કચ્છના જાહેરમાર્ગો મોટા અને વિશાળ બન્યા, ટ્રાફીક નિયમન માટે ફ્લાયઓવર પુલ બન્યા છતાંયે અકસ્માતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે આજે સવારે ગાંધીધામથી કંડલા જતા હાઇવે ઉપર બનેલા માર્ગ અકસ્માતે કંડલા કોમ્પ્લેક્સમાં ચિંતા સાથે ચકચાર સર્જી હતી વહેલી સવારે કંડલા પોર્ટ તરફ કન્ટેનર સાથે જતું મહાકાય ટ્રેઇલર ફ્લાયઓવર પુલ પરથી નીચે જાહેર માર્ગ ઉપર ખાબકયું હતું અકસ્માતની આ ઘટનાએ રસ્તા ઉપર સવારે ભાગદોડ સાથે ઉચાટ સર્જ્યો હતો દરમ્યાન બિનસત્તાવાર રીતે મળતી માહિતી પ્રમાણે ટ્રેઇલર નીચે ખાબકયું ત્યારે મહાકાય કન્ટેનર નીચે ત્રણેક રાહદારીઓ અથવા તો વાહનચાલકો દબાયેલા હોઈ શકે છે જોકે, અત્યારના તબક્કે માત્ર આશંકા વ્યક્ત કરાઈ રહી છે પણ ખરી વાસ્તવિક સ્થિતિ સ્થળ ઉપરથી કન્ટેનર હટાવ્યા પછી જ ખબર પડશે સમગ્ર બનાવની તપાસ ગાંધીધામ બી. ડિવિઝન પોલીસે શરૂ કરી છે સ્થળ ઉપરથી કન્ટેનર હટાવવાની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે કંડલા બંદરે મહાકાય વાહનોની અવરજવર વધ્યા બાદ રસ્તા અને ફ્લાયઓવર પુલ બનાવાયા છે, પણ તેમ છતાં વાહનકસ્માતોના બનાવો વધી રહ્યા છે તેનું કારણ બેફામ ઝડપ અને દારૂ પીને વાહન ચલાવવાની બેજવાબદારી ભરી હરકત જવાબદાર છે.