કચ્છ નહી પરંતુ સમગ્ર ગુજરાતમા આજકાલ વિવિધ રીતે દારૂ ઘુસાડવાનો ક્રેઝ ચાલી રહ્યો છે ક્યાક વિવિધ વસ્તુઓની આડમા તો ક્યાક અલગ જ જગ્યા બનાવી દારૂ છુપાવવાના કિસ્સા ઝડપાઇ રહ્યા છે તે વચ્ચે આજે પુર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશીયલ ઓપરેશન ગ્રુપે સયુંકત રીતે દરોડો પાડી મુન્દ્રા તરફ જતા લાખો રૂપીયાના દારૂ ભરેલી એક ટ્રકને ઝડપી પાડી છે 5 તારીખે રાત્રે પુર્વ કચ્છની મહત્વની બ્રાન્ચને સચોટ બાતમી મળી હતી કે પંજાબ પાસીંગનું એક ચોક્કસ ટ્રેલર દારૂની હેરફેર માટે મુન્દ્રા તરફ જઇ રહ્યું છે જે આધારે પોલિસે વોચ ગોઠવી હતી અને મુન્દ્રા હાઇવે પરની એક હોટલ નજીક પોલિસે તેને રોકી તપાસ કરતા તેમાંથી 27,09 લાખની કિંમતનો ઇગ્લીંશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો ટ્રેલરમાંથી પુર્વ કચ્છની બ્રાન્ચે 7,740 નંગ દારૂની બોટલ કબ્જે કરી હતી.
વેસ્ટ પાઉડરની આડમા દારૂનો પેતરો પોલિસે નિષ્ફળ બનાવ્યો
આ અગાઉ પણ કચ્છમા સિમેન્ટ કોસ્મેટીક આઇટમ સહિતની વસ્તુઓની આડમા દારૂ ધુસાડવાનો નિ્ષ્ફળ પ્રયાસ થઇ ચુક્યો છે પરંતુ હાલ જ્યારે પુર્વ કચ્છની પોલિસ કાયદો વ્યવસ્થાની સ્થિતીને લઇને ચર્ચામા છે તેવામાં ગુન્હેગારોના દરેક મનસુબા પર પાણી ફેરવાઇ રહ્યુ છે ત્યારે વેસ્ટ પાઉડરના કંતાનોની આડમાં આવેલો લાખોની કિંમતનો જથ્થો પોલિસે ઝડપી પાડ્યો હતો. પોલિસે દારૂ,ટ્રેલર સહિતના 42.27 લાખના મુદ્દામાલ સાથે આ મામલે ટ્રેલરના ડ્રાઇવર સુખવિન્દ્દરસિંગ જસવંતસિંહ ઓલ્ટ(જાટ) તથા પરમિન્દરસિંગ કશ્મિરસિંગ સૈની(સરદાર)ની આ મામલે ધરપકડ કરી છે જ્યારે ચંદીગઢના ગોલ્ડી તથા કચ્છમાંથી માલ મંગાવનાર અજાણ્યા શખ્સ સામે પોલિસે ગુન્હો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
પોલિસની કડક નજર છંતા હિંમત સાથે બુટલેગરો કચ્છમાં દારૂની ખેપ માટે તૈયાર છે ચોક્કસ લાખોની કિંમતનો દારૂ નિયત જગ્યાએ પહોંચે તે પહેલા પોલિસના હાથે લાગી રહ્યો છે પરંતુ આવી કામગીરી સાથે પોલિસના ડરથી બુટલેગર દારૂ મંગાવવાની હિંમત ન કરે તેવી કામગીરીની લોકો અપેક્ષા રાખી રહ્યા છે કેમકે પોલિસને બાતમી ન મળી હોય અને ટ્રક પગ કરી જતી હોય તે વાત પણ નક્કારી ન શકાય.