Home Current લ્યો બોલો લોકસભા-2019 પહેલા કચ્છમાં કોંગ્રેસ/કોંગ્રેસ ની લડાઇ શરૂ : જીલ્લા પ્રમુખ...

લ્યો બોલો લોકસભા-2019 પહેલા કચ્છમાં કોંગ્રેસ/કોંગ્રેસ ની લડાઇ શરૂ : જીલ્લા પ્રમુખ સામે ઉકળતો ચરૂ

2374
SHARE
રાજકીય પાર્ટીઓમા આંતરીક જુથ્થવાદએ કોઇ નવી વાત નથી અને તેમાય વળી કોંગ્રેસ હોય તો સ્વાભાવીક છે જેટલા નેતા એટલા જુથ તો રહેવાના જ!! પરંતુ જ્યારે જ્યારે ચુંટણી નજીક આવે ત્યારે જ કોંગ્રેસમા આંતરીક અસંતોષ સાથે જુથબંધી ખુલીને સામે આવી જાય છે પોસ્ટર વોરથી શરૂ થયેલી કચ્છના બે કોંગ્રેસી પ્રમુખો વચ્ચેની જુથબંધી આજે ખુલીને સામે આવી હતી અને યુથ કોગ્રેસના પ્રમુખ અને તેના કહેવાતા કોગ્રેસી સમર્થકોએ કોગ્રેસના જીલ્લા કાર્યાલય બહાર જ કોગ્રેસના જિલ્લા પ્રમુખ વિરૂધ મોરચો ખોલી નાંખ્યો પ્રમુખની હાય હાય બોલાવી અને રામધુન સાથે પ્રમુખના અભીગમ સામે સવાલો ઉભા કર્યા જો કે વિરોધની ઘટના બાદ યુથ કોગ્રેસના પ્રમુખ હરિસિંહ જાડેજાએ તો ખુલીને પ્રતિક્રિયા આપી પરંતુ વર્તમાન જીલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ આ મામલે કઇપણ કહેવાનો ઇન્કાર કરી જાણે કઇ બન્યુજ ન હોય તેમ ઘટનાને દબાવવાનો પ્રયત્ન શરૂ કર્યો પરંતુ ત્યારે ઘણુ મોડુ થઇ ગયુ હતુ.

કેમ થયો વિવાદ? શુ છે,હરિસિંહનો આક્ષેપ?

કચ્છ જીલ્લા કોગ્રેસ પ્રમુખ તરીકે યજુવેન્દ્રસિંહ જાડેજાની વરણી થઇ ત્યારથી તેમના નેતૃત્વ સામે અનેક સવાલો ઉભા થયા છે જો કે આજે થયેલા વિવાદનુ કારણ જણાવતા યુથ કોગ્રેસના પ્રમુખ હરિસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે યુથ કોગ્રેસની કારોબારી માટે પ્રમુખ પાસે કોગ્રેસ કાર્યાલયના હોલની માંગણી કરાઇ હતી પરંતુ આજે કારોબારી શરૂ થાય તે પહેલા જીલ્લા કોગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહે બેઠક કાર્યાલયમાં યોજવા સામે મનાઇ ફરમાવી પણ કાર્યકરો મીટીંગ યોજવા મક્કમ હતા અને તેથી પ્રમુખના આ નિર્ણય સામે તેઓએ ખુલીને વિરોધ કર્યો અને કોગ્રેસ કાર્યાલય બહાર સુત્રોચાર સાથે રામધુન બોલાવી અને કોગ્રેસ કાર્યલયની અંદર જ ગાંધી ચિધ્યા માર્ગે વિરોધનો નિર્ણય કર્યો જો કે વિરોધ બાદ કોગ્રેસ પ્રમુખ ત્યા હાજર પણ થયા હતા પરંતુ ગુપ્ત મીટીંગોની વાત આગળ રાખી મિડીયાને તેનાથી દુર રખાયા

હરિસિંહ અને યજુવેન્દ્રસિંહ વચ્ચેની લડાઇ જુની

કચ્છ કોગ્રેસની જુથ્થબંધીના મુખ્ય કારણો નિમણુક સમયે લેવાતા અભિપ્રાયો અને ઉચ્ચકક્ષાએ થતી રજુઆતો મુખ્ય ભુમીકા ભજવતી હોય છે હરિસિંહને પ્રદેશમાંથી યુથ કોગ્રેસના પ્રમુખ નિયુક્ત કરાયા બાદ હાલમાં જ ભુજમાં તેમણે યુથ કોગ્રેસનુ એક અધિવેશન યોજ્યુ હતુ પરંતુ તેના પ્રચાર માટેના પોસ્ટરોમાંથી કચ્છ કોગ્રેસના નેતાઓ અને પ્રમુખ યુજેવેન્દ્રસિંહની પણ બાદબાકી હતી
જે સમયે પણ આ ઘટના કોગ્રેસમાં ચર્ચાનો વિષય બની હતી એટલે એટલુ તો ચોક્કસ માની શકાય કે માત્ર મીટીંગ યોજવા ન દેવી એ કારણ વિરોધ માટે પુરતું નથી એ સિવાય પણ હરિસિંહ અને વર્તમાન પ્રમુખ વચ્ચે કોઇ બાબતને લઇને ખટરાગ ચાલે છે અને તે જુથવાદ આજે ખુલ્લીને સામે આવ્યો
યુવા પ્રમુખની નિમણુક અને ત્યાર બાદની થયેલી વરણીઓ પછી કોગ્રેસમા નારાજગી હતી જે સંમયાતરે સામે આવતી હતી પરંતુ હવે જેમજેમ ચુંટણી નજીક આવી રહી છે તેમ કોગ્રેસનો જુથવાદ લાવા સ્વરૂપે વિરોધના સુરમા સામે આવી રહ્યો છે કદાચ ભલે મોવડીઓની સુચનાથી તે ડામી શકાશે પરંતુ તેનુ પરિણામ ચોક્કસ અંદરખાને કોગ્રેસને 2019ની લોકસભા ચુંટણીમાં ભોગવવુ પડશે જો કે સંપુર્ણ ઘટના પર કોગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહનુ મૌન ઘણુ કહી જાય છે પરંતુ ખુલીને સામે આવેલા કોગ્રેસના જુથવાદની ચર્ચા ન માત્ર કોગ્રેસ પરંતુ અન્ય રાજકીય પાર્ટીઓમાં પણ ચર્ચાનો વિષય બની છે.