Home Crime કચ્છમાં ખુલ્લેઆમ દારