Home Current ….અને પશ્ચિમ કચ્છ પોલીસે કરેલી ‘સજા’ થી ભુજ ના વાહનચાલકો ને લાગ્યો...

….અને પશ્ચિમ કચ્છ પોલીસે કરેલી ‘સજા’ થી ભુજ ના વાહનચાલકો ને લાગ્યો આશ્ચર્ય નો આંચકો…

942
SHARE
(ન્યૂઝ4કચ્છ) ભુજ ના જ્યુબિલી સર્કલ ઉપર માટીના વાસણો સાથે રાખી ને સિટી મારી વાહનચાલકો ને રોકતા પોલીસ કર્મીઓ ને નિહાળી ને પસાર થતા વાહનચાલકો નવાઈ સાથે થંભી ગયા હતા.સામાન્ય રીતે ટ્રાફિક સર્કલ ઉપર પોલીસ કર્મીઓ ને જોઈને મોટાભાગે વાહનચાલકો “ટાળો” દઈ ને ઝડપભેર ભાગવાની ફિરાક માં જ હોય છે,પણ ભુજ ના જ્યુબિલી સર્કલ ઉપર કદાચ આજે દેખાતું દ્રશ્ય વધુ આશ્ચર્યજનક હતું.વાહનચાલકો જાતે જ પોલીસે દ્વારા કરાયેલી “સજા” હસતે મોઢે સ્વીકારી રહ્યા હતા.જો કે પોલીસ પણ આ વખતે લોકો ને આંચકો આપવા સજ્જ હોય તેમ વધુ ઝડપ થી વાહનચાલકો સામે કાર્યવાહી કરી રહી હતી. પોલીસે વાહનચાલકો ને કરેલી આ સજા વિશે જાણ્યા બાદ આપ પણ એ સજા સ્વીકારવા માટે તત્પર થઈ જશો.આટલી વાત પછી આપ પણ પોલીસે કરેલી સજા વિશે જાણવા ઉત્સુક હશો જ. આ સજા હતી ટ્રાફિક નિયમન નો ભંગ કરનારા વાહનચાલકો એ ચકલીઓ ને પાણી પીવડાવવું… પોલીસે વાહનચાલકો ને પાણી ના કુંડા આપ્યા અને સાથે ખાસ ભલામણ કરી કે તેઓ તેમના ઘેર કુંડા માં પાણી ભરી ને ચકલીઓ ની તરસ છીપાવે. પોલીસે એક..બે..નહીં પણ પુરા પાંચસો કુંડાઓ નું વિતરણ કરી ને ‘વિશ્વ ચકલી દિવસે’ ચકલીઓ ને બચાવવાનો સંદેશો લોકો ને આપ્યો.પશ્ચિમ કચ્છ ના ડીએસપી એમ. એસ. ભારાડા,ડીવાયએસપી શ્રી પટેલ ના માર્ગદર્શન અને માનવજ્યોત સંસ્થા ના પ્રબોધ મુનવર ના સહયોગ થી આ આયોજન કરાયું હોવાનું પી.આઈ. જે.એમ. આલે જણાવ્યું હતું. આપને પોલીસ ની આ ‘સજા’ ગમી હોય તો ન્યૂઝ4કચ્છ ની આ લીંક ને આપના બીજા મિત્રો સાથે શેર કરી શકો છો ?.