Home Current આંતકી હુમલાના વિરોધમાં ભુજ ઐતિહાસીક સ્વયંભુ બંધ દુશ્મન દેશને ભારતીય એકતાનો સંદેશ 

આંતકી હુમલાના વિરોધમાં ભુજ ઐતિહાસીક સ્વયંભુ બંધ દુશ્મન દેશને ભારતીય એકતાનો સંદેશ 

941
SHARE
આંતકીઓએ સી.આર.પી.એફ જવાનો પર કરેલા હુમલાની ઘટનાથી દેશભરમાં રોષ ફેલાયો છે લોકો અલગ-અલગ કાર્યક્રમો અને માંગણીઓ સાથે ઘટનાને વખોડી રહ્યા છે ત્યારે આજે કચ્છના મુખ્ય મથક ભુજમાં બંધનુ એલાન અપાયુ હતુ જે સફળ રહ્યુ હતુ સ્વયંભુ વેપાર ધંધા બંધ રાખીને રાષ્ટ્રપ્રેમ આ બંધને સમગ્ર ભુજના વેપારીએ ટેકો આપ્યો હતો બપોર સુધી ભુજ સજ્જડ બંધ રહ્યુ હતુ. તો વેપારી,વિવિધ એસોશીયેશન અને હિન્દુ-મુસ્લિમ સંગઠનોએ પણ બંધમા જોડાવા સાથે પુલવામામાંની ઘટનાને વખોડવા સાથે શહિદોને શ્રધ્ધાજલી અર્પી હતી ભુજ ઉપરાંત કચ્છના અનેક ગામડાઓમા પણ આજે બંધ સાથે શહિદોને શ્રધ્ધાજલી અર્પણ કરાઇ હતી.

ભુજમાં ગુંજ્યા પાકિસ્તાન મુર્દાબાદના નારા વેપારીઓએ પાડ્યો સજ્જડ બંધ

આમતો આ પહેલા પણ દેશની વિવિધ સમસ્યા મુદ્દે રાજકીય પાર્ટી અને અન્ય લોકોએ કચ્છમા બંધનુ એલાન આપ્યુ છે જે પરંતુ આજે સ્વયંભુ રાષ્ટ્રીય હિત અને દેશના શહિદ થયેલા જવાનો માટે અપાયેલા બંધના એલાનને ભુજના તમામ વેપારી એસોશીયેશન નાના વેપારી,કેબીન ચાલકો અને રીક્ષા-છકડા ચાલકોએ ટેકો આપ્યો હતો ભુજના વાણીયાવાડ,બસ સ્ટેશન જુની-નવી શાકમાર્કેટ હોસ્પિટલ રોડ જ્યુબેલી ગ્રાઉન્ડ સહિત તમામ વિસ્તારોમાં 100% બંધની અસર જોવા મળી હતી તો વિવિધ એસોશીયેશને રેલી સ્વરૂપે ભારતના ઝંડા સાથે પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા અને રેલી સ્વરૂપે ભુજના હમિરસર કાંઠે સુરક્ષા જવાનો સાથે શહિદોને શ્રધ્ધાજંલી અર્પી હતી.
કચ્છના મુખ્ય મથક ભુજ ઉપરાંત કોઠારા સહિત કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં બંધ સાથે આ ઘટનાને વખોડી શહિદોને અંજલી આપી દેશ દાઝની લાગણી સાથે શહિદ જવાનોની સહાદતને સન્માન આપ્યુ હતુ. સાથે દુશ્મન દેશને સંદેશ આપ્યો હતો કે ભારતની એકતા જ સૌની તાકત છે. અને દુશ્મનો ક્યારેક ભારતની એકતા તોડવામા ફાવશે નહી.