Home Social CA IPCC એક્ઝામમાં ૫૫૦૦૦ વિદ્યાર્થીઓમાં દેશમાં ૪૧ મું સ્થાન મેળવી કચ્છનું ગૌરવ...

CA IPCC એક્ઝામમાં ૫૫૦૦૦ વિદ્યાર્થીઓમાં દેશમાં ૪૧ મું સ્થાન મેળવી કચ્છનું ગૌરવ વધારતો ભુજનો અંશ ખંડોલ

1455
SHARE
‘સિદ્ધિ એને જઈ વરે જે પરસેવે ન્હાય’ આ કહેવત અનુસાર આજે વાત કરવી છે, મહત્વની મનાતી એવી CA IPCC ની પરીક્ષામાં સફળતા મેળવી દેશ અને રાજ્યમાં કચ્છનું ગૌરવ વધારનાર ભુજના વિદ્યાર્થીની!! CA IPCC ના જાહેર થયેલા રિઝલ્ટ માં ભુજના અંશ બિપિન ખંડોલે ઝળહળતી ફતેહ મેળવી છે. એક સાથે બબ્બે ગ્રુપની એક્ઝામ આપીને અંશે પ્રથમ પ્રયાસે જ દેશભરના ૫૫૦૦૦ વિધાર્થીઓ વચ્ચે થી ૪૧ મુ સ્થાન અને ગુજરાતમાં ૯ મુ સ્થાન મેળવ્યું છે. સમગ્ર કચ્છમાં અંશ પ્રથમ નંબરે છે.

ભુજની જે.બી.ઠક્કર કોમર્સ કોલેજમાં ભણે છે અંશ

અંશ બિપિન ખંડોલે CA IPCC માં બન્ને ગ્રુપ માં કુલ ૮૦૦ માં થી ૫૮૬ માર્કસ મેળવ્યા છે. આ વર્ષે દેશમાં થી કુલ ૫૫૦૦૦ વિદ્યાર્થીઓ એ CA IPCC ની એક્ઝામ આપી હતી જેમાં ભુજના અંશ ખંડોલે બન્ને ગ્રુપની એક્ઝામ આપીને મેરિટ માં ૪૧ મો નંબર મેળવ્યો છે. ૧૨ માં ધોરણ સુધી ભુજની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ માં અભ્યાસ કરનાર અંશ ખંડોલ અત્યારે ભુજની જે.બી. ઠક્કર કોમર્સ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. ભુજ કેન્દ્ર માં જ CA IPCC ની એક્ઝામ આપનાર અંશ ખંડોલે કચ્છમાં પ્રથમ તેમ જ ગુજરાતના મેરિટમાં ૯ મુ સ્થાન મેળવ્યું છે. અંશ ના દાદા સ્વ. મોહનભાઇ ખંડોલ દીન્નોદ્ધાર માનવ કલ્યાણ ટ્રસ્ટની સેવાભાવી પ્રવૃત્તિ દ્વારા સમાજસેવા ક્ષેત્રે લોકચાહના ધરાવતા હતા. જ્યારે અંશ ના પિતા બિપિન ખંડોલ ભુજ, બળદિયા, કેરા મધ્યે કોમ્પ્યુટર હાર્ડવેર સોફ્ટવેરના વ્યયવસાય સાથે સંકળાયેલા છે. અંશ ના કાકા અને ભુજ CA બ્રાન્ચના ચેરમેન દર્શન ખંડોલે પણ તેને ઝળહળતી સફળતા માટે શુભેચ્છાઓ આપી છે. CA CPT ની એક્ઝામ પ્રથમ પ્રયાસે ઉત્તીર્ણ કરનાર અંશ બિપિન ખંડોલ ભવિષ્યમાં CFA ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડવા ઈચ્છે છે.