Home Crime તુલસી સુઝાન ધમકી પ્રકરણ – સાંભળો ઓડિયો કલીપ, પોલીસ અધિકારીએ ખરીદેલા ...

તુલસી સુઝાન ધમકી પ્રકરણ – સાંભળો ઓડિયો કલીપ, પોલીસ અધિકારીએ ખરીદેલા ૧ કરોડના પ્લોટનો મામલો?

4568
SHARE
ગાંધીધામના સામાજિક અને રાજકીય મહિલા આગેવાન તુલસી સુઝાનને અપાયેલી જાન થી મારી નાખવાની ધમકીએ ચકચાર સર્જી છે. ત્રણ દિવસ પૂર્વે આ અંગે આદિપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ સંદર્ભે ધમકી આપનાર ત્રણ આરોપીઓ વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરી આકરા પગલાં ભરવાની માંગણી સાથે વિવિધ સામાજિક અને રાજકીય આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જય સંતોષીમાં ટ્રસ્ટના નેજા હેઠળ લેખિતમાં અપાયેલા આ આવેદનપત્ર આપવામા ટ્રસ્ટના ફરિયાદ કરનાર તુલસી સુઝાન સાથે સામાજિક આગેવાનો મોહન ધારશી ઠકકર, હાજી જુમા રાયમા, ગાંધીધામ ચેમ્બરના આશિષ જોશી, નંદલાલ ગોયલ, કોંગ્રેસના શૈલેન્દ્રસિંહ જાડેજા, વી. કે. હુંબલ, કલ્પના જોશી, રાજેન્દ્રસિંહ જાડેજા, ગની માંજોઠી, નરેશ મહેશ્વરી, અંજલી ગોર સહિત અન્ય આગેવાનો જોડાયા હતા અને ધમકી આપવાના બનાવને વખોડી કાઢી આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

તુલસી સુઝાનને અપાયેલી ધમકીની ઓડિયો કલીપ સાંભળો..

મોબાઈલ ફોન ઉપર અપાયેલી આ ધમકી માં ફોન કરનાર શખ્સ તુલસી સુઝાનને કહે છે, વો મેટર કા ક્યાં હુવા? તુલસી સુઝાન તમે કોણ છો? ફોન કરનાર શખ્સ સાથે તેઓ વાત કરવાની ના પાડે છે, એટલે આપ ફોન નહિ ઉઠાતી હો,એવું કહીને ફોન કરનાર શખ્સ તુલસી સુઝાને જાહેરમાં ગોળી વડે ઉડાડી દેવાની ધમકી આપે છે.

એક નિવૃત પોલીસ અધિકારીએ ૧૨ કરોડનો પ્લોટ ૧ કરોડમાં ખરીદયો? ધમકી પ્રકરણમાં ઉલ્લેખ સાથે પોલીસ અધિકારી વિરુદ્ધ પગલાં ભરવાની માંગ

