સરકારે મહિલાને ઘરેલુ હિંસા અને પુરૂષના શારીરીક-માનસીક શોષણનુ ભોગ ન બનવુ પડે તે માટે 181 અભયમ હેલ્પલાઇન શરૂ કરી પરંતુ આ શુ એજ વિભાગમાં કામ કરતી એક મહિલા બે વર્ષ સુધી આવા શોષણનો ભોગ બનતી રહી કિસ્સો આદિપુર પોલિસ મથકે નોંધાયો છે જેમા આદિપુર મહિલા હેલ્પલાઇનમા કામ કરતી એક મહિલાએ ફરીયાદ કરી છે કે રાપર પોલિસ મથકમાં ફરજ બજાવતા એક પોલિસ કર્મીએજ લગ્ન કરવાની લાલચ આપી તેનુ બે વર્ષ સુધી પોષણ કર્યુ છે અને કચ્છના અલગ અલગ સ્થળો પર લઇ જઇ તેના પર અત્યાચાર ગુજાર્યો છે આજે આદિપુર પોલિસ મથકે આ મામલો નોંધાયા બાદ DYSP કક્ષાના અધિકારીને તેની તપાસ સોંપાઇ છે અને પોલિસ સામેજ આક્ષેપ હોવાથી ઉંડી તપાસ શરૂ કરાઇ છે
પોલિસ કર્મીએ બે વર્ષ સુધી મહિલાને ડરાવી શોષણ કર્યુ
પીડીત મહિલા કર્મી એ ફરીયાદ નોંધાવી છે કે રાપર પોલિસ મથકમાં ફરજ બજાવતા ચંદુ તેજા કોળી દ્દારા બે વર્ષ સુધી તેના પર લગ્નની લાલચે અને ત્યાર બાદ મારી નાંખવાની ધમકી આપી શોષણ ગુજરાતુ જેના અંતે આજે તેણીએ ફરીયાદ નોંધાવી ગંભીર આક્ષેપો ફરીયાદમા કર્યા છે
રાપરમાં લોકોની નહી શુ પોલિસની માનસીકતા બદલાઇ ગઇ ?
ગુનાહિત માનસીકતા માટે રાપર પંકાયેલુ છે અને તેથીજ અહી ક્રાઇમ રેટ અને ગુન્હાખોરીના કિસ્સા વઘુ બને છે પરંતુ આ શુ જેના સીરે કાયદાના રક્ષણની જવાબદારી છે તેવા પોલિસ કર્મી પર ગંભીર આરોપો લાગી રહ્યા છે પહેલા એક બુટલેગર દ્રારા રાપરના બે પોલિસ કર્મી દ્દારા અત્યાચાર ગુજારાયાનો આક્ષેપ અને હવે રાપરના જ કર્મી પર મહિલા શોષણના આરોપો લાગી રહ્યા છે જો કે અગાઉના કિસ્સા પર નજર નાંખતા લાગે છે વાગડમાં રહી પોલિસની પણ માનસીકતા બદલાઇ રહી હોય તેમ લાગે છે જો કે ઉપરોકત ધટનાઓમા સંપુર્ણ સત્યને પુર્ણ અવકાશ છે અને જે સચોટ તપાસ બાદ સામે આવે તેમ છે પરંતુ જેને શોધવું પોલિસ માટે પડકાર છે કેમકે આ ધટનામા ભલે સત્ય કદાચ જુદુ સામે આવે પરંતુ પોલિસની છબી સુધારવા માટે આ ધટના સાયરન સમાન છે