૨૩ મી એપ્રિલે ગુજરાતમાં થનાર મતદાન સમયે વધુને વધુ લોકો મતદાન કરે તે માટે ચૂંટણીપંચ સક્રિય ઝુંબેશ ચલાવી રહ્યું છે તો, કચ્છમાં પણ મતદાન વધે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રેમ્યા મોહન દ્વારા પોસ્ટર ઝુંબેશ, રંગોળી સ્પર્ધા, તેમજ સોશ્યલ મીડીયા દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે કલેકટર રેમ્યા મોહને ટ્વીટર ઉપર પણ મતદાન માટે અપીલ કરી છે.
સખત ગરમી વચ્ચે મતદાન માટે બે કલાક સમયનો વધારો કરાયો છે સવારે ૭ વાગ્યા થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન કરી શકાશે.