Home Current છબીલ પટેલ સાથે ટેલિફોનિક સંપર્ક હોવાની શંકાના આધારે સીટની ટીમે કચ્છમાંથી મીડિયા...

છબીલ પટેલ સાથે ટેલિફોનિક સંપર્ક હોવાની શંકાના આધારે સીટની ટીમે કચ્છમાંથી મીડિયા સાથે સંકળાયેલા યુવકને ઉઠાવતાં ચકચાર

2184
SHARE
જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં સીટની ટીમે ગાંધીધામમાંથી એક યુવાનને ઉઠાવતા એક તબક્કે પ્રચાર પ્રસાર માધ્યમ સાથે સંકળાયેલા આ યુવાનના અપહરણ થયાના સમાચારો વહેતા થયા હતા. જોકે, આ બાબતે પૂર્વ કચ્છ પોલીસે તરત જ તપાસ હાથ ધરીને ખુલાસો કર્યો હતો કે એ યુવાનનું અપહરણ નથી થયું, પણ સીટની પોલીસ ટીમ પૂછપરછ માટે લઈ ગઈ છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પૂર્વ કચ્છમાં પ્રચાર પ્રસાર માધ્યમ સાથે સંકળાયેલો આ યુવાન છબીલ પટેલ સાથે ટેલિફોનિક સંપર્ક માં હોવાની શંકાના આધારે સીટની પોલીસ ટીમ પૂછપરછ કરવા આ યુવાનને લઈ ગઈ છે હાલ તુરત સીટ દ્વારા સતાવાર રીતે કોઈ માહિતી આપવામાં નથી આવી, જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં પોલીસની તપાસમાં હવે વેગ આવી રહ્યો છે ત્યારે સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીટની પોલીસ ટીમ છબીલ પટેલ કે જેની સામે આરોપ છે એવા લોકો સાથે ટેલિફોનિક સંપર્ક ધરાવતા અન્ય વ્યક્તિઓની પણ પૂછપરછ કરી શકે છે હાલ તુરત તો છબીલ પટેલ સાથે ટેલિફોનિક સંપર્ક ધરાવનારની હાથ ધરાયેલ પૂછપરછ પછી અન્ય વ્યક્તિઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે જોકે, કચ્છમાં જાહેર જીવનના રાજકીય વ્યક્તિ તરીકે પૂર્વ ધારાસભ્ય અને એક ખેડૂત, હોટેલિયર, માઇનિંગ ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ છબીલ પટેલ કચ્છના અનેક લોકો સાથે ટેલિફોનિક સંપર્કમાં હોય તે સ્વાભાવિક છે પણ, પોલીસની તપાસ જેન્તી ભાનુશાલી હત્યા કેસને સાંકળતી કડીઓ સાથે છે અત્યાર સુધીમાં આ કેસમાં ૪ શખ્સોને જેલ હવાલે કરાયા છે જેમાં રાહુલ/નીતિન પટેલ એ બન્ને કચ્છના છે અને રેલડીમાં નારાયણ ફાર્મ મધ્યે છબીલ પટેલના ભાગીદાર છે જ્યારે બે શાર્પ શૂટરો શશીકાંત કામ્બલે અને અશરફ શેખ બન્ને પુના મહારાષ્ટ્રના છે હજી એક પુનાના શખ્સ વિશાલ કામ્બલેની પોલીસ પૂછપરછ કરી આ હત્યા કેસનો તાળો મેળવી રહી છે ખુદ છબીલ પટેલ વિદેશ હોવા છતાંયે તેમણે ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જમીનની અરજી કરી છે જ્યારે તેમના પુત્ર સિદ્ધાર્થ છબીલ પટેલ દ્વારા અંજારની કોર્ટમાં કરેલ આગોતરા જામીનની અરજી પરત ખેંચી લીધી છે. જોકે જ્યંતી ભાનુશાળીના પરિવાર દ્વારા થયેલી ફરિયાદમાં ઉલ્લેખ કરાયેલા તમામ આરોપીઓ હજું પોલીસ પકડથી દૂર છે પરંતુ મુખ્ય સૂત્રધાર ગણાતા છબીલ પટેલની સંડોવણીની તપાસમાં નવી કડીઓ ખુલી રહી છે લાગે છે કે, જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં હજી નવા કડાકા ભડાકા થશે.