પહેલા રાપર અને ત્યાર બાદ અને છેક અંજારના ટપ્પર ડેમ સુધી નર્મદાના પાણી પહોંચી ગયા પરંતુ આ વખતે નર્મદા ડેમજ તળીયા ઝાટક થઇ જતા ગુજરાત અને કચ્છમાં મોટુ જળ સંકટ સર્જાવાની છે ત્યારે છંતા પાણીએ રાપર તાલુકા માં 97 ગામો અને 217 વાંઢોને પાણી તરસ્યુ રહેવુ પડશે આ તાલુકા ની લગભગ ત્રણ લાખ ની વસ્તી અને એકાદ લાખ જેટલા પશુ ધન ને ઉનાળામાં પીવાના ના પાણી માટે વલખાં મારવા પડે તો નવાઇ નહી કેમકે સમગ્ર કચ્છની જરુરીયાત સંતોષવા માટે ટપ્પર ડેમ ભરવાનું આયોજન તો સરકારે કર્યુ પરંતુ જે વિસ્તારમાં થી કેનાલ પસાર થાય છે તેવા ગામોને ટીંપુ પાણી મળે તેવુ આયોજન પણ સરકારે કર્યુ નથી આમતો છેલ્લા ત્રણ વર્ષથી નમઁદા કેનાલ દ્વારા પીવાનું પાણી આ વિસ્તારને મળે છે જેનાથી ગ્રામ્ય વિસ્તારોમાં રાહત રહેતી હતી પરંતુ આ વર્ષે નમઁદા કેનાલ કે જે રાપર તાલુકા ના 37 ગામો ના પાદર માં થી પસાર થઈ રહી છે તેવા ગામોમાં જ પાણીની તંગી પ્રખર તાપ પહેલા શરૂ થઇ છે જેની એક આડઅસર એ પણ દેખાય છે કે પાણી માટે નાની બાળાને શિક્ષણ છોડી પાણી ભરવા જવુ પડી રહ્યુ છે રાપર તાલુકા ના હમીરપર, નાંદેલાવાંઢ,ભગતાવાઢ, ડોરકીવાંઢ,નાની હમીરપર સહીત ના અનેક ગામો નો પ્રવાસ અમારા પ્રતિનીધી એ કર્યો ત્યારે નાની હમીરપર ગ્રામ પંચાયત હેઠળ ના નાંદેલાવાંઢ, ભગતાવાઢ.ડોરકીવાંઢ વિસ્તાર માં પાણી ની સમસ્યા ખૂબ જટીલ દેખાઇ નાંદેલાવાંઢ ગામ રાપર ના ત્તકાલીન ધારાસભ્ય અને વિધાનસભા ના અધ્યક્ષ ધીરુભાઈ શાહનું ગામ છે જ્યારે તેમના સમયમાં ટાંકો બન્યો ત્યારે પાણી દેખાયુ હતુ પરંતુ ત્યાર બાદ ટાંકામાં પાણી દખાયુ નથી આવ્યું આ વિસ્તારમા અન્ય પાંચ ટાંકા છે પરંતુ પાણી ના દશઁન દુલભઁ છે તો ગામના વરસો જુના કુવામાં પંચાયત દ્વારા મોટર થી પાણી મેળવવા માં આવે છે પરંતુ આ કુવાના ખારા પાણી પીવા લાયક નથી
પાણીની કેવી થશે વિકટ સ્થિતી
એક સમય હતો જ્યારે કચ્છમાં કહેવાતુ કે દુરદુર સુધી પાણી ભરવા જવુ પડશે પરંતુ ભુકંપ પછી સ્થિતી બદલાઇ પરંતુ આ વર્ષે ફરી એ સ્થિતી ઉભી થઇ છે કે બાજુમાં કેનાલ છે કેનાલમાં પાણી છે પરંતુ લોકો તેનો ઉપયોગ કરી શક્તા નથી જેને લઇને બાળકીઓને શિક્ષણ કાર્યથી દુર રાખી પાણી ભરવા દુરદુર જવુ પડી રહ્યુ છે તેવો ચોંકાવનારો ખુલાસો ગામના આગેવાનોએ કર્યો છે જો કે યોગ્ય આયોજન નહી કરાય તો આવા અનેક ગામોને પાણી માટે દુર મંજીલ કાપવી પડશે જો કે હજુ ઉનાળાની શરૂઆત છે પરંતુ મધ્યાહને કેવી સ્થિતી હશે
