પુલાવામામાં પાક.સંલગ્ન આંતકવાદી સંગઠને કરેલા હુમલાના સમગ્ર દેશમા ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આજે સમગ્ર દેશમાં પાકિસ્તાન વિરૂધ અને આંતકી હુમલાની ઘટનાના વિરોધમાં રોષ સાથે વિરોધ પ્રદર્શન કરાયુ હતુ ત્યારે કચ્છમાં પણ વિવિધ રાજકીય,સામાજીક અને ધાર્મીક સંગઠનો અને પોલિસ પરિવાર દ્વારા આંતકી હુમલાની ઘટનાના વિરોધમાં અને શહિદોને અંજલી આપવા માટે વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરાયુ હતુ. જેમાં પાકિસ્તાનની નાપાક હરકત અને આંતકવાદીઓને જવાબ આપવાની માંગ સાથે ઘટનામા શહિદ થયેલા જવાનોને અંજલી અર્પવા સાથે તેમના પરિવારને સાંત્વના પાઠવવામા આવી હતી. તો ક્યાંક પાકિસ્તાની રાષ્ટ્રધ્વજની હોળી કરાઇ હતી તો ક્યાંક પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે દુશ્મન દેશ અને તેના આંતકીઓને ઝડબાતોડ જવાબ આપવાની માંગ પણ ભારતીય નાગરીકોએ કરી હતી.
-માંડવીમા પાકિસ્તાની રાષ્ટ્રધ્વજને સળગાવી વિવિધ હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં આંતકી હુમલાની ઘટનાનો વિરોધ કરી પાકિસ્તાન વિરૂધ્ધ નારેબાજી સાથે હિન્દુ સંગઠનોએ આંતકી ઘટનાને વખોડી શહિદોને શ્રધ્ધાજલી અર્પી હતી.
-રાજ્યની સાથે કચ્છના તમામ પોલિસ મથકોએ પણ પોલિસ જવાનો અને અધિકારીઓએ મૌન ધારણ કરી શહિદ જવાનોને શ્રધ્ધાજલી અર્પી હતી. પોલિસ મથક બહાર બે મીનીટ મૌન ધારણ કરવા સાથે પોલિસ જવાનોએ મૃતક તમામ જવાનોને સદ્દગતી માટે અંજલી અર્પણ કરી હતી.
-ભુજમાં ગાંધીજીના પુતળા પાસે કોગ્રેસ અને અન્ય સામાજીક સંગઠનોએ સાથે મળી કેન્ડલ માર્ચ યોજી હતી. અને આંતકી હુમલામા શહિદ થયેલા જવાનોને અંજલી અર્પવા સાથે પાકિસ્તાન વિરૂધ્ધ નારેબાજી કરી આંતકી હુમલાની ઘટનાને વખોડી પાકિસ્તાની આંતકીઓને જડબાતોડ જવાબ આપવાની માંગ કરી હતી.
-મુન્દ્રામા વેપારીઓએ બંધ પાળી વિરોધ નોંધાવ્યો હતો. દેશનો દરેક નાગરીક આંતકી ઘટનાથી હચમચી ગયો છે. ત્યારે છાસવારે થતા આવા હુમલા અને સૌથી મોટા આંતકી હુમલાના વિરોધમાં મુન્દ્રાના વેપારીઓએ આજે બંધ પાળી ઘટનાનો વિરોધ નોંધાવવા સાથે શહિદ જવાનોને અંજલી અર્પી હતી.
-રાપરમાં વિવિધ હિન્દુ સંગઠનો અને શહેરીજનોએ શહિદ જવાનોને શ્રધ્ધાજલી અર્પણ કરી હતી. કેન્ડલ માર્ચ સાથે આંતકી હુમલામા શહિદ થયેલા જવાનોને અંજલી અર્પણ કરી હતી. જેમા મોટી સંખ્યામા રાપરના શહેરીજનો જોડાયા હતા.