બુધવારે કચ્છ યુનિવર્સિટીમાં પૂર્વ નગરસેવક હમીદ ભટી ઉપર થયેલ જીવલેણ હુમલાની ઘટના અને તેના વળતા જવાબમાં ભીડ નાકે આવેલ મુસ્તાક પાન સેન્ટરમાં તોડફોડ અને લૂંટની ઘટનાએ ભુજ સહિત સમગ્ર કચ્છમાં ચકચાર સર્જી હતી આ સંદર્ભે સામસામે બન્ને પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. જોકે, ગઈકાલ બપોરથી ભુજમાં ધડબડાટી સર્જનાર આ ઘટના સતત ટોક ઓફ ધ ટાઉન રહી છે કંઇક નવાજુની થશે એવી લોકચર્ચા વચ્ચે પોલીસે ઝડપભેર કાયદેસર કાર્યવાહી કરીને બન્ને પક્ષે ૧૧ આરોપીઓને ઝડપી લીધા છે. હમીદ ભટી ઉપર હુમલો કરનારા પૈકી પાંચ આરોપીઓ (૧) અબ્દુલ હમીદ સમા, (૨) મહેબૂબ અલીમામદ બાફણ, (૩) આરીફ રશીદ લાંગાય, (૪) ઇમરાન રમજુ માજોઠી, (૫) આરીફ નૂરમામદ જીજાને ઝડપીને પોલીસે કોર્ટમાં રજૂ કરી તેમના બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે જ્યારે હમીદ ભટી જૂથના ૬ આરોપીઓએ હુમલાની ઘટના બાદ કચ્છ યુનિવર્સીટીમાં ઇબ્રાહિમ કુંભાર નામના યુવાનને મારકૂટ કરી હતી હમીદ અંગે માહિતી આપ્યાની શંકાના આધારે આ ઘટના બની હતી જોકે, ઇબ્રાહિમે સ્પષ્ટતા કર્યા બાદ તેઓ ચાલ્યા ગયા હતા પણ, કચ્છ યુનિવર્સિટીના સીસી ટીવી ફૂટેજમાં ખુલ્લી તલવાર અને હથિયાર સાથે આરોપીઓ નજરે પડ્યા હતા. પોલીસે તેમની ઓળખ કરી ને સફેદ સ્કોર્પિયો કાર અને હથિયારો સાથે આ આરોપીઓ (૧) અબ્દુલ્લા હાસમ સમા, (૨) જાવેદ હુસેન જીયેજા, (૩) મામદ ઓસમાણ સમા, (૪) ઇસ્માઇલ તારમામદ ચાકી, (૫) અલ્તાફ અબ્દુલ મોખા, (૬) રહેમતુલ્લા ભચુ સુમરાની ધરપકડ કરી છે.
જ્યારે ભુજના ભીડ નાકે મુસ્તાક પાન સેન્ટર માં તોડફોડ અને ૬૫૦૦ રૂપિયાની લૂંટ ચલાવવા બદલ શોએબ રમજુ હિંગોરજાએ ફૂલ ૧૨ શખ્સો વિરુદ્ધ ફરિયાદ લખાવી હતી. જેમાં ૭ના નામ (૧) બાબુ સમા, (૨) મમભા બકાલી, (૩) વ્હાબ અબ્દુલરહીમ સમા, (૪) હસન સીદીક ભટી, (૫) હાસમ બકાલી, (૬) ઇસ્માઇલ તારમામદ ચાકી, (૭) અલ્તાફ અબ્દુલ મોખા અને ૫ અજાણ્યા શખ્સોનો સમાવેશ થાય છે બે દિવસ થયા ભુજમાં ચકચારી બનેલ આ ઘટના સંદર્ભે પોલીસે કરેલી કાર્યવાહી વિશે ડીવાયએસપી જે. એન. પંચાલે મીડીયાને માહિતી આપી હતી.