ઉતરાખંડના દહેરાદુન ખાતે હાલમાં રમાતી મર્યાદીત ટી-૨૦ ઓવરની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટીમોની હારજીત અને કઇ ટીમ કેટલા રન બનાવશે તથા રનના તફાવત ઉપર રૂપીયાની હાર જીતનો ક્રિકેટ સટ્ટાનો જુગાર પોત પોતાના મોબાઇલ ફોનમાં ક્રિકેટ મેચને લગતી એપ્લીકેશન ઉપરથી સુરજપર ગામે બસ સ્ટેશનની સામે આવેલા રાધીકા જલ નામના પાણીના પ્લાન્ટ પાસે જાહેરમાં રજીસ્ટ્રેશન નંબર વગરની સફેદ કલરની મારૂતી સ્વીફટ કાર પાસે અમુક ઇસમો ભેગા થઇ સટ્ટો રમાડી રહ્યા હોવાની ચોક્કસ બાતમીના આધારે પ.કચ્છ પોલીસ અધિક્ષકશ સૌરભ તોલંબીયાની સુચના હેઠળ એલ.સી.બી. ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ ભુજ તાલુકા વિસ્તારમાં આ હકીકતનું પગેરૂં દબાવતા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં આ ટુર્નામેન્ટ અંતર્ગતની અફગાનીસ્તાન અને આર્યલેન્ડની ટીમો વચ્ચેની ટી-ર૦ મેચ ચાલુ હોઇ તેમાં આ મેચ કોણ જીતશે, મેચ ડ્રો જશે કે કયો ખેલાડી કેટલા રન બનાવશે ? તેના પર પોતાના ફાયદા સારૂ પૈસાની હારજીતનો ક્રિકેટ સટ્ટાનો જુગાર પોતાના મોબાઇલ ફોનમાં બેટ ફોર વીન નામની એપ્લીકેશન ઉપરથી રમી રમાડી રહેલા 7 જેટલા ઇસમોને ઝડપી પડ્યા હતા તેમની પાસેથી
મુદામાલ
(૧) રોકડા રૂા.૨૫,૨૦૦/-*
(ર) સ્વીફટ કાર કિ.રૂા.૬,૦૦,૦૦૦/-*
(૩) મોબાઇલ ફોન નંગ-૭ કિ.રૂા.૭૫,૦૦૦/-*
(૪) ક્રિકેટ મેચના સટ્ટાના હિસાબની કાચી બુકો નંગ-ર તથા બોલપેન નંગ-૧, કિ.રૂા.૦૦/૦૦*
એમ કુલ્લે કિ. રૂા.૭,૦૦,૨૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીઓ
(૧) રજાક મામદ જુણેજા, ઉ.વ.૪૦, રહે.તૈયબા ટાઉનશીપ, પ્લોટ નં.૯૨-૯૩, ખારીનદી રોડ, ભુજ
(ર)અરૂણ ખીમજીભાઇ પરમાર, ઉ.વફ૩૧, રહે.જયેષ્ઠાનગર, વાધેશ્વરી ચોક, ભુજ
(૩)અભીક ઉર્ફે લખન સ/ઓ શંકરભાઇ રાજદેવ, ઉ.વ.૨૮, રહે.સુરજપર, તા.ભુજ
(૪) રફીક સલીમ લોઢીયા, ઉ.વ.૩૫, રહે.કેમ્પ એરીયા, સ્ટાર બેકરીની સામે, જનતાનગરી, ભુજ
(પ) આકાશ શંકરભાઇ રાજદેવ, ઉ.વ.૨૮, રહે.સુરજપર, તા.ભુજ
(૬)ઉમર ઇસ્માઇલ સોઢા, ઉ.વ.૨૭, રહે.કેમ્પ એરીયા, માંજોઠી મસ્જીદની બાજુમાં, ભુજ
(૭)વિશ્રામ કરશન મેપાણી, ઉ.વ.૪૦, રહે.સુરજપર, તા.ભુજ ની જુગાર ધારાની કલમ ૧૨ મુજબ અટક કરી માનકુવા પો.સ્ટે. ખાતે ફરીયાદ દાખલ કરાવેલ છે.