Home Crime ભુજ આવી રહેલ આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી માળીયા મીંયાણા પાસે લાખોના પાર્સલ...

ભુજ આવી રહેલ આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી માળીયા મીંયાણા પાસે લાખોના પાર્સલ લઈ લૂંટારું ગેંગ છૂ – પોલીસની નાકાબંધી

3200
SHARE
મધરાતે આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી લાખોના પાર્સલની લઈને લૂંટારું ગેંગ નાસી છૂટતાં સનસનાટી મચી જવા પામી છે આ સમગ્ર ઘટનાની મળતી વિગતો પ્રમાણે જૂનાગઢ-ભુજ એસ.ટી. બસમાં રાજકોટની આંગડીયા પેઢીનો એચ. પ્રવિણકુમારનો કર્મચારી નિકુંજ લાખોના સોના ચાંદીના પાર્સલો લઈને ભુજ આવી રહ્યો હતો ત્યારે માળીયા મીંયાણા હાઇવે ઉપર આવેલ માધવ હોટલ પાસે રાત્રે ૧૨/૩૦ વાગ્યે ચા પાણી માટે એસ.ટી. બસ ઉભી રહી હતી એ સમયે નિકુંજ ચા પાણી પીવા નીચે ઉતરતા તેની સીટની પાછળ બેઠેલો પ્રવાસી આંગડીયા પેઢીનો થેલો લઈને નીચે ઉતરી કારમાં બેસી નાસી છૂટ્યો હતો વ્હાઇટ કલરની સ્વીફ્ટ કારમાં બેસીને લાખોના સોના ચાંદી સાથેની માલમતા લઈને નાસતી લૂંટારું ગેંગને જોઈને નિકુંજ દોડ્યો હતો પણ, લૂંટારું ગેંગ લાખોની મતા સાથે છૂ થઈ ગઈ હતી તરતજ નિકુંજભાઈએ પોલીસને જાણ કરતા માળીયા મીંયાણા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પીએસઆઇ જે. ડી. ઝાલા અને પોલીસ કાફલાએ મધરાતથી સતત તપાસ શરૂ કરી હતી પણ, લૂંટારું ગેંગ નાસી છૂટવામાં સફળ રહી હતી પ્રાથમિક તબક્કે ૨૫ થી ૩૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ લૂંટાયો હોવાનું જાણવા મળે છે હજી વધુ તપાસ ચાલુ છે જોકે, એસટી બસમાંથી થેલો લઈને નાસતા અને વ્હાઇટ સ્વીફ્ટ કારમાં બેસતાં લૂંટારું શખ્સની આ આખી ઘટના હોટેલના સીસી ટીવી ફુટેજમાં કેદ થઈ હોઈ પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે લૂંટારું ટોળકીએ બસમાં અવરજવર કરતા આંગડીયા પેઢીના કર્મચારીની રેકી કરીને આ આખીયે ઘટનાને અંજામ આપ્યો હોવાનું જણાઈ રહ્યું છે.