ભુજ નગરપાલિકામા જેમ રાજકીય હોદ્દેદારો વચ્ચે જુથવાદ ચાલે છે તેમ કર્મચારીઓ વચ્ચે પણ જુથવાદ છે તેના કિસ્સા તો અનેક સામે આવ્યા છે પરંતુ લાગવગશાહી અને કેટલુ અંધેર રાજ ભુજ નગરપાલિકામાં ચાલે છે તે ભુજ નગરપાલિકાના ચીફ ઓફીસરે જતા-જતા કરેલા એક ઓર્ડરથી સાબિત થાય છે કેમકે જે કર્મચારીઓની નબળી કામગીરીને લઇને થોડા દિવસો પહેલાજ ચીફ ઓફીસરે સસ્પેન્ડ કર્યા હતા તેમને જતા-જતા પાલિકામાં ફરી નોકરીમાં લઇ લેવામા આવ્યા છે તેમાં ચોક્કસપણે અનેક ભલામણો કામ કરી ગઇ તો રાજકીય જુથો વચ્ચે ચાલતો વિવાદ પણ સસ્પેનશન માટે જવાબદાર હોય અને તેના પ્રાયશ્ચિત રૂપે સંદિપસિંહ ઝાલાએ ફરી એ કર્મચારીઓને પાલિકામા સમાવી લીધા હોય!! બદલી કરવાના કારણો જે હોય તે પરંતુ એજ એન્જીનિયરો ને ટુંક સમયમા પાછા નોકરીમાં લેવાતા અનેક સવાલો ઉભા થયા છે કેમકે જે એન્જીનીયર ની કામગીરી થોડા સમય પહેલા નબળી હોવાનુ કારણ દર્શાવી સસ્પેન્ડ સુધીના આકરા પગલા લેવાયા અને બાદ માં તેમને અચાનક કેમ પરત લેવાયા?
બે એન્જીનીયર પરત આવ્યા અને બન્ને ફરી બદલી પહેલાની તેમની મુળ જગ્યાએ ગોઠવાશે
નગરપાલિકામાં આમતો કર્મચારીઓમા પણ જુથવાદ છે કોઇ કારોબારી ચેરમેનનો ખાસ છે તો કોઇ પાલિકા પ્રમુખનો તો વળી કોઇ ચીફ ઓફીસર જુથના મનાય છે સરકારનો પગાર મેળવતા સરકારના બહુ ઓછા છે તેવામાં ભુજ નગરપાલિકાના વિવિધ પ્રશ્ર્નો ખાસ કરીને ગટર અને બાંધકામ શાખામાં ફેરફાર અને ફરીયાદને ધ્યાને લઇ 16-01-2019ના રોજ હરદેવસિંહ રાણા બાંધકામ શાખા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા ગટર નિયોજનની કામગીરી સંભાળતા હતા આ બન્ને એન્જીનીયરને નબળી કામગીરીનુ કારણ દર્શાવી સસ્પેન્ડ કરી દેવાયા હતા. જો કે, નબળી કામગીરી સાથે ક્યાક આંતરીક રાજકારણ પણ આ કાર્યવાહી પાછળ જવાબદાર હતુ પરંતુ ફરી ગઇકાલે તેમની બદલીના હુકમો થયા અને ટૂંકા સમયગાળામાંજ ફરી એ એન્જીનીયરો ને પાછા સમાવી લેવાયા જો કે પાલિકામા ચર્ચા એવી પણ છે કે ઘણા વિભાગોમાં લાબા સમયથી જે એકજ જગ્યાએ સ્થાન જમાવી બેઠા હતા તેવા ઘણા કર્મચારીઓની બદલી બાદ હવે થોડા સમયમાંજ તેઓ પોતાની મુળ જગ્યાએ ”વહીવટી’ ‘કારણોસર પરત ફરશે
માંડવી-અંજાર ભુજ અને હવે ગાંધીધામમાં ફરજ માટે જતા સંદિપસિંહ ઝાલાની છાપ આમતો કડક અધિકારી તરીકેની છે અને તેથીજ વારંવાર સત્તાધીશોને તાબે ન થતા અથવા તો સીસ્ટમને સમજીને પદ્દાધીકારીઓને પણ ન ગાઠતા સંદિપસિંહના અચાનક આ નિર્ણયથી ચોક્કસ અનેક સવાલો ઉભા થયા છે એવું તો શું થયું કે પોતે જેમનો સસ્પેનશન નો ઓર્ડર કર્યો હતો તેમને જ ફરી નોકરીએ લેવા પડ્યા?