Home Crime કચ્છના જાણીતા મહિલા આગેવાન તુલસી સુઝાનને મારી નાખવાની ધમકી – ત્રણ શખ્સો...

કચ્છના જાણીતા મહિલા આગેવાન તુલસી સુઝાનને મારી નાખવાની ધમકી – ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ

2566
SHARE
કચ્છના જાણીતા સામાજિક અને રાજકીય મહિલા આગેવાન તુલસી સુઝાને પોતાને મારી નાખવાની ધમકી આપવા બદલ આદિપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી છે.
આદિપુરના સંતોષી માતા મંદિરના સ્થાપક ટ્રસ્ટી તુલસી સુઝાન દ્વારા આયોજિત શિવ પુરાણ કથાના આયોજન દરમ્યાન યજમાન બનવાના મુદ્દે થયેલી નારાજગીના કારણે ત્રણ શખ્સો દ્વારા ધમકી અપાઈ છે તુલસી સુઝાને આ અંગે આદિપુર પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદ પ્રમાણે સંતોષી માતા ટ્રસ્ટ દ્વારા આયોજિત શિવ પુરાણ કથામાં યજમાન બનવા માટે તેમને હિતેશદાન ગઢવીએ કહ્યું હતું પણ, તેમણે ના પાડી હતી એટલે વિષ્ણુદાન ગઢવી બીજે દિવસે રૂબરૂ આવીને તેમના દ્વારા ટ્રસ્ટને દાન અપાયું હોવાનું જણાવીને ટ્રસ્ટમાં ટ્રસ્ટી બનાવવા દબાણ કર્યું હતું અને દાનમાં આપેલા રૂપિયા પાછા આપવાનું દબાણ કર્યું હતું પણ, તેમણે આપેલો ચેક પાછો ફર્યો હોઈ અને તેમના દ્વારા કોઈ પણ દાન ન અપાયું હોવાની સ્પષ્ટતા પોતે (તુલસી સુઝાને) કરી હોવાનો ખુલાસો કર્યો હતો એટલે ઉશ્કેરાઈને વિષ્ણુદાન ગઢવીએ તેમને રૂપિયા પાછા આપી દેવા નહીં તો જાન થી મારી દેવાની ધમકી આપી હતી પછી ખેતદાન ચારણ તરીકે પોતાની ઓળખ આપીને ફોન કરનાર શખ્સ દ્વારા પણ તુલસી સુઝાનને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

તુલસી સુઝાને કહ્યું-હા, મેં ફરિયાદ કરી છે, તેમાં એક પોલીસ અધિકારી પણ છે

આદિપુર પોલીસ સ્ટેશનમાં થયેલી ફરિયાદ સંદર્ભે ન્યૂઝ4કચ્છે તુલસી સુઝાનનો મોબાઈલ ફોન ઉપર સંપર્ક કર્યો હતો. તેમણે પોતે ત્રણ જણા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હોવાની હકીક્તને સમર્થન આપ્યું હતું. છેલ્લા ત્રણ દિવસથી પોતાને જાન થી મારી નાખવાની ધમકીઓ અપાઈ રહી હોવાનું, ગોળી થી મારી નાખવાની તેમ જ તેમનું અને પરિવારનું જીવવાનું હરામ કરી દેવાની ધમકીઓ અપાઈ હોવાનું તુલસી સુઝાને ન્યૂઝ4કચ્છને જણાવ્યું હતું ધમકી આપનારાઓ પૈકી વિષ્ણુદાન ગઢવી પૂર્વ કચ્છમાં પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવી ગયા હોવાનું પણ તુલસી સુઝાને જણાવ્યું હતું સંતોષી માતા ટ્રસ્ટને કંઈ પણ દાન આપ્યા વગર તેમને ધાક ધમકી કરીને ત્રણેય શખ્સ દ્વારા રૂપિયા માંગી પૈસા પડાવવાનો ઈરાદો હોવાનો આક્ષેપ તુલસી સુઝાને કર્યો હતો પોતે, ધાક ધમકીને વશ થયા વગર ન્યાય માટે પોલીસ ફરિયાદ કરી હોવાનો ખુલાસો પણ તેમણે કર્યો હતો.

જેમની સામે ફરિયાદ થઈ છે તેમણે ટ્રસ્ટ ઉપર નાણાકીય ગોટાળા અને ધાક ધમકીની પોલીસ ને આપી અરજી

દરમ્યાન જાણવા મળતી વિગતો પ્રમાણે એચ. આર. પ્રોકોન નામની વ્યાપારી પેઢીના લેટરપેડ ઉપર હિતેશ ગઢવી દ્વારા આદિપૂરના સંતોષી માતા ટ્રસ્ટ વિરુદ્ધ ગોલમાલ અને ગોટાળાનો આક્ષેપ કર્યો છે જેમાં જણાવ્યા અનુસાર પોતે બે વ્યક્તિઓ જુમાભાઈ રાયમા અને વિષ્ણુદાન ગઢવીની હાજરીમાં સંતોષી માતા ટ્રસ્ટ માટે ૬૦ લાખનું દાન તુલસી સુઝાનને આપ્યું હોવાનું જણાવ્યું છે. પણ, આ દાન ટ્રસ્ટમાં જમા ન થયા હોવાનું પ્રમુખ પ્રેમ લાલવાણીએ કહેતા તેઓ રૂપિયા પરત માંગવા ગયા ત્યારે રૂપિયા આપવાનો ઇનકાર કરી તુલસી સુઝાન ના માણસોએ પોતાને ધાક ધમકી કરી હોવાનું જણાવીને સંતોષી માતા ટ્રસ્ટ સામે ફરિયાદ નોંધી સમગ્ર મામલે પોલીસ તપાસની માંગ કરી છે. જોકે, આ સમગ્ર મામલો હાઇપ્રોફાઇલ હોઈ પોલીસ અત્યારે ફૂંકી ફૂંકીને આગળ વધી રહી છે.