જમ્મુ કાશ્મીરના પુલવામા આંતકી હુમલા પછી ભારત જડબાતોડ જવાબ આપવા માટે સજ્જ થયુ છે જો કે પાકિસ્તાન અને આંતકીઓ સાથે ભારતે ઘરના ઘાતકીઓ સામે પણ કડક કાર્યવાહી શરૂ કરી છે હુરીયત નેતાઓની સુરક્ષા ઘટાડવા સાથે સેનાએ પથ્થરબાજ કાશ્મીરી યુવાનોને પણ ચેતવણી આપી છે તે વચ્ચે કચ્છમા એક કિસ્સાએ ભારે ચકચાર સર્જી છે એક તરફ ભારતમા હિન્દુ મુસ્લિમ લોકો શહિદોને શ્રધ્ધાજલી સાથે આ ઘટનાને વખોડી દુશ્મનોને ભારતીય કોમી એકતાનો સંદેશ આપી રહ્યા છે તે વચ્ચે ભચાઉના ચોબારી ગામે એક મુસ્લિમ યુવાને ભારત મુર્દાબાદના નારા સાથેનો વિડીયો પોતાના સ્ટેટસ પર રાખતા આ ઘટનાને વાગડ સહિત સમગ્ર કચ્છમાં ચકચાર જગાવી છે જો કે ત્યાર બાદ ચોબારી ગામના યુવાનોએ તેમને દેશપ્રેમનુ ભાન કરાવ્યુ અને તેનો વિડીયો હાલ સોશિયલ મીડીયામાં ભારે વાયરલ થયો છે જેમા મુસ્લિમ યુવક પોતાની ભુલ સ્વિકારવા સાથે ભારત જીંદાબાદ અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવતો જોવા મળી રહ્યો છે વિડીયોમા સંભળાતા સંવાદો પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે વિડીયો આંતકી હુમલા પછીનો છે જેમાં આદમ ખલીફા નામનો યુવાન પોતાની ઓળખ આપવા સાથે પોતાની થયેલી ભુલનો પણ સ્વીકાર કરે છે અને ત્યાર બાદ ભારતમાં રહેનાર એક ભારતીય નાગરીક તરીકે ભારતની જયજયકાર પણ કરે છે એક તરફ કચ્છમા હિન્દુ મુસ્લિમ તમામ સમાજના લોકો કોમી એકતા અને એક ભારતીય નાગરીક તરીકે ભારતીય સૈન્ય પર થયેલા હુમલાની કડક નિંદા સાથે શહિદોને સન્માન આપી રહ્યા છે અને સાથે આંતકી હુમલો કરનાર આંતકીઓ અને તેને પોષનાર પાકિસ્તાન સામે તેમનો ખુલ્લો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે તે વચ્ચે કચ્છના આ યુવાને ભારતમા રહી ભારત વિરૂધ્ધ કરેલી નારેબાજીએ ભારે ચકચાર સર્જી હતી.
આમતો દેશમાં ચાલી રહેલા માહોલ વચ્ચે આ સમાચાર દેશના દરેક ભારતીય લોકો માટે આઘાતજનક અને છે પરંતુ ન્યુઝ4કચ્છનો પ્રયાસ આ સમાચાર થકી અન્ય યુવાનોને સંદેશો આપવાનો છે કે હિન્દુ હોય કે મુસ્લિમ દરેક સમાજના યુવાનોએ સંયમ સાથે સોશિયલ મિડીયાનો ઉપયોગ કરવાની જરૂર છે તમારી એક નાનકડી ભુલ ભારતીય એકતાના હવનમાં હાડકા નાંખવા સમાન છે.