પુર્વ કચ્છ એલ.સી.બીએ આજે ગાંધીધામની મુખ્ય બઝારમા જુગાર ધામ પર સફળ દરોડો પાડ્યો હતો પરંતુ લાખો રુપિયાની ગાડી અને મોબાઇલ સાથે જુગાર રમી રહેલા 7 સ્થાનીક વેપારીઓ પાસેથી રોકડ રકમ માત્ર 25000 ની ઝડપાઇ હતી આજે પુર્વ કચ્છ એલ.સી.બીએ ગાંધીધામના પ્રકાશ ગોગીયા બિલ્ડીંગમા બાતમીને આધારે આ દરોડો પાડ્યો હતો જેમા મનોહર રાજુ સેટ્ટી બહારથી લોકોને બોલાવી જુગાર રમાડતો હોવાનુ સામે આવ્યુ હતુ પોલિસે મનોહર સેટ્ટી સહિત નિતીન ચતુર્વેદી નિલેશ કારવેલા મહેશ શર્મા રમેશ ખેલાડી સંજય પટેલ અને સુરેશ રામીને આ દરોડા દરમીયાન ઝડપ્યા હતા પોલિસે જુગારી વેપારીઓ પાસેથી 7 મોબાઇલ સહિત 10.33 લાખની કિંમતના 6 વાહનો પણ કબ્જે કર્યા હતા જો કે સામાન્ય દારુના કેશમા માધ્યમોને માહિતી સાથે ફોટો આપતી એલ.સી.બીએ સફળ અને મોટો દરોડો છતા જાણે વેપારીઓની લાજ કાઢી હોય તેમ ફોટો આપવાનુ ટાળ્યું હતું
શુ આ દિશામાં થશે તપાસ?
મોટમોટા વેપારીઓને બહારથી બોલાવી ચલાવાતી જુગાર કલ્બ મા હાથ અજમાવવા કોણ કોણ આવતા હતા કેટલા સમયથી મુખ્ય બઝારની આ ઓફીસમા ચાલતી હતી જુગાર કલ્બ શુ ફરાર આરોપીએ જુગાર ચલાવવા જ ઓફીસ આપી હતી જો કે કાર્યવાહી બાદ વધુ તપાસ એ ડીવીઝન ને સોંપાઇ છે જે આગળ તપાસ કરશે કે નહી તે જોવુ રહ્યુ