Home Social એક નજર ઇધર ભી – રાહ ભૂલેલાઓને મદદરૂપ બની માનવતાનો કરાવ્યો અહેસાસ

એક નજર ઇધર ભી – રાહ ભૂલેલાઓને મદદરૂપ બની માનવતાનો કરાવ્યો અહેસાસ

1071
SHARE
જરૂરતમંદ વ્યક્તિને મદદરૂપ બનવુ એ સેવાકીય પ્રવૃત્તિનો એક ભાગ છે દરેક સેવાકીય પ્રવૃત્તિ હમેશા પ્રેરણાદાયી હોય છે અને તે માનવતાને ઉજાગર કરે છે કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિ કયારેય નાની હોતી નથી, તેનું કારણ તેમાં હમેંશા માનવીય સંવેદનાનો અહેસાસ રહેલો હોય છે હું, તમે કે આપણે બધા પણ આપણી આજુબાજુ નાના નાના કાર્યોમાં સંવેદના સાથે જરૂરતમંદોને મદદરૂપ બનીને માનવતાને ઉજાગર કરી શકીએ છીએ. આજે વાત મુન્દ્રાના બે નાના બનાવોની છે, પણ, જે વ્યક્તિઓ મુશ્કેલીમાં મુકાયા હતા તેમને માટે એ નાનકડી મદદ પણ મોટી હતી.

ભૂખ્યા તરસ્યા પરપ્રાંતિયને પરત વતન પહોંચાડવાનો પ્રયાસ

નાના કપાયા ગામ નજીક આજે સવારે એક 32વર્ષીય અન્ય રાજ્યનો કોઈ અજાણ્યો શખ્સ અહીં આવ્યો છે એવી જાણકારી કપાયા ગામના રહેવાસી ખીમજી સોધમે મુન્દ્રાની જનસેવા સંસ્થાની હેલ્પલાઇનને આપી હતી આ જાણકારી મળ્યા બાદ તરત જ સંસ્થાના રાજ સંઘવી નાના કપાયા પહોંચ્યા અને તે યુવાનની પૂછપરછ કરી હતી તે યુવાન પાસે મળેલા આધારકાર્ડના આધારે તેનું નામ રામશંકર દાસ(ઉમર 31)વર્ષ હોવાનું અને તે બિહારનો હોવાનું જાણવા મળ્યું હતું બિહારથી તે કચ્છ કેવી રીતે આવ્યો એ વિશે કોઈ માહિતી નહોતી પણ ફરી તે પોતાને વતન જવા માંગતો હતો જોકે, ભૂખ અને નબળાઈના કારણે તે અશક્ત પરિસ્થિતિમાં હતો તો તેના પગમાં પણ તકલીફ હતી પોતાને ઘેર બિહાર જવા માંગતા રામશંકરને મદદરૂપ બનવા જનસેવા સંસ્થાએ ભુજ મધ્યે માનવજ્યોત સંસ્થાને વિનંતી કરી હતી અને તેને પ્રાઇવેટ વાહનમાં ભુજની માનવ જ્યોત સંસ્થાના પ્રબોધ ભાઈ મુનવર સુધી પહોંચતો કર્યો હતો માનવ જ્યોત દ્વારા રામશંકર દાસને તેના વતન બિહાર પહોંચાડવાના પ્રયાસો શરૂ કરાયા છે માનવતાના આ કાર્યમાંમાં જનસેવાના રાજ સંઘવી તેમજ બોરાણા સવરાજ ગઢવી, નાના કપાયાના ખીમજી સોધમ, કાનજી ગઢવી, ખીમરાજ ગઢવી અને મુન્નાભાઈ યાદવ મદદરૂપ બન્યા હતા.

રસ્તો ભૂલેલી મહિલાને ઠેકાણે પહોંચાડી

મુન્દ્રાના ડાક બંગલા પાસે સાંજના સમયે એક ભૂખ્યા તરસ્યા બહેન રસ્તો ભૂલી ગયા છે, એવી જાણ બોરાણાના સવરાજ ગઢવી દ્વારા જનસેવાને કરાઈ હતી એટલે તરતજ જનસેવાના રાજ સંઘવી ડાક બંગલા નજીક ભૂખી નદીના પટમાં ઍ મહિલા પાસે પહોંચ્યા અને પૂછપરછ કરતાં તે એમ.પી.ના રહેવાસી છે અને સવાર થી કોઈ કામ માટે નીકળ્યા હતા બાદમાં રસ્તો ભૂલી જતાં અહીં નદી ના પટ માં આવી પહોંચ્યા હતા આ મહિલાને પાણી અને ભોજન આપી સાંત્વના સાથે પૂછપરછ કરતા તેમનું નામ નીલાબેન કોળી હોવાનું અને તેઓ કોન્ટ્રાકટર પાસે મજૂરી કામ કરતા હોવાનું તેમજ ત્યાં સાઈટ ઉપર જ રહેતા હોવાનું જાણવા મળ્યું હતું એટલે તેમને મુન્દ્રના ઘનશ્યામનગર નજીક એમની મજૂરી કામની સાઇટ ઉપર અન્ય મજૂર પરિવારો સાથે સહીસલામત મુકવાની વ્યવસ્થા કરાઈ હતી આ કાર્યમાં ઝરપરાના સવરાજ ભાઈ ગઢવી પણ સહયોગી બન્યા હતા.