પુલવામા હુમલા બાદ દેશ સહિત વિદેશ વસતા ભારતીયોમાં પણ ગમગીની સાથે રોષની લાગણી છે, હુમલાનો ભોગ બનેલા શહીદોને દેશભરમાં શ્રદ્ધાંજલિની સાથે સાથે શહીદોના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ અને સહાયનો ધોધ વહ્યો છે ત્યારે વિદેશમાં વસતા ભારતીયો પણ આ સ્થિતિમાં પોતાની સાક્ષી પૂરીને વતન પ્રત્યેનો ભાવ પ્રગટ કરી રહ્યા છે લંડનના સ્ટેનમોર ખાતે શુક્રવારે કરાયેલા “શહીદોને શ્રદ્ધાંજલિનાં ” કાર્યક્રમમાં 600થી પણ વધુ એન.આર.આઈ લોકોની આંખ ભીની થઈ હતી અને શહીદોના પરિવાર માટે 30 હજાર પાઉન્ડ (27 લાખ 81 હજાર 777) જેટલી રકમ એકત્ર થઈ હતી.
સ્ટેનમોર મંદિર હૉલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વૉરન્ટ ઓફિસર અશોક કુમાર ચૌહાણ, આર્મી ઓફિસર અમિત અદૂર, કાઉન્સિલર ક્રુપેષ હિરાણી સહિતના ભારતીયોએ દેશભક્તિની સાથે સૂરો દ્વારા શ્રધાંજલિ અર્પણ કરી હતી, શામજીભાઈ દબાસિયા,ધનુબેન દબાસિયા, લક્ષ્મણભાઈ વોરા, કસ્તુરબેન વોરા પરિવારના સંયુક્ત આયોજનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ધાર્મિક અને દેશભક્તિના ગીતો દ્વારા વતન પ્રેમ છલકાયો હતો શહીદો અને તેમના પરિવાર પ્રત્યેના લાગણી સભર આ કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત સૌની આંખો ભીની થઈ હતી આ આયોજનમાં સૂર્યકાન્ત જાદવા તથા કચ્છ સાયન્સ ફાઉન્ડેશનના ડો.હીરજીભાઈ ભુડીયા સહિતના સૌ કચ્છી આગેવાનોએ સહયોગી બનીને વતનનું ઋણ અદા કર્યું હતું
આ કાર્યક્રમની ઝલક નિહાળવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો