Home Social મેળાવો’:૧૩ ‘કચ્છ સેહત કે લિયે ફાયદાકારક હૈ.’ મળીએ ‘દંગલ’ ફિલ્મના બાળ...

મેળાવો’:૧૩ ‘કચ્છ સેહત કે લિયે ફાયદાકારક હૈ.’ મળીએ ‘દંગલ’ ફિલ્મના બાળ ગાયક કલાકાર સરવર ખાનને

981
SHARE
ધૈર્ય છાયા દ્વારા : ‘મેળાવો’:૧૩ દર રવિવારે ફેસબુક અને ન્યુઝફોરકચ્છના માધ્યમથી પ્રકાશિત થતી ઈ-કૉલમ ‘મેળાવો’13માં એપિસોડમાં સેહત પૂર્વક સ્વાગત.
‘કચ્છ સેહત કે લિયે ફાયદાકારક હૈ.’ મળીએ ‘દંગલ’ ફિલ્મના બાળ ગાયક કલાકાર સરવર ખાનને.
‘બાપુ સેહત કે લિયે તું તો હાનિકારક હૈ.., હેમ પે થોડી દયા તો કે હેમ નન્હે બાલક હૈ’
‘ ઔરોંપે કરમ… બચો પે સિતમ.. રે બાપુ મેરે. યે ઝુલ્મ ના કર.. યે ઝુલ્મ ના કર.. ‘
૨૦૧૬ના આમિરખાન પ્રોડક્શનની રિલીઝ થયેલી ફિલ્મ ‘દંગલ’નું ટોપ હિટ સોન્ગ ગાનાર બાળ ગાયક કલાકાર સરવર ખાન સાથે કરીએ ‘મેળાવો’.
રાજસ્થાનના ડાંગરી ગામમાં આવેલી સરકારી હાઈસ્કૂલમાં આર્ટસ જોયગ્રોફી વિષય સાથે ૧૧માં ધોરણમાં અભ્યાસ કરી રહેલા સર્વરનો જન્મ ૧૯/૦૭/૨૦૦૪ના થયેલો છે..
સરવરનો સંયુક્ત કુટુંબમાં જ ઉછેર થઇ રહ્યો છે.. દાદા ફજલખાનના ચાર દીકરા. સલીમ ખાનજી , અમામ ખાનજી , કુતુબખાનજી અને એમના પિતાજી કરીમ ખાનજી. સરવર એમના નાના હાસમ ખાન પાસેથી સંગીતની તાલીમ લીધી… ગાયકી કાકા કુતુબદીન પાસેથી .. સાતમા ધોરણમાં હતા ત્યારે જ એમને બોલીવુડ પ્રવેશ મળી ગયો. ‘દંગલ’ના સોન્ગ્સ માટે રાજસ્થાનના જેસલમેર બાડમેરમાં ઓડિશન રાખવામાં આવ્યું.. ત્યારે મંગણીહાર કોમ્યુનિટીના ગાઝીખાન સાહેબ ઓડિશનના જજ હતા.. બહુ બધા કલાકારો વચ્ચે એમણે સરવર ખાનની પસંદગી કરી. ‘દંગલ’ સફળ ફિલ્મ રહી… આ સફળતામી ખુશાલીમાં આમીરખાને એક પાર્ટીનું પણ આયોજન કર્યું હતું જેમાં સરવર ખાનને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું.. સરવરને રાજસ્થાન દ્વારા યોજાતા કાર્યક્રમમાં ‘કલા ઉત્સવ’ એવોર્ડ પણ મળી ચુક્યો છે.. ‘દંગલ’ માટે સરવરને મિર્ચી મ્યુઝિક એવોર્ડ મળ્યો છે. એમના માટે દરેક ઇવેન્ટ ખાસ છે.. પણ ખાસ કરીને ગુજરાતનો રણોત્સવ એમને બહુ જ સરસ લાગ્યો… ગુજરાતની જનતા સંગીત પ્રેમી છે.. એમની સામે પર્ફોમન્સ આપવાનું ખુબ ગમે છે. એમના ફનકાર ગ્રુપ સાથે તેઓ અહીં આવ્યા હતા..
‘કચ્છ સેહત કે લિયે ફાયદાકારક હૈ.’ ‘દંગલ’ ફિલ્મના બાળ ગાયક કલાકારે કચ્છની મુલાકાત લીધી.
કચ્છ જિલ્લાના વૈવિધ્ય સભર લોકેશનો બોલીવુડની પસંદગી રહી છે. છેલ્લા ૨ દાયકાથી અહીં ફિલ્મો, ટીવી સિરિયલોના શૂટિંગ ઘણા પ્રમાણમાં થયેલા છે.. ત્યારે દિગ્ગજ કલાકારોની અવરજવર પણ લોકોને આકર્ષે છે.. તાજેતરમાં રણોત્સવની મુલાકાતે એક એવા બાળ કલાકારથી મુલાકાત થઇ જેને નામથી ઓછા પણ કંઠથી વધુ ઓળખીએ છીએ.. ૨૦૧૬માં રિલીઝ થયેલી આમીરખાન પ્રોડક્શનની ‘દંગલ’ ફિલ્મના સુપર હિટ સોન્ગ ”બાપુ સેહત કે લિયે તું તો હાનિકારક હૈ..,’ ફેમ બાળ કલાકાર કચ્છના રણોત્સવની મુલાકાત લઇ ગયા.. એમણે કચ્છની મુલાકાતને યાદગાર ગણાવી કચ્છના લોકો બહુ પ્રેમાળ હોવાનો અનુભવ કર્યો.. આમીરખાને પણ ‘લગાન’ માટે કચ્છની ભૂમિ પસંદ કરી હતી અને એજ પ્રોડક્શનમાં કામ કરવાની તેમની પસંદગી થઇ. સરવર ખાનને મિર્ચી મ્યુઝિક એવોર્ડ ‘અપ કમિંગ મેલ વોકલિસ્ટ’ એવોર્ડ મળી ચુક્યો છે.. એવોર્ડ સમારંભમાં ફિલ્મ ડાયરેક્ટર નિતેશ તિવારી, વીરેન્દ્ર સહેવાગ, સંગીતકાર પ્રિતમ, ઈલા અરુણ જેવા દિગ્ગજ કલાકારો ઉપસ્થિત હતા. ‘હાનિકારક બાપુ’ સોન્ગમાં સરવર ખાન અને સરતાઝ ખાન બાર્નાની ગાયકી અને આમિર ખાન, સાક્ષી તનવર, ફાતિમા સના શેખ, સાનિયા મલ્હોત્રા, ઝૈરા વાસીમે અભિનય કર્યો છે. સરવર ખુબ વિનયી, વિવેકી, અને સરળ છે. હજુ બૉલીવુડ સિંગર તરીકેનું એમનું પૂર્ણ સપનું સાકાર કરવાનું બાકી છે. કચ્છનું ખુશનુમા વાતાવરણ જોઈને રોમાંચિત થઇ ગયો.. અને કહ્યું.. ‘કચ્છ સેહત કે લિયે ફાયદાકારક હૈ.’
બાકી બાપુ ક્યારેય હાનિકારક હોતા જ નથી.. ભવિષ્યમાં હાનિ ના થાય એના માટેનું કારણ જરૂર બનતા હોય છે. !! જે બાળક માટે ફાયદાકારક હોય છે.