ધારાસભ્ય બદલે કે ન બદલે પરંતુ એક રજુઆત સંકલનની બેઠકમાં ક્યારે બદલાઇ નથી. પહેલા રાપરના ધારાસભ્ય પંકજ મહેતા આ મુદ્દે લડતા અને હવે ભુજના ધારાસભ્યએ પણ ઓવરલોડ દુષણ સામે સંકલન બેઠકમાં અવાજ ઉઠાવ્યો છે ભુજમા મળેલી સંકલન બેઠકમા ભુજના ધારાસભ્યએ ઓવરલોડ વાહનોથી રસ્તાઓના નુકશાન અંગે રજુઆત કરી ત્વરીત કાર્યવાહી કરવા સંબધીત તંત્રને રજુઆત કરી હતી. પરંતુ એક પ્રશ્ર્ન ચોક્કસ થાય કે સંકલન બેઠકમાં ઓવરલોડની રજુઆત કરી સંકલન કરતા ધારાસભ્યો તેમના સાથે ધારાસભ્યો સાથે સંકલન કેમ કરતા નથી. કેમકે ભુજ અને અંજાર બેઠક પરથી ચુંટાઇ આવેલા રાજ્યના મંત્રી વાસણભાઇ આહિર અને તેનો પુત્ર કચ્છ નહી પરંતુ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીયેશનમાં હોદ્દો ધરાવે છે. ત્યારે સંકલન બેઠકની સાથે કયારેક પોતાની સાથી ધારાસભ્ય અને તેના પુત્ર સાથે પણ રજુઆત કરનાર પદ્દાધીકારી સંકલન કરે તે જરૂરી છે. તો તંત્રનુ કામ પણ આસાન થશે અને કાર્યવાહી પણ ઝડપી થશે નહી તો રજુઆત માત્ર રજુઆત બની ને રહેશે કેમકે વર્ષોથી ભાજપ કોગ્રેસના ધારાસભ્યો રજુઆત કરતા આવ્યા છે પરંતુ સંપુર્ણ રોક ઓવરલોડ પર લગાવી સકાઇ નથી
વાહ ઓવરલોડ મુદ્દે ભાજપની બેવડી નીતી
એક તરફ ભાજપના ચુંટાયેલા પ્રતિનીધી અને ધારાસભ્યો ઓવરલોડ મુદ્દે રજુઆત કરી રહ્યા છે પરંતુ બીજી તરફ આવા ઓવરલોડને સીધુ કે આડકતરુ પ્રોત્સાહન આપતા ભાજપના સ્થાનીક પહોચેલા કાર્યક્રરોને હોદ્દેદાર બનાવી રહ્યા છે જેમા ભચાઉના કારોબારી ચેરમેન નરેન્દ્રદાન ગઢવી હોય કે પછી ખનીજ ચોરી કરી બેફામ ઓવરલોડ કરનાર કાના ભીખા ગોહિલ હોય જ્યારે આવા લોકોને હોદ્દા અપાય છે ત્યારે શા માટે ઓવરલોડની ચિંતા કરતા નેતાઓ વિરોધ્ધ નથી કરતા જો કે આ તો એવા વ્યક્તિની વાત છે જે છાપરે ચડ્યા છે નહી તો ભાજપના થોકબંધ્ધ નેતાઓ સામે ઓવરલોડને પ્રોત્સાહનની ફરીયાદો છે
મન હોય તો માળવે જવાય નહી તો નવી ચેકપોસ્ટ કેમ મોડી શરુ થાય
એક કહેવત છે ને કે કરવુ હોય તો કોઇ પણ કામ અશક્ય નથી પરંતુ અનેક ફરીયાદ કાર્યવાહી અને કડક નીતિની વાતો વચ્ચે વર્ષોથી ઓવરલોડ બંધ થયુ નથી જે દર્શાવે છે કે ક્યાકને ક્યાક ખાટલે મોટી ખોટ છે નહી તો તંત્ર ચુંટાયેલા પ્રતીનીધી વિપક્ષ અને સ્થાનીક લોકો પણ તેના વિરોધ્ધમા હોય તો બંધ શા માટે ન થાય તે બુધ્ધીજીવીઓની સમજણથી બહાર છે જો કે આશા એવી છે લોકોને કે સંકલન સાથે ઓવરલોડ કાયમી બંધ થાય