કચ્છમાં માર્ગ અકસ્માતની સંખ્યા વધી છે તેવામાં ગત મોડી રાત્રે લખપતના દોલતપર નજીક સર્જાયેલા એક અકસ્માતમાં પોલિસ કર્મચારીનુ મોત નીપજ્યુ છે દયાપરમાં ફરજ બજાવતા પોલિસ કર્મચારી ગત રાત્રે ફરજ પુર્ણ કર્યા બાદ તેમની બાઇક પર દોલતપર જઇ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહને તેની બાઇકને ટક્રકર મારી હતી જે ગજુભા ભગવાનજી જાડેજા ઉ.48 માટે જીવલેણ સાબિત થઇ હતી. અને તેમનુ માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયુ હતુ દયાપર પોલિસે આ મામલે તેમના ભાઇ બટુકસિંહ ભગવાનજી જાડેજાની ફરીયાદના આધારે અજાણ્યા વાહનચાલક સામે ફરીયાદ નોંધી છે જે આધારે દયાપર પોલિસે તપાસ શરૂ કરી છે પોલિસે કરેલી પ્રાથમીક તપાસમા ગજુભા જાડેજા રાત્રે ફરજ પુર્ણ કરી પરત ફરી રહ્યા હતા ત્યારેજ દયાપરથી આગળ જતા વનવિભાગની નર્સરી પાસે કોઇ અજાણ્યા વાહને તેની બાઇકને ટક્કર મારી હતી જેમાં ગભીર પ્રકારની ઇજા પહોચતા તેનુ મોત થયુ હતુ બનાવની જાણ થતા લખપત વિસ્તાર અને પોલિસ બેડામા આ ઘટનાથી ગમગીની છવાઇ છે તો અજાણ્યા વાહન ચાલકને શોધવા પોલિસે ચક્રો ગતિમાન કર્યા છે.