લોકસભાની ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ભુજના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા શહેરના વિવિધ વિસ્તારો, મંગલમ ચાર રસ્તા, નવું બસ સ્ટેશન, હમીરસર, સંજોગનગર, ખારસરા ગ્રાઉન્ડ, મટન માર્કેટ, ભીડ નાકા, અનમ રિંગ રોડ, વાણિયાવાડ પોલીસ ચોકી, જુના બસ સ્ટેશન, આલ્ફ્રેડ હાઈસ્કૂલ થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફ્લેગ માર્ચ પૂર્ણ થઈ હતી પશ્ચિમ કચ્છના ડીએસપી સૌરભ તૌલુંબિયાની આગેવાનીમાં ડીવાયએસપી બી. એમ. દેસાઈ, જે. એન. પંચાલ, એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો સ્ક્વોડ, ટ્રાફિક પોલીસ, માનકુવા પોલીસ સ્ટેશન, પદ્ધર પોલુસ સ્ટેશન, પોલીસ હેડક્વાર્ટરના ૧૪ પોલિસ અધિકારીઓ અને ૧૦૦ જવાનો જોડાયા હતા ભુજમાં કાયદો અને વ્યવસ્થા સામે સર્જાયેલા પડકારને ડામી દેવા અને ચૂંટણી દરમ્યાન ભુજમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ સાથે પોલીસે આ ફૂટ માર્ચ યોજી હતી.