Home Crime માધાપર નજીક થયેલી રતનાલના આધેડની હત્યાનુ રહસ્ય શુ ? હત્યા બાદ ગુમ...

માધાપર નજીક થયેલી રતનાલના આધેડની હત્યાનુ રહસ્ય શુ ? હત્યા બાદ ગુમ ચોકીદારની સંડોવણીની શંકા મૃતકના પરિવારે કરી વ્યક્ત

1479
SHARE
ભુજના માધાપર નજીક કાર્ગો પાર્કીગ પ્લોટમાં ટ્રકો પાર્ક કરાવી તેનુ સંચાલન કરતા આધેડની આજે સવારે હત્યા કરાયેલી લાશ મળતા અનેક તર્કવિતર્ક થયા હતા અનેર સામાજીક રાજકીય આગેવાનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા મૃતક નારાણભાઇ લખુભાઇ જરૂ(આહિર) ઘણા વર્ષોથી આ સ્થળે પાર્કીગ પ્લોટનુ સંચાલન કરતા હતા પરંતુ આજે સવારે 7 વાગ્યાના અરસામા તેની હત્યા કરાયેલી લાશ મળી હોવાની જાણ તેના પરિવાર અને પોલિસને કરાઇ હતી સ્થળ પર પહોંચેલી પોલિસે કરેલી પ્રાથમીક તપાસમા જ વહેલી સવારે જ તેમની હત્યા થઇ હોવાનુ સ્પષ્ટ થયુ હતુ અને પોલિસે તપાસનો દોર શરૂ કર્યો હતો માથાના પાછળના ભાગે નારાણભાઇને ઉંડા ઘા મારી તેની નિર્મમ હત્યા કરી દેવાઇ હતી જેના આધારે એફ.એસ.એલ સહિતની મદદ લઇ પોલિસે પંચનામા સહિતની કાર્યવાહી પુર્ણ કરી અજાણ્યા હત્યારા સુધી પહોંચવા માટે તપાસ તેજ કરી હતી તો લોકલ ક્રાઇમબ્રાન્ચ સહિતની ટીમો પણ તપાસમા જોડાઇ હતી.

હત્યા બાદ ગુમ ચોકીદારે જ હત્યા કરી હોવાની પ્રબળ સંભાવના

હત્યા અંગે મૃતકના ભાઇ પુત્ર સહિત અનેક સમાજના આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા જેમાં પોલિસે કરેલી પ્રાથમીક તપાસમાં પાર્કીગ પ્લોટની બાજુમાં જ ટ્રકોની ચોકીદારી કરતા જુસબ સુલેમાન કુરેશી હત્યાની ઘટના બાદ અચાનક ગુમ થઇ ગયા છે પરિવારના સભ્યોની આ અંગે પુછપરછ કરતા તેઓએ 1 દિવસ પહેલા જ જુસબ સાથે નારાણભાઇને કોઇ બાબતે બોલાચાલી થઇ હતી તેવુ નિવેદન નોંધવા સાથે હત્યા અંગે તેમના પર શંકા દર્શાવી હતી તો પોલિસે કરેલી તપાસમા પણ જુસબ ગુમ જણાયો હતો જેથી સાંયોગીક પુરાવા એકત્ર કરવા સાથે જુસબને શોધવા માટે પોલિસ કામ કરી રહી હોવાનુ ભુજ DYSP જે.એન.પંચાલે જણાવ્યુ હતુ તો સાથે-સાથે ત્યા રહેલા સી.સી.ટી.વી કેમેરાની પણ પોલિસે તપાસ શરૂ કરી છે.
હત્યાના સમાચારના પગલે સમગ્ર કચ્છમા આ કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે પોલિસની પ્રાથમીક તપાસમાં જ અને પરિવારે જેના પર શંકા વ્યક્ત કરી છે તેની હત્યામાં સંડોવણી હોય તેવી પુરી શક્યતા છે જે આધારે પોલિસે તપાસ શરૂ કરી છે અને હત્યાનુ ચોક્કસ કારણ અને હત્યારાને શોધવા અલગ-અલગ ટીમ કામે લગાડી છે ત્યારે નજીકના સમયમાં જ હત્યાનો ભેદ ઉકેલાઇ જશે એવું પોલીસ માની રહી છે.