
મુંબઈમાં હેડ ઓફિસ અને ભુજમાં પોતાનું કામકાજ ધરાવતી કંપનીની વેબસાઈટ હેક કરી કંપનીને આર્થિક નુકસાન પહોંચાડવામાં ભુજના યુવાનની સંડોવણીએ ચકચાર સર્જી છે આ સમગ્ર ઘટના અંગે મુંબઇના એક અંગ્રેજી અખબારમાં આવેલા અહેવાલમાં મુંબઈના માટુંગા પોલીસ સ્ટેશન દ્વારા કરાયેલ કાયદેસર કાર્યવાહીનો હવાલો ટાંકવામાં આવ્યો છે મુંબઈ પોલીસે સાયબર ક્રાઇમ અને આઇટી હેકટ હેઠળ ભુજમાં રહેતા ૨૪ વર્ષીય યુવાન દીપેશ બુદ્ધભટ્ટીની ધરપકડ કરી છે મુંબઈની કંપનીના ભુજના પ્રોજેકટમાં દીપેશ બુદ્ધભટ્ટી કામ કરતો હતો પણ, વચ્ચે તેને પગાર સમયસર ન મળતા દીપેશે કંપની છોડી દીધી હતી જોકે, ટેક્નોક્રેટ એવા દીપેશે ઓન લાઈન બિઝનેસ ધરાવતી મુંબઈની કંપનીની બે વેબસાઇટ હેક કરી લીધી હોવાનો કંપનીએ આક્ષેપ કરીને પોતાનો તમામ બિઝનેસ ઓનલાઈન હોવાથી કંપનીને વેબસાઈટ હેકીંગ થવાના કારણે મોટું આર્થિક નુકસાન થયું હતું ગત એપ્રિલ ૧૮ થી જૂન ૧૮ દરમ્યાન બબ્બે વેબસાઇટ હેક થવાના કારણે મોટું આર્થિક નુકસાન ભોગવનાર કંપનીએ વેબસાઈટ હેક કરનારનો અંતે પત્તો મેળવ્યો હતો ભુજના દીપેશ બુદ્ધભટ્ટીએ કંપનીની બે વેબસાઈટ હેક કરી સર્વર ડાઉન કરી નાખ્યા હતા, પરિણામે કસ્ટમર સાથે ઓનલાઈન બિઝનેઝ કરવામાં કંપનીને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો જોકે, કંપનીએ મુંબઈના પરા માટુંગા મધ્યે પોલીસ ફરિયાદ કરી હતી પોલીસ ફરિયાદ બાદ તપાસમાં સાઇબર ક્રાઇમનો રેલો ભુજમાં નીકળતા મુંબઈ પોલીસ ભુજના દીપેશ બુદ્ધભટ્ટીની ધરપકડ કરી હતી ભુજના દીપેશની અત્યારે મુંબઈ પોલીસ પૂછપરછ કરી રહી છે.
આજની નવી પેઢીના યુવાનો માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે અંગત વાંધા માટે કોઈ કંપની કે વ્યક્તિને વ્યવસાયિક રીતે કે પછી શારીરિક માનસિક રીતે નુકસાન પહોંચાડવું ગુનો બને છે સામેની વ્યક્તિને વેર વાળવા માટે કે પછી બતાવી દેવા માટે જાણતાં કે અજાણતાં ગુનો કરવાનું ભારે પડી શકે છે.