Home Current જીતુભાઇ તમે મોડુ કરી નાંખ્યુ વહેલા પગલા લીધા હોત તો કદાચ જેન્તીભાઇ...

જીતુભાઇ તમે મોડુ કરી નાંખ્યુ વહેલા પગલા લીધા હોત તો કદાચ જેન્તીભાઇ જીવતા હોત

5082
SHARE
આમતો ગુજરાત ભાજપને કે તેના નેતાઓ અને ખાસ વ્યક્તિઓને કોઇ સલાહ આપવાનો કે કોઇ સુચન કરવાનો અર્થ નથી. કેમકે ધોડા છુટ્યા પછી તબેલાને તાળા મારવાના પ્રયત્ન ભાજપે તેની શાખ બચાવવા માટે અનેક વાર કર્યા છે પરંતુ જો ભાજપના નેતાઓમાં પાણી પહેલા પાળ બાંધવાની કુનેહ હોત તો કદાચ આજે તેના એક સબળ નેતા જેન્તી ભાનુશાળી જીવતા હોત તેનો પરિવાર આંનદમાં હોત અને પોલીટીકલી ગુજરાત વિધાનસભાની 1 નંબરની બેઠક કોગ્રેસ પાસેથી આંચકવાના સપના ફરી જોઇ શકત પરંતુ અફસોસ કે ખુદની સરકાર,સરકારની જ એજન્સી અને સરકારનીજ પોલિસે જેન્તીભાઇની હત્યા કરનાર આરોપીના નામ જાહેર કર્યા બાદ તેના એક દિવસ બાદ હત્યાનુ કાવત્રુ કરી વિદેશ ભાગી ગયેલા છબીલભાઇને સસ્પેન્ડ કરી ગુજરાત ભાજપના પક્ષ પ્રમુખ જીતુ વાઘાણીએ ઔપચારીકતા પુર્ણ કરી જો કે આવુ અનેકવાર થયુ છે અને એના માઠા પરિણામો પાર્ટીને ભોગવવા પડ્યા છે. પરંતુ પરિણામ હત્યા સુધી પહોચ્યુ હોય તેવુ પહેલી વાર થયુ છે જો લાંબા સમયથી ચાલતા વિવાદમાં પાર્ટીએ બન્ને કદાવર નેતાને વહેલા શાનથી સમજાવ્યા હોત અને કોઇ પક્ષીય પગલા લીધા હોત તો આજે જેન્તીભાઇ કદાચ જીવતા હોત.

RTO ચોર રસ્તો,પીપરાડા સામુહીક હત્યા અને નલિયાકાંડ બધામા આવુંજ થયું?

સરકાર અને ભારતીય જનતા પાર્ટી લાંબા સમયથી ગુજરાતમા શાસન કરે છે અને તેથીજ કાયદો પક્ષની જરૂરીયાત અને કાર્યકરના કદ મુજબ નક્કી થતો હોય તેવું ચિત્ર ઉપસતું રહ્યું છે સરકારનેજ કરોડો રૂપીયાનો ચુનો ચોપડનાર આરી.ટી.ઓ ચોર રસ્તા મામલે ભાજપના નેતાની સંડોવણી ખુલી ACB એ કાર્યવાહી કરી પરંતુ ભાજપે જેની સંડોવણી ખુલી તેવા નેતાનેજ પદ આપ્યું એવુજ કઇક થયુ પીપરાડા હત્યાકાંડ મામલે ભાજપના આગેવાનની આ કિસ્સામાં જીલ્લા સંડોવણી ખુલી પરંતુ ગુજરાતની પોલિસ અત્યાર સુધી તેને પકડી શકી નથી અને પાર્ટીએ પણ કોઈ કાર્યવાહી કરી નથી આવુજ કઇક નલિયાકાંડમા થયુ આખુ ગુજરાત જાણતુ હતુ કે નલિયાકાંડમાં ભાજપના નેતાઓની સંડોવણી છે પરંતુ ફરીયાદના 10 દિવસ બાદ ભાજપના કાર્યક્રર આગેવાનને સસ્પેન્ડ કરાયા.