આયોજનનો અભાવ અને ભષ્ટ્રાચારની લાલચ લોકોને તરસ્યા રાખશે
કચ્છના લખપત ભુજનું બન્ની અને રાપરના ચોક્કસ વિસ્તારો હંમેશા પાણી માટે વલ્ખા મારતા વિસ્તારો છે જેના માટે પાણીની તંગી સાથે પશુપાલકોની પાણીની વિશેષ જરૂરીયાત સાથે આયોજનનો પણ અભાવ છે કેમકે વર્ષોથી પાણીની સમસ્યા છંતા તેના કાયમી ઉકેલ માટે પાણી પુરવઠા તંત્રથી લઇ ઉચ્ચ અધિકારીઓ સુધી રજુઆત તો કરાઇ પરંતુ આયોજનના અભાવે અને ટેન્કરો માંથી કમાણી કરવાના મનસુબા ધરાવતા અધિકારીઓએ કોઇ નક્કર કાર્યવાહી કરી નથી જેનું જ પરિણામ છે કે રાપરમાં નર્મદા ટપ્પર ડેમને ભરવા વહેતી હોવા છંતા આ વિસ્તારના લોકો પાણી માટે મુશ્કેલી ભોગવી રહ્યા છે જો કે આ વર્ષે રાપર નહી પરંતુ કચ્છ અને સમગ્ર ગુજરાતમા આ સ્થિતી નિર્માણ પામે તો નવાઇ નહી
ખેડુતો માટે ધરણા કરનાર ધારાસભ્ય ક્યા ગયા ?
આમતો વિપક્ષી ધારાસભ્યની જવાબદારી માત્ર પોતાના મત વિસ્તાર પરંતુ સમગ્ર જીલ્લા પુરતી હોય તો તેની અસર પડતી હોય છે પરંતુ રાપરના નવા ચુંટાયેલા ધારાસભ્ય સંતોકબેન આરેઠીયિએ આવતાની સાથે ખેડુતોને પાણી આપવા મુદ્દે ધરણા કરી પાણી ચાલુ કરાવવાની વાહવાઇ તો મેળવી પરંતુ હવે જ્યારે લોકો પીવાના પાણી માટે સંધર્ષ કરી રહ્યા છે અને વધુ કપરી સ્થિતી પાણી માટે ઉભી થવાની છે ત્યારે મૌન છે અને આવા વિસ્તારોમા ડોકાયા પણ નથી ત્યારે રાપરની સાથે કચ્છની સાચી સ્થિતી અને સરકારની ક્યાક ચુંક હોય તો અગુલીનિર્દેશ અને જરૂર પડે તો લડતની તૈયારી ધારાસભ્યએ દાખવવી જોઈએ જો કે આ વખતે પાણીની કટોકટી મહંદ અંશે કુદરતી છે તેથી સરકારને સંપુર્ણ દોષ દેવો ઉચીત નથી પરંતુ આગોતરું આયોજન અને ભવિષ્યમાં થનાર પાણી ચોરી ટેન્કર રાજ અને તેમા થનારા ભષ્ટ્ર્ચરથી ક્યાક લોકો તરસ્યા રહી હિજરત ન કરે તે જોવાની જવાબદારી સ્થાનીક તંત્ર અને સરકારની ચોક્કસ છે તો વડી પાણીના પ્રશ્ર્ન સાથે મુદ્દો દિકરીઓના ભણતરનો પણ છે કેમકે જો આવી સ્થિતી ઉભી થાય તો પાણીની તરસ તો છીપાશે પરંતુ શિક્ષણની ભુખ મરી જશે