Home Crime અંજારમાં હરિયાણાના ગેંગસ્ટરો અને પોલીસ વચ્ચે ફાયરિંગ – આદિપુર બેંકની વેનના ૩૪...

અંજારમાં હરિયાણાના ગેંગસ્ટરો અને પોલીસ વચ્ચે ફાયરિંગ – આદિપુર બેંકની વેનના ૩૪ લાખ લૂંટનાર ઝડપાયા

2829
SHARE
ઔદ્યોગિક વિકાસને પગલે કચ્છમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે. ગત ઓક્ટોબરમાં આદિપુરમાં એક્સીસ બેંકના ૩૪ લાખ ATM માં જમા કરાવવા આવેલી વેન ઉપર ફાયરિંગ કરીને ૩૪ લાખ ની લૂંટની ઘટના બની હતી. આ લૂંટની ઘટનાના આરોપીઓને ઝડપવા પૂર્વ કચ્છ પોલીસે હાથ ધરેલ કાર્યવાહી દરમ્યાન આ લૂંટ આચરનાર ગેંગ વિશે માહિતી મળતા લૂંટારું ગેંગને ઝડપવા ઝાળ બિછાવાઈ હતી.

અંજારના હરિઓમ નગરમાં પોલીસે બંધ મકાનનો દરવાજો ખખડાવ્યો અને પોલીસ ઉપર થયું ફાયરિંગ..

આદિપુરમાં ATM ની બેંક વેનને લૂંટનાર હરિયાણાના કુખ્યાત ગેંગસ્ટરોની ગેંગ હોવાનું અને આ ગેંગ અંજારમાં છુપાઈ હોવાની પૂર્વ કચ્છ એસ.પી. પરીક્ષિતા રાઠોડ અને એસ.ઓ.જી પીઆઇ જે.પી. જાડેજાને માહિતી મળી. એટલે એસઓજી પીઆઇ જે.પી. જાડેજાએ પૂર્વ કચ્છ એલસીબીના પીએસઆઈ શ્રી રાણા તેમ જ ૨૫ જેટલા પોલીસ જવાનો સાથે હથિયારથી સજ્જ થઈને અંજારના હરિઓમ નગર સોસાયટીના મકાન નંબર ૪૧૫ને ઘેરી લીધું. જોકે, બહાર થી બંધ એવા આ મકાનનો દરવાજો પોલીસે ખખડાવ્યો હતો શરૂઆતમાં કોઈ પ્રતિસાદ ન મળ્યો પણ તે દરમ્યાન જ દરવાજો ખુલ્યો અને સીધુ જ પોલીસ ઉપર ફાયરિંગ થયું. દરમ્યાન પોલીસ બુલેટ પ્રુફ જેકેટ સાથે સતર્ક હોઈ તરત જ વળતો જવાબ ફાયરિંગ કરીને આપ્યો. એ વચ્ચે મકાનમાં છુપાયેલા ૩ શખ્સો પાછળના દરવાજેથી નાઠા એટલે પોલીસે પીછો કરી તેમની ઉપર ગોળીનો બીજો રાઉન્ડ ફાયર કર્યો. આ દોડધામમાં પોલીસે બે ગેંગસ્ટર ધર્મેન્દ્ર ચાંદરામ જાટ (ગઢવાલ, હરિયાણા) અને રાહુલ મુલ્કરાજ વીજ (બૈશી, રોહતક, હરિયાણા) ને ઝડપી પાડ્યા. જ્યારે એક ગેંગસ્ટર રવિન્દ્ર દયાનંદ જાટ (બૈશી, રોહતક) નાસી છૂટવામાં સફળ રહ્યો. ઝડપાયેલા બન્ને ગુનેગારો ૨૦ થી ૨૨ વર્ષના જ છે. આ ગેંગનો ચોથો આરોપી રવિન્દ્ર ઉર્ફે રીંકુ ધાનક છે. જે ફરાર છે. પોલીસના જણાવ્યા પ્રમાણે રીંકુ ઘણા સમય થી અંજાર માં રહેતો હતો અને તેની બાતમીના આધારે જ હરિયાણાની આ ગેંગે લૂંટ ચલાવી હતી.

ઓપરેશન પાર પાડનાર પીઆઇ જે. પી. જાડેજા શું કહે છે?

આદિપુર માં ફાયરિંગ કરીને ૩૪ લાખ ની દિલધડક લૂંટના બનાવે કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ચકચાર સર્જી હતી. આ ગુનાનો ભેદ ઉકેલીને કુલ ચાર પૈકી બે ગુનેગારોને ઝડપવામાં સફળ રહેલા પીઆઇ જે. પી. જાડેજા કહે છે કે, હરિયાણાના આ ગેંગસ્ટરો ગુરગાંવ અને હરિયાણાના અન્ય શહેરોમાં લૂંટના ગુનાઓ કરી ચુક્યા છે. આ ગેંગસ્ટરો બંદૂક અને ઘાતક હથિયારો સાથે હુમલો કરી ગુનાઓ આચરે છે. ક્રૂર અને હિંસક સ્વભાવ ધરાવતી હરિયાણાના આ ગેંગસ્ટરોની ગેંગે કચ્છમાં લૂંટ ચલાવીને બીજા વધુ ગંભીર ગુનાઓ આચરે તે પહેલાં જ તેઓ ગુજરાત પોલીસના હાથ માં ઝડપાઇ ગયા છે. ઝડપાયેલા બે ગુનેગારો પૈકી પોલીસને રાહુલ વીજ પાસેથી ચાર કારતુસ ભરેલી રિવોલ્વર અને બે ખાલી કારતુસ મળી આવ્યા છે. આ ઓપરેશન દરમ્યાન ગુનેગારો દ્વારા પોલીસ ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું સામે પક્ષે પોલીસે પણ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. લૂંટ ના ચાર આરોપીઓ પૈકી પોલીસ ઉપર ફાયરિંગ કરનાર ત્રણ આરોપીઓ વિરુદ્ધ પોલીસે આર્મ્સ એકટ અને હુમલાનો ગુનો નોંધ્યો છે. જ્યારે નાસી છૂટેલા એક આરોપી રવિન્દ્ર જાટ અને ફરાર એવા ચોથા આરોપી રીંકુ ધાનક ને પકડવા કવાયત હાથ ધરી છે.