ઘણા લાંબા સમયથી પશ્ચિમ કચ્છ જીલ્લામાં તથા ગુજરાત રાજય તથા અને રાજય બહારના ભલા-ભોળા વ્યકિતઓને સસ્તા ભાવમાં સોનુ આપવાની લાલચ આપી લાખો રૂપીયાની ઠગાઇ કરતા ગુનેગારોની ગેરકાયદેસર પ્રવૃતિ પર રોક લાગે તે માટે ડી.બી.વાધેલા, આઇ.જી.પી. બોર્ડર રેન્જ તથા સેોરભ તોલંબીયા પોલીસ અધિક્ષક, પશ્ચિમ કચ્છની સુચના તથા માર્ગદર્શન હેઠળ ચીંટીગના ગુનાઓ આચરનાર કુખ્યાત ચીટર અબ્દુલ કાસમ બજાણીયા (ઉ.વ.૪૬, રહે.એરપોર્ટ રોડ ગાંધીનગરી ભુજ) વિરૂધ્ધ પાસા તળે કાર્યવાહી હાથ ધરાઈ હતી અબ્દુલ બજાણીયા વિરુદ્ધ પશ્ચિમ કચ્છના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ચીંટીગના અનેક ગુનાઓ દાખલ થયેલ હોઇ તેની વિરૂધ્ધ પોલીસ દ્વારા કરાયેલી પાસા હેઠળ અટકાયત કરવાની કાર્યવાહીને જિલ્લા કલેકટરે ગ્રાહ્ય રાખીને તેની ધરપકડ કરવાનું વોરંટ ઇશ્યુ કર્યું હતું જે અન્વયે આજરોજ એલ.સી.બી.,પશ્ચિમ કચ્છના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફ દ્વારા અબ્દુલ બજાણીયાની પાસાના વોરંટ હેઠળ અટકાયત કરાયેલ છે, તેમજ ચીટર અબ્દુલ બજાણીયાને સુરત (લાજપોર) ખાસ જેલ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.