૨૦૧૯ લોકસભા બેઠકની ચૂંટણીમાં કુલ ૧૪ ઉમેદવારોએ પોતાના નામાંકનપત્ર ભર્યા હતા ૪ એપ્રિલના નામાંકન પત્રની મુદત પુરી થયા બાદ આજે ફોર્મ ચકાસણી દરમ્યાન ૪ ઉમેદવારોના ફોર્મ રદ્દ કરાયા છે જે પૈકી બે ડમી ઉમેદવારો છે. (૧) ભાજપના ડમી ઉમેદવાર તરીકે અશોક ભીમજી હાથી (૨) કોંગ્રેસના ડમી ઉમેદવાર વાલજી પુનમચંદ દનીચા તે સિવાય અન્ય બે ઉમેદવારો (૩) ભાણજી ખીમજી કેનિયા અને (૪) કંચનબેન મહેશ્વરીના ફોર્મ ટેક્નિકલ ક્ષતિના કારણે રદ્દ કરાયા છે આમ, અત્યારે ૧૦ ઉમેદવારો રહ્યા છે જોકે, ઉમેદવારી પત્ર ખેંચવાની અંતિમ તારીખ ૮મી એપ્રિલ સોમવાર છે તે દરમ્યાન કોઈ ઉમેદવાર જો ફોર્મ પાછું ખેંચી લે તો છેલ્લે કેટલા ઉમેદવારો મેદાનમાં છે,એ ક્લિયર ૮ મી એપ્રિલે થશે.