વડગામના ધારાસભ્યની કચ્છની ચિંતા હાલ ચર્ચાનુ કેન્દ્ર બની છે. લોકોની જમીન મુક્તી બાદ હવે કચ્છમા ચાલી રહેલી દારૂ-ડ્રગ્સની બદ્દી સામે જીજ્ઞેશ મેવાણીએ ઉપરા-ઉપરી બે પત્રો લખી કડક કાર્યવાહીની માંગ કરી હતી. ત્યારે આજે કચ્છ આવેલા ગૃહમંત્રીએ જાહેર મંચ પરથી નામ લીધા વગર પત્ર લખતા રાજકીય લોકોને આડેહાથ લીધા હતા.જે સીધો ઇશારો તેના તરફ કરે છે.
કચ્છમા દારૂ-જુગારની બદ્દીએ માજા મુકી છે. એમાય કચ્છમાં ચાર મહિનાથી એસ.પી ન હોતા જાણે પોલીસ મથકો-બ્રાન્ચને છુટોદોર મળી ગયો છે. અને તેથીજ આવી પ્રવૃતિને બળ મળ્યુ છે. આવી કચ્છમાં ચર્ચા વચ્ચે વડગામના ધારાસભ્યએ પહેલા ચોક્કસ વિસ્તારમાં દારૂની બદ્દી અને ત્યાર બાદ ગૃહમંત્રીની મુલાકાત પહેલા ડ્રગ્સની બદ્દી અંગે રેન્જ આઇજીને પત્ર લખતા આ વિષય ભારે ચર્ચાનુ કેન્દ્ર બન્યો હતો ખાસ કરીને ભુજમાં એમ.ડી ડ્રગ્સના ખુલ્લેઆમ વહેંચાણ તથા તેમાં પોલીસની સાઠગાંઠ સામે સવાલો ઉભા કરાતા આ મામલો રાજ્યકક્ષાએ ચર્ચામાં આવ્યો હતો ત્યારે આજે કચ્છ આવેલા ગૃહમંત્રી હર્ષ સંધવીએ જીજ્ઞેશ મેવાણીનુ નામ લીધા વગર ડ્રગ્સ મામલે પત્ર લખતા નેતાઓને આડેહાથ લીધા હતા. અને પોલીસ તથા તમામ વિભાગની ડ્રગ્સ મામલે કરાયેલી કાર્યવાહીની પ્રસંશા કરી હતી.
પત્ર લખી સસ્તી પ્રસિધ્ધી….
તાજેતરમાં જીજ્ઞેશ મેવાણીએ દારૂ-ડ્રગ્સ મામલે લખેલા પત્રો ચર્ચામાં છે ત્યારે આજે કચ્છ આવેલા હર્ષ સંધવીએ વિવિધ મુદ્દાઓ પર વાત કરી હતી સાથે આડકતરી રીતે જીજ્ઞેશ મેવાણીનુ નામ લીધા વગર કહ્યુ હતુ કે આવા રાજકીય માણસો પત્ર લખી-લખીને સસ્તી પ્રસિધ્ધી મેળવનારા લોકો છે પરંતુ ગુજરાત પોલીસે તથા કચ્છની વિવિધ એજન્સીઓએ ડ્રગ્સ પકડવામાં ખુબ સારી કામગીરી કરી છે. અને ન માત્ર ગુજરાત પણ ગુજરાત બહાર પણ ડ્રગ્સ પકડવામાં સફળતા મેળવી છે. હર્ષ સંધવીએ ગુજરાત પોલીસે કરેલા ઓપરેશન અને પોલીસનો મોરલ તોડવા માટે થનારા પ્રયત્નો અંગે પણ વાત કરી હતી પરંતુ તાજેતરમાંજ જે પત્ર મામલો ચર્ચામાં છે તેના પર નામ લીધા વગર પ્રતિક્રિયા આપી જવાબ આપ્યો હતો. હર્ષ સંધવીએ એમ પણ કહ્યુ હતુ કે આ ડ્રગ્સ પોલીસે રાત-દિવસની મહેનત કરીને પકડ્યુ છે. કોઇ સામેથી આપી નથી ગયુ…..સાથે આવી પ્રવૃતિ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાની વાત કરી તેઓ પોલીસ તથા અન્ય સાથે ખડપગે ઉભા છે તેવી વાત પણ કરી હતી.
કચ્છમા ચોક્કસ વિસ્તારમાં દારૂ અને બાદમાં ડ્રગ્સ મામલે લખાયેલો જીજ્ઞેશ મેવાણીનો પત્ર ખુબ ચર્ચામાં હતો. જો કે જે વિસ્તાર માટે આ પત્ર લખાયો હતો તે જગ્યાએથી રાજ્યના ગૃહમંત્રીએ આવા પત્ર લખ-લખ કરતા રાજકીય નેતાઓને આડેહાથ લીધા હતા. અને પોલીસની કામગીરીની પ્રંસશા કરી હતી જો કે પહેલા પત્ર અને બાદમાં તેનો જવાબ આ મામલો આગામી દિવસોમાં વધુ ગરમાય તો નવાઇ નહી….