લોકસભા ચુંટણીની તૈયારી વચ્ચે આમતો સ્થાનીક સ્વરાજની ચુંટણીમા કોઇને રસ ન હોય તે સ્વાભાવીક છે પરંતુ સામાન્ય કહી શકાય તેવી ચુંટણીમાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે ભુજ પાલિકાની ખાલી પડેલ વોર્ડ નંબર-06ની ચુંટણીએ ભુજમા ભારે ઉત્સુકતા સર્જી હતી તેવામાં કોગ્રેસે તો ચેતન શાહને મેદાને ઉતારવાની જાહેરાત કરી પેપર ફોડી નાંખ્યુ હતુ પરંતુ ફોર્મ ભરવાના થોડા કલાકો પહેલાજ ભાજપે ઉમેદવારના નામની ઘોષણા કરી છેલ્લી ઘડી સુધી ઉમેદવારના નામ પર સસ્પેન્સ જાળવી રાખ્યુ હતુ આજે કોગ્રેસના ઉમેદવાર ચેતન શાહે સવારે 11;30 વાગ્યે ઉમેદવારી નોંધાવી હતી જેમા કોગ્રેસના કાઉન્સીલરો સહિત રાજેન્દ્રસિંહ જાડેજા, નવલસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ ભાટ્ટી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તો બીજી તરફ ભાજપના ભૌમિક વચ્છરાજાની ટાઉનહોલથી સમર્થકોની નારાબાજી સાથે કલેકટર કચેરીએ પહોચ્યા હતા અને 1:30 વાગ્યે ઉમેદવારી નોંધાવી હતી આમ લાંબા સમયથી વોર્ડ નંબર–06મા કોણ ઉમેદવાર મેદાને હશે તે જાણવામાં સૌ કોઇને રસ હતો જેની આતુરતાનો આજે અંત આવ્યો હતો
લોહાણા-જૈન સમાજની દાવેદારી વચ્ચે નાગર સમાજે મેદાન માર્યુ
ભાજપમા વોર્ડ નંબર-06ની ચુંટણી માટે જૈન સમાજ અને લોહાણા સમાજના ઉમેદવારોએ ભારે લોબીંગ કર્યુ હતુ તો ધારાસભ્ય અને દિલિપ શાહ જુથ પોતાના પંસદગીના ઉમેદવારો મેદાને ઉતારવા સહિત નાપસંદ ઉમેદવારો ચુંટણીમાં ઉભા ન રહે તેવા પ્રયત્નોમા પણ સક્રિય હતા તે વચ્ચે લોહાણા સમાજ અને જૈન સમાજના ઇચ્છીત ઉમેદવારો પણ મેદાને હતા પરંતુ અંતે પુર્વ નગરપતિના પુત્ર અને સામાજીક આગેવાન એવા ભૌમીક વચ્છરાજાનીએ મેદાન માર્યુ હતુ.
એક સમયે ભાજપમાંથી જ અપક્ષ ઉમેદવાર ઉભા રહેત પણ સમાધાન થયુ
ભાજપમા જુથબંધી એ કોઇ નવી વાત નથી તેવામાં ભૌમીક વચ્છરાજાની સામે જુના વિરોધને લઇને એક જુથ ભૌમીકને ટીકીટ ન મળે અને લોહાણા સમાજનો કોઇ ઉમેદવાર ટીકીટ મેળવે તેવુ ઇચ્છતા હતા તો સામે પક્ષે એમ જુથ ભૌમીક માટે પ્રયત્નો કર્યા હતા જેમા તેઓ સફળ રહ્યા હતા એક સમયે લોહાણા સમાજના જ એક ઇચ્છીત ઉમેદવાર અપક્ષ ઉમેદવારી કરે તેવી વાતો વહેતી થઇ હતી પરંતુ છેલ્લી ઘડીએ બધુ શાંત થઇ ગયુ અને સમાધાનકારી વલણ સાથે ભાજપે ડેમેજ કન્ટ્રોલ કરી લીધુ.
અનેક ચડાવ ઉતાર અને અન્ય ઉમેદવારોની દાવેદારી વચ્ચે સીધો જંગ ભાજપ-કોગ્રેસના ઉમેદવાર વચ્ચે છે જો કે વોર્ડ નંબર-06માં લોહાણા સમાજના લોકોની વસતી વધુ છે અને કોગ્રેસે પણ મજબુત કહી શકાય તેવા ઉમેદવારને મેદાને ઉતાર્યા છે તેવામાં આંતરીક જુથવાદ વચ્ચે ભાજપના ઉમેદવાર પાસે ચુંટણી જીતવાનો પડકાર છે જો કે અત્યાર સુધી નિરસ રહેલી ચુંટણીમાં ભાજપ કોગ્રેસના ઉમેદવારોએ ઉત્કંઠા જગાવી છે.