Home Current કચ્છના સાસંદે એક મહિનાનો પગાર શહિદ જવાનોના પરિવારની મદદ માટે અર્પણ કર્યો 

કચ્છના સાસંદે એક મહિનાનો પગાર શહિદ જવાનોના પરિવારની મદદ માટે અર્પણ કર્યો 

3583
SHARE
ગુજરાતના એક ધારાસભ્યએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી તેના ત્રણ મહિનાના પગારને શહિદ જવાનોના પરિવારને મદદ માટે આપવાની અપિલ કરી છે. ત્યારે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ પણ એક યાદી સ્વરૂપે પોતાનો એક મહિનાનો પગાર શહિદ જવાનના પરિવારને મદદ માટે જાહેર કર્યો છે. આમતો ઠેરઠેર વિવિધ સંસ્થા સંગઠન અને આમ નાગરીકો શહિદોના પરિવારની મદદ માટે ફંડ એકઠુ કરી રહ્યા છે. જો કે રાજકીય નેતાઓ તરફથી આવી કોઇ જાહેરાત થઇ નથી. ત્યારે આજે કચ્છના સાસંદ વિનોદ ચાવડાએ ઘટનાને દુખદ ગણવા સાથે તેનો એક મહિનાનો પગાર શહિદ જવાનોના પરિવારની મદદ માટે આપ્યો હોવાનુ જણાવ્યુ હતુ. સાથે તેમણે ઉમેર્યુ હતુ કે ગુજરાત અને દેશના અન્ય સાંસદો પણ મદદ માટે આગળ આવશે અને સરકાર પણ તમામ બનતી મદદ કરશે પરંતુ શહિદો પ્રત્યેની તેમની સંવેદના ને લઇ તેઓએ એક મહિનાનો પગાર તેમના પરિવારનો અર્પણ કરવાનુ નક્કી કર્યુ છે.

ગાંધીધામ ચેમ્બર સહિત અનેકે મદદ માટે ફંડ એકઠુ કર્યુ 

આજે કચ્છમાં વિવિધ સંગઠનો અને સમાજે શહિદોને શ્રધ્ધાજલી સાથે તેમના પરિવારની મદદ માટેનો હાથ લંબાવ્યો હતો નખત્રાણા શિક્ષણ સમાજ દ્વારા શહિદોના પરિવારને મદદ માટે 3લાખ રૂપીયા એકઠા કરાયા હતા. તો ગાંધીધામ ચેમ્બર અને ગાંધીધામના નાગરીકો દ્વારા આજે શહિદોને શ્રધ્ધાજલીનો એક કાર્યક્રમ આયોજીત કરાયો હતો. જેમા 84 લાખથી વધુની રકમ શહિદોના પરિવારની મદદ માટે એકઠી કરાઇ હતી.