Home Current ..જ્યારે જિલ્લા ના પ્રથમ નાગરિક કૌશલ્યાબેન વહીવટીતંત્ર ને પડ્યા ઘૂંટણિયે..જાણો શું છે...

..જ્યારે જિલ્લા ના પ્રથમ નાગરિક કૌશલ્યાબેન વહીવટીતંત્ર ને પડ્યા ઘૂંટણિયે..જાણો શું છે હકીકત ?

321
SHARE

(ન્યૂઝ4કચ્છ) કચ્છ જિલ્લા પંચાયત ના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા નો કાર્યકાળ હવે પૂરો થવા માં છે. સંકલનસમિતિ ની બેઠક માં જ્યારે કૌશલ્યાબેન માધાપરિયા એ કલેક્ટર અને ડીડીઓ ની હાજરી માં વહીવટીતંત્ર ની માગેલી મદદે સૌને ચોંકાવી દીધા હતા. જિલ્લા ના પ્રથમ નાગરિક કૌશલયાબેને પોતાના ગામ માધાપર માં સોનપુરી વિસ્તાર માં શિક્ષણસંસ્થા ની જમીન ઉપર દબાણ હટાવવા વહીવટીતંત્ર ને મદદ કરવા વિનંતિ કરી હતી. જિલ્લા માં ગેર કાયદે દબાણ હટાવવાની કામગીરી ની સંપૂર્ણ સત્તા જિલ્લા પંચાયત પાસે જ છે. ત્યારે કલેક્ટર ની ઉપસ્થિતિમાં જિલ્લા વિકાસ અધિકારી અને અન્ય અધિકારીઓ ની મદદ માંગવાની વાતે ચર્ચા સર્જી છે. ખુદ ભાજપ ના વર્તુળો કહી રહ્યા છે માધાપર એ પ્રમુખ કૌશલ્યાબેન ના પતિ જીતુ માધાપરિયા નો ગઢ ગણાય છે.ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખ પોતાની સત્તા નો ઉપયોગ કરવા ને બદલે પોતાના પતિ ની વગ નો ઉપયોગ કરવા ને બદલે દબાણ હટાવવા માટે કલેકટર અને ડીડીઓ ની મદદ માંગે એ વાતે રાજકીય તર્ક વિતર્કો સર્જ્યા છે. માત્ર માધાપર શા માટે ચુંટાયેલા પ્રતિનીધી કચ્છમા આવી મુહીમ છેડે તો લોકોને આવા પ્રશ્ર્નો માટે આત્મ વિલોપનનો માર્ગ ન અપનાવવો પડે જર જમીન અને જોરુ ત્રણ કજીયાના છોરુ પરંતુ જમીન મુદ્દે તકરારના અને ફરીયાદના કિસ્સા વધી રહ્યા છે ત્યારે પોતાના વિસ્તાર પુરતી ફરીયાદ ને સીમીત ન રાખી રાજકીય આગેવાનો સમગ્ર કચ્છમા ઉઠેલી આવી ફરીયાદના પડધા તંત્ર સુધી પાડે તો કોઇને જીવ આપવા માટે તંત્ર સમક્ષ મજબુર ન થવુ પડે કેમકે રાપરના જબ્બરદાન અને પાટણમાં એક દલિતે આવીજ જમીની સમસ્યા ન ઉકેલાતા આત્મવિલોપન કરવુ પડ્યુ અને તંત્રના નાક નિચે જ ભુજમા આવા દબાણો સામે અંતે ફરીયાદ કરતાને લાચાર તંત્ર અને નપાણીયા નેતાઓ ના લીધે આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારવી પડી જો કે લોકોને આશા છે કોઇ કિંમતી જીંદગી કિંમતી જમીનના બદલામાં ન જાય અને તંત્ર અને ચુંટાયેલા પ્રતિનીધી પોતાની નરી આંખે વાસ્તવિક્તા નિહાળી આ સમસ્યાનો ઉકેલ લાવે