Home Current કચ્છ બેઠક ઉપર કુલ ૧૪ ઉમેદવારોનું નામાંકન – વિનોદ ચાવડાએ ભર્યા ૪...

કચ્છ બેઠક ઉપર કુલ ૧૪ ઉમેદવારોનું નામાંકન – વિનોદ ચાવડાએ ભર્યા ૪ ફોર્મ,જાણો બધા ઉમેદવારોના નામ

2829
SHARE
કચ્છ મોરબી લોકસભા બેઠકના નામાંકનના અંતિમ દિવસ ૪થી એપ્રિલે ડમી ઉમેદવારો સહિત કુલ ૧૪ ઉમેદવારોએ નામાંકન ભર્યા છે કચ્છ જિલ્લા ચૂંટણી શાખાની સતાવાર યાદી પ્રમાણે જે ૧૪ ઉમેદવારોના નામાંકન આવ્યા છે તેમના નામ આ પ્રમાણે છે.
મુખ્ય રાજકીય પક્ષોમાં (૧) ભારતીય જનતા પાર્ટીના – વિનોદ ચાવડા (૨) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના- નરેશ મહેશ્વરી તેમના સિવાય ડો. પ્રવિણ તોગડીયાના પક્ષ (૩) હિન્દુસ્તાન નિર્માણ દળ ના – પ્રવિણ ચાવડા- તો માયાવતીના પક્ષ (૪) બહુજન સમાજ પાર્ટીના ભાણજી કેનિયા, અન્ય રાજકીય પાર્ટીઓની વાત કરીએ તો (૫) બહુજન મુક્તિ પાર્ટીના- દેવજી વાછિયા મહેશ્વરી, (૬) ન્યુ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ પાર્ટીના ધીરુભાઈ બાબુલાલ શ્રીમાળી, (૧૦) રાષ્ટ્રીય પાવર પાર્ટીના બાલુબેન મહેશ સોંદરવા જ્યારે અપક્ષ તરીકે (૮) મનીષાબેન ભરત મારૂ, (૯) બાબુલાલ અમરશી વાઘેલા, (૧૦) કંચનબેન કાનજી મહેશ્વરી, (૧૧) ભીમજી ભીખાભાઇ તે ઉપરાંત નામાંકન કરનારામાં ભાજપ વતી (૧૨) અશોક હાથી,
કોંગ્રેસ વતી (૧૩) વાલજી દનીચા, બસપા વતી (૧૪) લખુભાઈ વાઘેલા એ નામાંકન ભર્યા છે.

વિનોદ ચાવડા એકલાના જ ૪ ફોર્મ

ભાજપ વતી ઉમેદવારી નોંધાવનાર વિનોદ ચાવડાએ ૪ ફોર્મ ભર્યા છે જ્યારે ભાજપના ડમી ઉમેદવાર અશોક હાથીએ ૨ ફોર્મ ભર્યા છે. વર્તમાન સાંસદ વિનોદ ચાવડાએ ચાર ફોર્મ ભરવાનું કારણ કોઈ એક ફોર્મમાં ક્યાંયે કોઈ ભૂલચૂક રહી ગઈ હોય તો અન્ય ફોર્મ કામ આવી શકે ટેકનિકલી ભૂલચૂક વાળું ફોર્મ રદ ગણાય ત્યારે વધારાનું ભરેલું નવું ફોર્મ ફરી માન્ય રહી શકે છે એક ઉમેદવાર એકથી વધુ ચાર ફોર્મ રજૂ કરી શકે છે ઉમેદવારીના ફોર્મમાં ઝીણામાં ઝીણી વિગતો ભરવાની હોય છે.

અંતિમ ચિત્ર ક્યારે થશે ક્લિયર?

ઉમેદવારોના નામાંકન પત્રની ચકાસણી ૫મી એપ્રિલ દરમ્યાન થશે જ્યારે જે ઉમેદવાર પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચવા માંગતા હોય તેઓ ૬ ઠી ,૭ મી અને ૮ મી એપ્રિલ બપોરે ત્રણ વાગ્યે સુધી પોતાનું ઉમેદવારીપત્ર પાછું ખેંચી શકશે મોરબી કચ્છ લોકસભા બેઠકના ૨૦૧૯ના કેટલા ઉમેદવારો મેદાનમાં છે તે ઉમેદવારોના નામોનું અંતિમ ચિત્ર ૮મી એપ્રિલે સાંજે ક્લિયર થઈ જશે.