Home Social ચાર સંતાનોની માતા ફાંસો ખાઈ મોતને ગળે લગાડે તે પહેલાં જિંદગી જીતી...

ચાર સંતાનોની માતા ફાંસો ખાઈ મોતને ગળે લગાડે તે પહેલાં જિંદગી જીતી ગઈ – ભોજાય (માંડવી)ની જીવંત દાસ્તાન

1749
SHARE
જિંદગી ઘણીવાર આકરી પરીક્ષા લેતી રહે છે તો, ઘણીવાર આપણે પણ નાની મોટી વાતોને ગંભીર સ્વરૂપ આપીને આપણે જાતે જ આપણી જિંદગીને દાવ પર લગાડી દઈએ છીએ અહીં વાત એક મહિલાના જિંદગી અને મોતની છે, પણ, આવું ઘણી વાર આપણી જિંદગીમાં બને ત્યારે શું કરવું જોઈએ તે હકીક્ત તરફ પણ ધ્યાન દોરે તેવી સત્ય ઘટનાની છે તો, સરકાર દ્વારા ઉમદા ઉદ્દેશ્યથી શરૂ થયેલી હેલ્પલાઇન પણ મુશ્કેલીમાં મદદરૂપ બનીને કેવી રીતે નવી જિંદગી આપે છે, તે વિશે ધ્યાન ખેંચનારી પણ છે.

અને મોત એક વ્હેંત છેટે રહી ગયું, ફરી જિંદગી ધબકતી થઈ ગઈ

માંડવી તાલુકાના બાયઠ ગામમાંથી ભુજની મહિલા અભયમ્ ટીમને 181 હેલ્પ લાઈન ઉપરથી ફોન આવે છે, કે એક મહિલા ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરવાની કોશિશ કરી રહી છે બાયઠ ગામની સીમમાં જેસીબી ઉપર કામ કરી રહેલા શ્રમજીવીઓએ મહિલાને બચાવી સમજાવવા પ્રયાસ કર્યો તે દરમ્યાન ભુજથી ઝડપભેર બાયઠ લોકેશન પર પહોંચ્યા પહેલાં જ ફોન ઉપર 181 ટીમના કાઉન્સેલર મનીષાબેન રાઠોડ અને કોન્સ્ટેબલ નયનાબેને આત્મહત્યા કરવાની કોશિશ કરનાર મહિલાને સાંત્વન આપ્યું તે દરમ્યાન મનીષાબેન અને નયનાબેન ઘટના સ્થળે બાયઠ પહોંચી ગયા રૂબરૂ તે મહિલાને આશ્વાસન આપી તેની આપવીતી જાણી જોકે, તે મહિલા ઘરકંકાસને કારણે તે બહુજ ડિપ્રેશનમાં હતી પતિ સાથે ઝઘડો થયા બાદ ભોજાય ગામથી ૧૨ કિલોમીટર દૂર પગે ચાલીને બાયઠ આવી ગઈ ફરી જો ઘેર જઈશ તો પતિ મારશે એવો ડર એ પરિણીત મહિલાને હતો જોકે, કાઉન્સિલિંગ દ્વારા મનીષાબેન અને નયનાબેને જાણ્યું કે મહિલાને ચાર સંતાન પણ છે ધીરજપૂર્વક પરિસ્થિતિ સંભાળી અભયમ્ની ટીમે તે મહિલાને હિંમત આપી જિંદગીનું મહત્વ સમજાવ્યું, સંતાનો માટે “મા” નું અસ્તિત્વ ખૂબ જ જરૂરી હોવાની સમજ આપી પતિ પત્ની વચ્ચે નાની મોટી ચડભડને ભૂલી એકબીજાને માફ કરી દેવાની વાત કરી આ સાંત્વનાને પગલે એ મહિલાને પોતાની ભૂલ સમજાઈ પરિવાર યાદ આવ્યો અભયમ્ ની ટીમ સાથે ભોજાય પહોંચી અને બાળકો, પતિ તેમજ એ મહિલા બધા એકબીજાને મળીને, ભેટીને ખુશીના આંસુ થી રડી ઉઠ્યા.

એક ઠપકાથી જિંદગી ઝેર જેવી લાગી, તો એક હુફે મોતને પાછું ઠેલ્યું

આ આખીયે ઘટનાનું મૂળ જોઈએ તો, આ શ્રમજીવી પરિવાર મૂળ નખત્રાણા તાલુકાના ખીરસરા ગામનો છે અને ઘઉંની સીઝનમાં મજદૂરી અર્થે ભોજાય રહે છે સવારે પતિ પત્ની વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ , પતિએ પત્નીને છુટાછેડા આપી દેવાની ધમકી આપી લાંબા દામ્પત્યજીવન પછી પતિની છુટાછેડાની ધમકીથી પત્નીને લાગી આવ્યું અને તે ઘર છોડી આપઘાતના વિચારો સાથે બાયઠ પહોંચી તે ગળે ફાંસો ખાવાની તૈયારીમાં જ હતી અને શ્રમજીવીઓએ તેને બચાવવા પ્રયાસ કર્યો 181 મહિલા અભયમ્ પણ ખરા સમયે મદદે આવી પરિણામ મોત વ્હેંત છેટું રહી ગયું, એક જિંદગી ફરી ધબકતી થઈ ગઈ પરિવારની ખુશી પરત ફરી માત્ર શ્રમજીવી પરિવારોમાં જ નહીં પણ, આજની નવી વેલ એજ્યુકેટેડ પેઢીના યુવા પતિ પત્ની વચ્ચે પણ સામાન્ય ઘરેલુ ઝઘડાઓ વધુ વરવું સ્વરૂપ ધારણ કરે તે પહેલાં પતિ અથવા પત્ની બન્ને માંથી કોઈ એક સહેજ જતું કરે તો પરિવારનો માળો પિંખાતો અટકે જિંદગી અણમોલ છે અને પરિવાર સાથે હોય તો જિંદગીની ખુશી બેવડાય છે એ હકીકત છે.