Home Current ભુજના જાણીતા તબીબને કેમ મહિલાએ ફડાકો માર્યો? ડો.નાણાવટીનો માફી માંગતો વિડિઓ વાયરલ

ભુજના જાણીતા તબીબને કેમ મહિલાએ ફડાકો માર્યો? ડો.નાણાવટીનો માફી માંગતો વિડિઓ વાયરલ

13853
SHARE
ડોકટર દ્વારા મહિલાની છેડતીના કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે પરંતુ જ્યારે પ્રતિષ્ઠિત ડોકટર પર આવા આક્ષેપ થાય તે શરમ જનક બાબત કહી શકાય ભુજમાં આવાજ એક પ્રતિષ્ઠિત ડોકટરના 2 વિડિઓ વાયરલ થયા છે જેમાં મહિલા અને તેનો પરિવાર ડોકટરના ક્લિનિક પર હોબાળો કરી રહ્યા છે અને જેમાં ઉશ્કેરાયેલી મહિલા તબીબને ફરિયાદ કરવા સાથે ફડાકો પણ મારી રહી છે વિડિઓ માં દેખાઈ રહેલા એ તબીબ ભૂજના જાણીતા ડોકટર નેહલ નાણાવટી છે અને તેઓ વાયરલ થયેલા વિડિઓમાં મહિલાના આક્ષેપ નકારવા સાથે માફી પણ માંગી રહ્યા છે.

વિડિઓ વાયરલ થયા બાદ હવે તબીબ પોલીસ ફરિયાદ કરશે

સૂત્રો તરફથી પ્રાપ્ત માહિતી મુજબ આ વિડિઓ 2 દિવસ પહેલાનો છે અને ભુજ તાલુકાના કોઈ ગામની આ મહિલા હોવાનું સામે આવ્યુ છે વિડિઓ પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે મહિલા સારવાર માટે આવી ત્યારે ડોકટરે તેની સાથે છેડતી કરી હોય, અને ત્યાર બાદ તેનો પરિવાર આવી આ મુદ્દે ડોકટર નાણાવટીની ધોલાઈ સાથે તેને માફી મંગાવે છે જોકે આ મામલે અત્યાર સુધી મહિલા તરફી કોઈ ફરિયાદ કરાઇ નથી પણ વિડિઓ વાયરલ થયા બાદ હવે ડોકટર નેહલ નાણાવટીએ મહિલા વિરુધ્ધ ફરિયાદ કરવાની વાત સાથે તેમના પર લાગેલા આરોપો નકાર્યા હતા અને આ મામલે તેઓ પોલીસ ફરિયાદ કરશે તેમ જણાવ્યું હતું ભુજના નામાંકિત ડોકટરના વાયરલ વીડિયોની ચર્ચા સમગ્ર કચ્છમાં છે જોકે આ મામલે હવે કાયદેસર શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.
અત્રે ઉલ્લેખનીય છે કે સારવારમાં બેદરકારી અંગે આ તબીબ અગાઉ પણ ચર્ચામાં રહ્યા છે કોંગ્રેસ અગ્રણીના સબંધીની સારવારમાં બેદરકારી સહિત કેટલાક કિસ્સામાં તેમની સામે આક્ષેપો થયા છે પરંતુ આ કિસ્સામાં વીડિઓ વાયરલ થતા તબીબી આલમ સહિત લોકોમાં ચકચાર સાથે આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.