ભુજની કોમર્શીયલ નવરાત્રીથી નારજગીથી ચર્ચા અને તેને લગતી પોસ્ટ નવરાત્રીના 9 દિવસ દરમ્યાન તમે અનેક જગ્યાએ જોઇ અને સાંભળી હશે પરંતુ સામાન્ય નાગરીક તરીકે કોમર્શીયલ નવરાત્રીના વ્યવહારથી તમે નારાજ હો તો થોડી રાહત અનુભવજો કેમકે આવી ગરબીઓમાં બનતા બનાવોથી નગરપાલિકાના કાઉન્સીલરો અને કર્મચારીઓ પણ ભારે નારાજ છે. બે પોસ્ટ વાયરલ થઇ તેના પરથી તમે અંદાજ લગાવી શકસો કે કેટલા હદ્દે કોમર્શીયલ નવરાત્રીથી નારાજગી હશે….
એ પાસ મળશે.?આજે કઇ નવરાત્રીના પાસ પડ્યા છે.? આવા સંવાદો આજકાલ ઘરોઘર સાંભળવા મળી રહ્યા છે. ચોરેને ચોટે ભુજ નજીક આયોજીત થઇ રહેલી કોમર્શીયલ નવરાત્રી અને તેમાં બનતા નાના-મોટા બનાવો અને તેને કેમ દબાવી દેવામાં આવી રહ્યા છે.તેની ચર્ચા ચાલી રહી છે. કેટલાક સંગઠનોતો પહેલાજ કોમર્શીયલ નવરાત્રીના વિરોધમા છે જ અને તેને લગતી પોસ્ટ તેમાં માતાજીની આરાધના કરતા થઇ રહેલા નાચગાનનો વિરોધ કરી જ રહ્યા છે. પરંતુ હવે નગરપાલિકાના કાઉન્સીલરો અને તેના કર્મચારીઓ પણ આવી નવરાત્રીના વિરોધમાં લખતા થઇ ગયા છે જે પોસ્ટ હાલ ચર્ચાનુ કેન્દ્ર બની છે.
કાઉન્સીલર ગ્રુપ હાલ ભારે ચર્ચામાં !
સામાન્ય નાગરીકોમાં મોંધા પાસ ન મળે અને કચવાટ હોય તે તો સમજી સકાય અને કદાચ તે ચર્ચાને આપણે વિરોધમાં ન ખપાવીએ પરંતુ કાઉન્સીલરોને તો બધી છુટછાટ અને સગવડ મળે તો પછી તેઓ કેમ વિરોધ કરી રહ્યા હશે આ કિસ્સાની ચર્ચા ત્યારે શરૂ થઇ જ્યારે ભાજપ કાઉન્સીલર ગ્રુપમાં એક કાઉન્સીલરે પોસ્ટ કરી કે ભુજ નજીક આયોજીત રોટરી નવરાત્રી…..બની ગઇ છે. સંચાલકો લુખી દાદાગીરી કરી રહ્યા છે જેથી આ કલબ સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટર વેન્ડરને રવાના કરો જેની સાથે તેમાં સંકળાયેલા વેન્ડર-કોન્ટ્રાક્ટરના નામ પણ લખાયા છે. અન્ય એક પોસ્ટમા લખ્યુ હતુ કે રોટરી વોલસીટી ધ-વિલા સાથે સંકળાયેલી છે.જેમાં કપીલ કોઠારી,રાજુ માણેક, જીગર શાહ સંકળાયેલા છે. તો હરિપર ખાતેની નવરાત્રીમાં પ્રશાંત સોલગામાં સંકળાયેલા છે. જો કે ચર્ચા એવી છે. કે આવી સંસ્થા સાથે સંકળાયેલા કેટલાકના નામ કાઉન્સીલરે લખવાનુ ટાળ્યુ હતુ…ચર્ચા એવી પણ છે. કે ભાજપનાજ ધણા લોકો ભુલાયા બાદ નારાજગી સામે આવતા આ નવરાત્રી સંચાલકોએ યાદ કર્યા હતા.
