Home Crime જેન્તીભાઇની હત્યા કરનાર શાર્પશુટર 12 દિવસના રીમાન્ડ પર : સિધ્ધાર્થે કરી જામીન...

જેન્તીભાઇની હત્યા કરનાર શાર્પશુટર 12 દિવસના રીમાન્ડ પર : સિધ્ધાર્થે કરી જામીન અરજી 

2410
SHARE
ગુજરાતના બહુચર્ચીત જેન્તીભાઇ હત્યાકાંડમા હવે ધીમેધીમે પણ હત્યારાઓ પોલિસની ગીરફ્તમા આવી રહ્યા છે અત્યાર સુધી આ મામલે માત્ર છબીલભાઇના ધંધાકીય ભાગીદાર સુધીજ પોલિસ પહોંચી શકી હતી પરંતુ હવે આ હત્યાકેસમાં જેમણે જેન્તીભાઇની હત્યા કરી હતી તેવા પુણેના બે શાર્પશુટર પણ પોલિસની ગીરફ્તમા આવ્યા છે ત્યારે આજે બન્ને શાર્પશુટરને ભચાઉની કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે રજુ કરાયા હતા શંશીકાન્ત કાંબલે અને અનવર શેખે આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો જે માટે છબીલભાઇએ 30 લાખ રૂપીયા ચુકવ્યા હતા આજે સંપુર્ણ ઘટનાના રી-કન્સ્ટ્રકશન અને તપાસમા અન્ય કડીઓ મેળવવા માટે સીટની ટીમે બન્ને શાર્પશુટરને ભારે સુરક્ષા સાથે ભચાઉ કોર્ટમાં રજુ કર્યા હતા જ્યાં કોર્ટે 14 દિવસની રીમાન્ડની માંગણી સામે 12 દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા.

રીમાન્ડ દરમ્યાન તપાસ એજન્સી કરશે આ તપાસ ?

આમતો છબીલભાઇની ભુમીકા સહિત અન્ય હત્યા કેસમા જેટલા પણ લોકો સંડોવાયેલા છે તેમના નામ હત્યાકેસમાં ખુલી ગયા છે પરંતુ બન્ને શાર્પશુટરોની તપાસમા આ કેસમા કેટલાક અજાણ્યા અને અત્યાર સુધી જેમના નામો સામે આવ્યા નથી તેવા કેટલાક નામો સામે આવી શકે તેમ છે કેમકે સ્થાનીક મદદથી લઇ જેન્તીભાઇની તમામ માહિતી આપવા સહિતની વિગતો શાર્પશુટરોએ ક્યાથી મેળવી અને ભાગવા સહિત હત્યાકેસમા કોણે કોણે મદદ કરી તે અંગે તપાસ ટીમ શાર્પશુટરોની પુછપરછ કરશે સાથે સાથે મીટીંગથી લઇ હત્યાકાંડ અને થયેલી તમામ મુલાકાત સ્થળોએ શાર્પશુટરોને લઇ જઇ પોલિસ પંચનામા સહિતની કાર્યવાહી હાથ ધરશે.

છબીલભાઇ બાદ તેનો પુત્ર રાહત મેળવવા કોર્ટના શરણે 

એક તરફ જેન્તીભાઇ હત્યાકાડમાં છબીલભાઇની ભુમીકા અંગેના નક્કર પુરાવા મળી રહ્યા છે તે વચ્ચે છબીલભાઇ પોતે નિર્દોષ હોવાનો રાગ આલાપી રહ્યા છે તેવામાં પોલિસ કાર્યવાહીથી બચવા જે રીતે છબીલ પટેલે હાઇકોર્ટમા આગોતરા જામીન અરજી કરી તે રીતે હવે આ કેસમા જેની સામે આરોપ મુકાયો છે તેવા છબીલ પટેલના પુત્ર સિધ્ધાર્થે પણ પોલિસ કાર્યવાહી પહેલા રાહત મેળવવા આગોતરા જામીન અરજી કરી છે આ અંગેથી કોર્ટના સત્તાવાર સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અંજાર કોર્ટમા છબીલ પટેલના પુત્ર સિધ્ધાર્થે આગોતરા જામીન મેળવવા અંગે અરજી કરી છે જેના પર સંભવત ગુરૂવારે વધુ સુનવણી હાથ ધરાશે.
આમતો જેન્તીભાઇ હત્યાકાંડમા અત્યાર સુધી શાર્પશુટર,મનિષા,સુર્જીત ભાઉ છબીલ પટેલ સહિત 8 નામો હત્યાકેસમા સામે આવ્યા છે પરંતુ હવે શાર્પશુટરો પોલિસની ગીરફ્તમાં છે અને શક્યતા એવી છે કે આ કેસમાં કેટલાક ન આવ્યા હોય તેવા નામો હવે સામે આવી શકે છે જો કે હત્યાકાંડના પ્લાનથી લઇ હત્યા સુધીની ઝીણામાં ઝીણી વિગતો સાથે 12 દિવસમાં ચાર્જસીટ પહેલાના જરૂરી તમામ પુરાવા અને કાર્યવાહી રીમાન્ડ દરમ્યાન સીટની તપાસ ટીમ મેળવશે તે નક્કી છે.