Home Current લોકસભા ચૂંટણી ૪૦ ફોર્મ ઉપડ્યા, ગાંધીધામ, ભુજમાંથી ઓબ્ઝર્વર રાખશે નજર,મતદાન માટે ૪૦...

લોકસભા ચૂંટણી ૪૦ ફોર્મ ઉપડ્યા, ગાંધીધામ, ભુજમાંથી ઓબ્ઝર્વર રાખશે નજર,મતદાન માટે ૪૦ હજાર છાત્રોની ચળવળ

977
SHARE
કચ્છ મોરબી લોકસભા ચૂંટણીના ઉમેદવારી પત્ર ભરવાના જાહેરનામાના પ્રથમજ દિવસે ૨૮ માર્ચે ૪૦ ફોર્મ ઉપડ્યા હતા. ભાજપ, કોંગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષો સહિત લોકસભામાં ઉમેદવારી કરવા ઇચ્છુક અન્ય ઉમેદવારો દ્વારા આજે ૪૦ જેટલા ઉમેદવારીપત્રનો ઉપાડ કરાયો હતો. કચ્છ જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી એમ.બી. પ્રજાપતિએ ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા માહિતી આપી હતી કે, કચ્છ લોકસભા બેઠક ઉપર ચૂંટણી લડનાર ઉમેદવારોના ખર્ચ ઉપર નજર રાખવા માટે ચૂંટણી પંચ દ્વારા નિમાયેલા બે ખર્ચ ઓબ્ઝર્વર IRS અધિકારીઓ આજે પહોંચી આવ્યા છે જે પૈકી તામિલનાડુથી આવેલા એસ. મુરૂથુંપાંડિયન મોબાઇલ નંબર 8547000968 ગાંધીધામના ઇફકો ગેસ્ટ હાઉસમાં મળી શકશે જ્યારે આંધ્રપ્રદેશથી આવેલા બી. રમનજાનૈયું મોબાઈલ નંબર 9871205533 ભુજના ઉમેદભુવન મધ્યે મળી શકશે ૨૮ માર્ચ થી ૪ થી એપ્રિલ સુધી (રજાના દિવસ સિવાય) ઉમેદવારી પત્રો ભરી શકાશે.

ચૂંટણી સ્ટાફ માટે ૧૦ હજાર મેડિકલ કીટ, મતદાન માટે ૮૦૦ જેટલા સરકારી, ખાનગી વાહનો

લોકસભા ૨૦૧૯ની આ ચૂંટણીમાં કચ્છની વાત કરીએ તો કુલ ૧૮૫૨ મતદાન મથકોમાં મતદાન થશે મતપેટીઓ લઈ જવા અને લઈ આવવા માટે ૧૯૧ ઝોનલ રૂટ નક્કી કરાયા છે મતદાન માટે કચ્છ જેવા મોટા જિલ્લામાં ૨૦૦ જેટલી એસ. ટી. બસ જોઈશે. તે સિવાય સ્ટાફ, પેરા મિલિટરી ફોર્સ, પોલીસ, વિજિલન્સ ટીમ વગેરે માટે ૫૦૦ જેટલા નાના મોટા ખાનગી અને ૧૦૦ જેટલા સરકારી વાહનો સહિત ૮૦૦ થી વધુ વાહનો જોઈશે.

કલેકટર રેમ્યા મોહનની મતદાન જાગૃતિ માટે અનોખી ચળવળ

કચ્છના કલેકટર રેમ્યા મોહન દ્વારા મતદાન જાગૃતિ માટે વિવિધ પગલાં ભરાઈ રહ્યા છે. કલેકટર સતત બેઠકો દ્વારા સરકારી અધિકારીઓ, કર્મચારીઓને મતદાન જાગૃતિ માટે વિવિધ સ્લોગનો, બેનરો તેમજ સોશ્યલ મીડીયા દ્વારા પ્રચાર પ્રસાર માટે અપીલ કરી રહ્યા છે તો, આજે ભુજમાં કલેકટર રેમ્યા મોહનની ઉપસ્થિતિમાં તેની સમાંતર જિલ્લામાં આજે દસે દસ તાલુકા મથકોએ ધોરણ ૧૧/૧૨ અને કોલેજના વિદ્યાર્થીઓ ૪૦ હજાર જેટલા વિદ્યાર્થીઓએ રેલી સ્વરૂપે મતદાન જાગૃતિની ચળવળમાં જોડાયા હોવાનું નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રજાપતિએ જણાવ્યું હતું.

ઉમેદવારોએ આપવી પડશે સોશ્યલ મીડિયાની માહિતી

ઉમેદવારો માટે ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડીયા માટે નાયબ જિલ્લા માહિતી અધિકારી કે. એમ. ત્રિવેદીના માર્ગદર્શન નીચે MCMC કમિટી દ્વારા મીડીયા કવરેજનું મોનીટરીંગ શરૂ થઈ ગયું છે તો, પ્રથમ જ વાર સોશ્યલ મીડીયા માટે પણ એક્સપર્ટ નિમાયા છે કચ્છ યુનિવર્સિટીના આઇ.ટી. વિભાગના પ્રોફેસર ડી. ડી. છાંગા ઉમેદવારોના સોશ્યલ મીડીયા એકાઉન્ટ ઉપર નજર રાખશે નાયબ ચૂંટણી અધિકારી શ્રી. પ્રજાપતિએ ન્યૂઝ4કચ્છને આપેલી માહિતી અનુસાર લોકસભાની ચૂંટણી લડતા ઉમેદવારોએ તેમના ટ્વીટર, ફેસબૂક, પર્સનલ બ્લોગ જેવા એકાઉન્ટની આઈડી ફરજીયાત આપવી પડશે. જો, ઉમેદવારો કોઈ પ્રોફેશનલ્સની મદદ લઈને તેમના ફોલોઅર્સ વધારતા હોય, પ્રચાર પ્રસારનો કોઈ વીડિયો બનાવ્યો હોય, કાર્ટુન કે સોશ્યલ મીડિયામાં વ્યંગ કરતા કોઈ મિમ્સ બનાવ્યા હોય તો તે તમામના બિલો અને ખર્ચની રકમ તેમણે બતાવવી પડશે સોશ્યલ મીડિયાના પ્રચાર પ્રસારમાં આચારસંહિતા ભંગની ફરિયાદ ઉપર પણ ચૂંટણી તંત્રની નજર રહેશે.