પ્રથમ નાગરીક જ ભુલાયા તો કાઉન્સીલર…શુ
વાયરલ પોસ્ટ બાબતે જવાબદાર કાઉન્સીલરનો સંપર્ક કરતા તેમનો સંપર્ક થઇ શક્યો ન હતો પરંતુ આ અંગે નગરપાલિકાના સુત્રો પાસેથી જાણવા મળ્યુ કે આ વખતે પ્રોફેશનલ નવરાત્રી સંચાલકો ભુજના પ્રથમ નાગરીક ને જ ભુલી ગયા અને ક્યાક તેમને આમત્રંણ કે સ્થાન અપાયુ નથી તો હવે સમજી સકાય કે કાઉન્સીલરોને કેટલો ભાવ આ વખતે નવરાત્રીમાં મળ્યો હશે.જો કે નારાજગી કર્મચારીમાં પણ છે.અન્ય એક હોદ્દેદાર ગ્રુપમા પણ કાઇક આવુજ લખાયુ છે. જેમાં નગરપાલિકા પ્રમુખને ઉદ્દેશીને લખાયુ છે કે બેન આ નાલેસી છે. પ્રથમ નાગરીકને આમત્રંણ નહી રોટલી કલબ સાથે સંકલાયેલ તમામ કોન્ટ્રાક્ટરને રદ્દ કરો લેણાનુ લીસ્ટ કાઢી કનેકશન કપાવો આ તમામની જબરી નાલેશી છે. કોઇ વેલ્યુ નથી.અમને છુટ આપો રોજ પગે લાગવા આવશે. હવે માયકાંગલાપણુ છોડો જે દર્શાવે છે. કે કાઉન્સીલરો અને પાલિકામા કેટલો રોષ છે. તપાસ કરતા પાસ કરતા આમત્રંણ અને પાલિકાની યોગ્ય વેલ્યુ ન થઇ હોવાની વાત સામે આવી હતી.
કોમર્શીયલ આયોજકો કોઇને ગાંઠતા નથી?
નવરાત્રી આમતો હવે પુર્ણ થવાના આરે છે. પરંતુ આ દિવસો દરમ્યાન આ ગરબામાં બનેલા કેટલાક કિસ્સાઓ સામે આવ્યા છે. જે ખુબ ચર્ચામાં છે. જેમાં વિલા નવરાત્રીમા બનેલા કેટલાક ખરાબ બનાવો અને સંચાલકોની દાદાગીરી સાથે તેને છાવરવા માટે થયેલા બનાવોની ચર્ચા સામાન્ય લોકો પણ કરી રહ્યા છે. તો ખુદ પોલીસને પણ કડવા અનુભવો થયા છે. તે ખરાબ અનુભવના લીસ્ટમાં હવે નગરપાલિકા પણ સામેલ થયુ છે. જો કે ચર્ચાતો એવી છે. કે કાઉન્સીલરો તો ઠીક પંરતુ ભાજપના હોદ્દેદારોને પણ ગરબા સંચાલકોએ આ વખતે ભાવ આપ્યા નથી જેને કારણે તેમા પણ નારાજગી-મનામણી પછી મામલાઓ શાંત થયા હતા પંરતુ હાલ આયોજકો ગાંઠતા ન હોવાનો બળાપો સોસીયલ મિડીયામાં ઠલવાઇ રહ્યો છે.
જરૂરીયાત મંદોની સેવાના નામે થતી આવી ગરબીઓના સંચાલકો સામે અગાઉ પણ અનેક મિડીયા અહેવાલ પ્રકાશીત થયા છે. વિરોધ થયો છે. પરંતુ પાસ ન મળ્યો હોય તેની આડમાં આવા અહેવાલની વાસ્તવિકતા દબાવી દેવાય છે. પંરતુ હવે કાઉન્સીલરોની વેલ્યુ ન થતા તેનો બળાપો બહાર આવી રહ્યો છે. જે નજીકના સમયમા વધુ ઉગ્ર બને તો નવાઇ નહી. જો કે ઉચ્ચ અધિકારીઓ-કાઉન્સીલરો ન ગાંઠતા સંચાલકો હવે નારાજગી દુર કરશે કે પછી ધીના ઠામમાં ધી પડી જાય છે તે જોવુ રહ્યુ….જો કે શહેરના પ્રથમ નાગરીકને આમત્રંણ ન આપવાનો મુદ્દો હાલ ટોક ઓફ ધ ટાઉન છે.