જો વહેલા પગલા લીધા હોત તો કદાચ જેન્તીભાઇ જીવતા હોત

દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હમેંશા ગુજરાતની નંબર-01 વિધાનસભા ભાજપ પાસે હોય તેવી અપેક્ષા રહેતી જે જેન્તીભાઇએ પુર્ણ કરી તો તે હિરો બની ગયા જો કે ત્યારબાદ રાજકીય સમીકરણ બદલ્યા અને ફરી તે કોગ્રેસના ફાળે આવી બસ ત્યારથીજ છબીલભાઇ અને જેન્તીભાઇ વચ્ચે દુશ્મનીના બીજ રોપાયા લાંબો સમય વિવાદ પછી છબીલભાઇ ભાજપમા આવી ગયા પરંતુ રાજકીય દુશ્મનાવટ એજ રહી આ પ્રક્રિયા લગભગ બે વર્ષ ચાલી તેમાં અનેક વિવાદો થયા વિડીયો વાયરલ થયા દુષ્કર્મ મામલે અને સેક્સકાંડ મામલે ભાજપ ચર્ચામા રહ્યુ પરંતુ ત્યારે પાર્ટીએ બન્ને નેતાઓ સામે કોઇ પગલા લીધા નહી જેન્તીભાઇએ રાજકીય સ્વૈચ્છીક રાજીનામુ આપ્યુ જ્યારે છબીલભાઇની જેન્તીભાઇના હત્યાના 18 દિવસ બાદ ભુમીકા ખુલી તો ભાજપે તેને પક્ષમાંથી હાકી કાંઢ્યા પરંતુ સવાલ અહી એ છે કે જો પાર્ટીએ બન્ને નેતાને સમજાવ્યા હોત અને વહેલા પગલા લીધા હોત તો આજે જેન્તીભાઇની હત્યા માટે છબીલભાઇ તૈયાર ન થાત અને જેન્તીભાઇ કદાચ જીવતા હોત

પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાથી ધંધાકીય ભાગીદારી તુટી જશે?

વ્યવસાયે ખેડુત એવા છબીલભાઇ આમતો શંકરસિંહ વાઘેલા જુથના મનાય છે પરંતુ રાજકીય કુનેહ અને રાજકીય નિષ્ણાંતોની સલાહ પછી તેઓ ભાજપમા આવ્યા અને મોદીની નજીકના હોવાનુ મનાય છે પરંતુ હવે જ્યારે હત્યા કેસમા તેમની સંડોવણી ખુલી છે ત્યારે પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરી તેનાથી અંતર બનાવ્યુ છે પરંતુ તે પહેલા સેક્સકાંડ અને બળાત્કારના કિસ્સાઓમાં તેમની ભુમીકા સમયે કેમ પગલા ન લેવાયા તે એક પ્રશ્ર્ન છે તો બીજી તરફ સૌ કોઇ જાણે છે કે તેમના માંડવી સ્થિત બીચ સહિત તેમના ખારેકમાંથી વાઇન બનાવવા અને એ સિવાયના અન્ય વ્યવસાયમાં અનેક ભાજપના મોટા નેતા ધંધાકીય ભાગીદાર છે ત્યારે શુ પાર્ટીમાથી સસ્પેન્ડ કરવા સાથે ધંધાકીય ભાગીદારીથી તેમને ભાજપના નેતાઓ છુટા કરશે?
કોઇ ઘટના બાદ શોક વ્યક્ત કરવો મોટો વિવાદ થાય તો કાર્યવાહી કરવી અને ગળા સુધી આવી જાય તો તેનાથી અંતર બનાવવુ આ રાજકીય પાર્ટીઓની જુની અને પારંપરીક રણનીતી રહી છે પરંતુ સમાજ,પરિવાર અને તેના વિસ્તારે જેન્તીભાઇના મૃત્યુથી શુ ગુમાવ્યુ છે તે સંવેદનશીલ અને શિસ્તબદ્ધ પાર્ટી કદાચ નહિ સમજી શકે પરંતુ જ્યારે જીતુ વાઘાણીએ પક્ષપ્રમુખ તરીકે છબીલભાઇને સસ્પેન્ડ કર્યા છે ત્યારે એ પ્રશ્ર્ન ચોક્કસ થાય કે જો ભારતીય જનતા પાર્ટીએ બન્ને રાજકીય નેતાઓની લડાઇ પર રોક કે લગામ લગાવી વહેલી કાર્યવાહી કરી હોત તો કદાચ જેન્તીભાઇ પુરષોત્તમ ભાનુશાળી આજે જીવતા હોત.