જય સંતોષીમાં ટ્રસ્ટ ગાંધીધામ દ્વારા અપાયેલા આવેદનપત્રમા જણાવ્યા પ્રમાણે ટ્રસ્ટને ૨૫ વર્ષ પહેલાં લેખરાજભાઈ સિંધી દ્વારા પ્લોટ દાનમાં મળ્યો હતો. તેમનું ૧૫ વર્ષ પહેલાં અવસાન થયું હતું. બાદમાં તેમના પુત્ર દ્વારા આ પ્લોટ વેચવાની તજવીજ હાથ ધરાતા તુલસી સુઝાને પ્લોટ સંતોષીમાં ટ્રસ્ટ ને મળેલો હોઈ એ પ્લોટને વેંચાણ માટે NOC આપવાની ના પાડતા આ પ્લોટ કોઈએ પણ ખરીદયા નહોતા. બાદમાં પૂર્વ કચ્છમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા વિષ્ણુદાન ગઢવીએ તુલસી સુઝાનને ફોન કરીને કહ્યું હતું કે તમારી પાસે રાજભા ગઢવી આવશે એ તમારી સાથે વાત કરશે, એ કામમાં તમે તેમને મદદ કરજો. રાજભા ગઢવીએ તુલસી સુઝાનને રૂબરૂ મળીને કહ્યું કે, સ્વ. લેખરાજભાઈએ તમારા ટ્રસ્ટને દાનમાં આપેલા આદિપુર વોર્ડના. 2/A ના પ્લોટન. SDB ૧૦૫/૧૦૬ ડીવાયએસપી વિષ્ણુદાન ગઢવીએ ખરીદયા છે અને તે પ્લોટને એસઆરસીમાં ટ્રાન્સફર માટે મુક્યા છે, તો આપ તે NOC આપી દેજો. આ સાંભળી ને તુલસી સુઝાન ચોંકી ઉઠ્યા અને તેમણે સ્પષ્ટતા કરી હતી કે, આ પ્લોટ સંતોષીમાં ટ્રસ્ટની પ્રોપર્ટી છે, હું NOC નહીં આપું. થોડા સમય બાદ તુલસી સુઝાન પરિવાર સાથે પારિવારિક સબંધ ધરાવતા જુમાભાઈ રાયમાનો ફોન તુલસી સુઝાનને આવેલ અને ફોન ઉપર જુમાભાઈએ તુલસીબેનને કહ્યું હતું કે, મને ડીવાયએસપી વિષ્ણુદાન ગઢવીનો ફોન આવ્યો હતો અને પ્લોટની NOC જો મેડમ નહીં આપે તો મારા ૧ કરોડ જશે એવું જણાવી મેડમને સમજાવવા કહેલ. આવેદનપત્રમાં આપેલ આ વિગત સાથે એ પણ જણાવાયું છે કે પોલીસ અધિકારી વિષ્ણુદાન ગઢવીએ જે પ્લોટ ખરીદવાની વાત કરી એ ૧ કરોડ ના પ્લોટની માર્કેટ વેલ્યુ ૧૨ કરોડ છે. જો, તુલસી સુઝાન કે ટ્રસ્ટ ફરિયાદ કરશે તો પણ કહીં થશે નહીં હું અહી ડીવાયએસપી છું એવું વિષ્ણુદાન ગઢવીએ કહીને આ પ્લોટ જ્યારે વેચાશે ત્યારે ટ્રસ્ટને પૈસા આપી દેવાની વાત કરી હતી. પણ, હવે ટ્રસ્ટને પૈસા આપવાને બદલે તેઓ ખંડણી માંગી રહ્યા છે. આવેદનપત્રમાં રાજભા વાલાભા ગઢવી, હિતેશ વાલાભા ગઢવી માથાભારે હોવાનું અને તેઓ ગેરકાયદેસર પ્લોટ પડાવવાનો અને દબાણ કરતા હોવાનો આક્ષેપ કરીને તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા જણાવાયું છે.

ટ્રસ્ટના પ્લોટની લેતીદેતીના મામલે ધાકધમકી?

રાજકીય સામાજિક મહિલા આગેવાન તુલસી સુઝાનને મળેલી ધમકીએ કચ્છભરમાં ચકચાર સર્જી છે. સંતોષીમાં મંદિર મધ્યે ૨૮ ફેબ્રુઆરીથી શિવ પુરાણ કથાનો પ્રારંભ થશે. તે વચ્ચે આ સમગ્ર મામલો પેચીદો બની રહ્યો છે. એફઆઈઆર બાદ પોલીસે હજી સુધી ત્રણમાં થી એક પણ આરોપીની ધરપકડ નથી કરી. જોકે, આ ધમકી પ્રકરણના સમગ્ર બનાવનું મૂળ પ્લોટની લેતીદેતી અને NOC હોવાનું જણાઈ રહ્યું છે.