એકાએક બિનહરીફ...

કચ્છ પંચાયત ત્રીજા વર્ગ કર્મચારી મંડળની પ્રમુખની ચૂંટણીની રસાકસી વચ્ચે એકાએક બિનહરીફ વરણી – જાણો શું થયું?

1881
SHARE
કચ્છના જિલ્લા અને તાલુકા પંચાયત કર્મચારીઓની ચૂંટણી ની રસાકસી વચ્ચે એકાએક યુ ટર્ન આવ્યો છે. હજી ગઈકાલ સુધી કચ્છ ના પંચાયત કર્મચારીઓ સહિત અન્ય સરકારી કર્મચારીઓ માં ત્રીજા વર્ગ કર્મચારીઓની ચૂંટણી ની ચર્ચા હતી ત્યાં જ આજે એક નામ પર સંમતિ સર્જાઈ હતી.
કચ્છ માં જિલ્લા અને દસ તાલુકા પંચાયતના ત્રીજા વર્ગના કર્મચારી ઓ ની આ વખતની ચૂંટણી માં પ્રમુખ તરીકે ની ચૂંટણી આ વખતે એક સાથે ચાર ચાર પ્રમુખ પદ ના દાવેદારોના કારણે ચર્ચામાં હતી. વળી, ચારેય દાવેદારો ની ૧૧/૧૧ સભ્યો ની પેનલ પણ મેદાન માં હતી. ૩ જી ફેબ્રુઆરીના યોજાનાર આ ચૂંટણી માં પ્રમુખપદ માટે રાજુભા જાડેજા, ભાવનાબેન પઢીયાર, જયવીરસિંહ જાડેજા અને વિજય ગોર મેદાન માં હતા. પણ, આજે ફોર્મ ચકાસણી અને પરત ખેંચવાના અંતિમ દિવસે એકાએક યુ ટર્ન આવ્યો હતો. ચૂંટણી બિનહરીફ થાય તે માટે લગભગ ચાર થી ૫ કલાક સુધી સમજાવટ ચાલી હતી. પૂર્વ કર્મચારી આગેવાન ગિરીશ જોષી અને કચ્છ પંચાયત કર્મચારી વર્ગના અલગ અલગ મંડળો ના પ્રમુખ સહિત અન્ય કર્મચારી આગેવાનો ની ઉપસ્થિતિ માં ત્રીજા વર્ગ કર્મચારી મંડળ ના પ્રમુખ પદ ના ચારેય ઉમેદવારો વચ્ચે સમજાવટનો દોર ચાલ્યો હતો. અનેક ચડાવ ઉતાર વચ્ચે અંતે રાજુભા જાડેજા ના નામે સર્વ સંમતિ સધાઈ હતી. રાજુભા જાડેજા હાલમાં જ તલાટી કેડર માં થી પ્રમોશન મેળવી ને વિસ્તરણ અધિકારી તરીકે ત્રીજા વર્ગ માં બઢતી પામ્યા છે. જિલ્લા તલાટી મંડળ ના પ્રમુખ અને રાજ્ય તલાટી મહામંડળ ના ઉપપ્રમુખ રહી ચૂકેલા રાજુભા જાડેજા કર્મચારીઓના પ્રશ્નો સંદર્ભે હમણાં જ સફળ લડત ચલાવી ચુક્યા છે. રાજ્ય તલાટી મંડળ ના કર્મચારી સંગઠન ના તેમના કન્વીનર તરીકે ના નેતૃત્વ હેઠળ ચાલવાયેલી લડત બાદ પ્રથમ જ વાર તલાટી કેડર ને વિસ્તરણ અધિકારી તરીકે નું પ્રમોશન મેળવવા માં સફળતા મળી હતી. ત્રીજા વર્ગ કર્મચારી મંડળ ના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા બાદ ન્યૂઝ4કચ્છ સાથેની વાતચીત માં પૂર્વ કર્મચારી આગેવાનો,સૌ ઉમેદવારો અને સાથી કર્મચારીઓ અને અન્ય કર્મચારી મંડળો ના આગેવાનોનો આભાર માનતા જણાવ્યું હતું કે અહીં પણ તેમની પ્રથમ લડત ત્રીજા વર્ગ ના કર્મચારીઓના પ્રમોશન માટેની રહેશે. તે સિવાય કર્મચારીઓ ને નડતા અન્ય નાના મોટા પ્રશ્નો અને જે કંઇ મુશ્કેલીઓ હશે તેનો કર્મચારીઓ, અધિકારીઓ એન્ડ પદાધિકારીઓ ની સાથે મળીને નિરાકરણ લાવીશું. કચ્છ ના ૩૩૭ જેટલા ત્રીજા વર્ગના કર્મચારી મંડળ માં પ્રમુખ સહિત ૧૧ સભ્યો ની કારોબારી હોય છે. પ્રમુખ હોદ્દાની રુએ અન્ય કર્મચારીઓ ને કોઓપ્ટ હોદ્દેદાર તરીકે લઈ શકે છે. આમ સર્વ સંમતિ સધાતા ત્રીજા વર્ગ કર્મચારી મંડળ ની ચૂંટણી હવે નહિ યોજાય.