Home Current ભુજ કોર્ટ પરિસરમાં સોની વૃદ્ધ દ્વારા એસીડ પી આત્મહત્યાનો પ્રયાસ કરાતાં ચકચાર

ભુજ કોર્ટ પરિસરમાં સોની વૃદ્ધ દ્વારા એસીડ પી આત્મહત્યાનો પ્રયાસ કરાતાં ચકચાર

2893
SHARE
આજે બપોરે ભુજ કોર્ટ પરિસરમાં એક સોની વૃદ્ધે એસીડ પી આત્મહત્યાનો પ્રયાસ કરતા દોડધામ મચી જવા પામી હતી જોકે, આ ઘટના બાદ તુરત જ 108 ને જાણ કરતા તે વૃદ્ધ ને અદાણી જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં તેઓ સારવાર હેઠળ છે જાણવા મળતી વિગતો મુજબ આપઘાતનો પ્રયાસ કરનાર વૃદ્ધનું નામ ઇશ્વરલાલ નેણશી બારમેડા છે તેમની ઉંમર ૬૬ વર્ષની છે અને ઓધવ ઈશ્વર નગર માધાપર (ભુજ) મધ્યે રહે છે જોકે, આપઘાતના પ્રયાસનું કારણ જાણવા મળ્યું નથી દરમ્યાન તેમના પુત્ર પ્રશાંત બારમેડાના જણાવ્યા પ્રમાણે તેના પિતા ઈશ્વરભાઈ બારમેડા કોઈ કામસર કોર્ટમાં ગયા હતા પણ, તેમણે એસીડ શા માટે પીધું? તે અંગે તેને કોઈ જાણકારી નથી આ ઘટનાની વધુ તપાસ ભુજ એ ડિવિઝન પોલીસ કરી રહી છે.