Home Current કચ્છ સરહદે નુંધાતડ પાસે ભારતીય વાયુસેનાએ શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન વિમાન તોડી પાડ્યું

કચ્છ સરહદે નુંધાતડ પાસે ભારતીય વાયુસેનાએ શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન વિમાન તોડી પાડ્યું

3579
SHARE
જમ્મુ કાશ્મીરમાં ભારત દ્વારા આજે મધરાતે કરાયેલ સર્જીકલ સ્ટ્રાઈકની સનસની વચ્ચે કચ્છમાં પણ શંકાસ્પદ ડ્રોન વિમાને દોડધામ સર્જી હતી પાકિસ્તાની સરહદેથી કંઈ પણ હિલચાલ થશે એવી આશંકા સાથે કચ્છ બોર્ડર ઉપર હાઈ એલર્ટ છે તે વચ્ચે આજે સવારે ૬/૩૦ વાગ્યાના અરસામાં અબડાસા તાલુકાના નુંઘાતડ ગામના ગ્રામજનોએ મોટો ધડાકો સાંભળ્યો હતો. ધડાકાના કારણે ભય વ્યાપ્યો હતો ધડાકાના પગલે ગામની સીમ તરફ દોડી ગયેલા ગ્રામજનોએ કોઈ ઉડતા પદાર્થના પુર્જાઓ જમીન ઉપર પડેલા જોયા હતા આ ઘટનાને પગલે પોલીસને જાણ કરતા પોલીસ ઉપરાંત બીએસએફના જવાનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. દરમ્યાન સૂત્રોના જણાવ્યા પ્રમાણે આકાશમાં કોઈ ઉડતા અજાણ્યા પદાર્થની હિલચાલ દેખાતા ભારતીય વાયુસેનાએ તે આકાશી પદાર્થ ઉપર હુમલો કરી તેને તોડી પાડ્યું હતું આ ઉડતો પદાર્થ ડ્રોન હોવાનું જાણવા મળી રહ્યું છે આ ડ્રોન વિમાન પાકિસ્તાન દ્વારા ભારતીય હદમાં થતી હિલચાલ ઉપર નિરીક્ષણ કરવા મોકલવામાં આવ્યું હોવાનું અથવા તો ભારતીય સેના સાબદી છે કે નહીં તે જાણવા મોકલાયું હોવાનું મનાઇ રહ્યું છે જોકે, અત્યાર સુધી બીએસએફ , વાયુસેના અથવા તો પોલીસે આ ઘટનાને સમર્થન નથી આપ્યું પણ, તમામ એજન્સીઓ ઘટના સ્થળે નુંઘાતડ ગામે પહોંચી ગઈ છે આ ઘટના પછી કચ્છમાં હાઈ એલર્ટ સાથે સુરક્ષાના ચાંપતા પગલાં લેવામાં આવી રહયા છે.