Home Crime આરટીઆઇ એક્ટીવીસ્ટ હેનરી ચાકો ઉપર હુમલો અને જાન થી મારી નાખવાની ધમકીથી...

આરટીઆઇ એક્ટીવીસ્ટ હેનરી ચાકો ઉપર હુમલો અને જાન થી મારી નાખવાની ધમકીથી ભુજમાં ચકચાર

3368
SHARE
ભુજના જાણીતા આરટીઆઇ એક્ટીવીસ્ટ એડવોકેટ હેનરી ચાકો ઉપર બનેલા હુમલાના બનાવે ચકચાર સર્જી છે. ભુજ બી ડિવિઝન પોલીસમાં હેનરી ચાકો એ આ અંગે લખાવેલી ફરિયાદ પ્રમાણે ગઈકાલે સાંજે ૫/૩૦ વાગ્યે તેમના ઉપર બે અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો હતો. જે પૈકી એક ઇસમે તેમને બેઝ બોલ વડે માર માર્યો હતો. પોલીસ ફરિયાદ માં હેનરી ચાકોના જણાવ્યા પ્રમાણે ગઈ કાલે તેમને મોબાઈલ ફોન ઉપર નખત્રાણા થી કોઈ અજાણ્યા ઇસમનો ફોન આવ્યો હતો અને તે તેમને મળવા માંગતો હોઈ પોતે ૫/૩૦ વાગ્યે પોતાની ઓફિસ હોસ્પિટલ રોડ ઉપર મળશે એવું જણાવ્યું હતું. તેઓ ઓફિસે પહોંચ્યા ત્યારે ફરી ફોન આવતા પોતે ઓફિસે પહોંચી ગયા હોવાનું જણાવ્યું હતું. એટલે એ અજાણ્યો ઈસમ તેમને મળવા આવ્યો હતો અને સામાન્ય વાતચીત પછી ઉશ્કેરાઈ ને અપશબ્દો બોલવા લાગ્યો હતો. તે દરમ્યાન અચાનક બીજો ઈસમ સામે થી બેઝબોલ સાથે દોડતો આવ્યો હતો અને તેમના ઉપર હુમલો કર્યો હતો. તે સમયે અન્ય દુકાનવાળાઓએ તેમને છોડાવ્યા હતા. એટલે જતાં જતાં બંને ઈસમોએ આ વખતે ભલે બચી ગયો પણ હવે તું નહીં બચે એવી ધમકી આપી હતી. હેનરી ચાકોએ પોતાની ફરિયાદમાં જેન્તી ઠકકર ડુમરાવાળા ઉપર શંકા વ્યક્ત કરી છે. પોતે જેન્તી ઠકકરના બેંક કૌભાંડ અંગે સીઆઇડી ક્રાઇમ માં ફરિયાદ કરી હોઇ તેમણે હુમલો કરાવ્યાની શંકા વ્યક્ત કરી છે. આરટીઆઇ એક્ટીવીસ્ટ એડવોકેટ હેનરી ચાકો ઉપરના હુમલાની પોલીસ ફરિયાદને પગલે ભુજ બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.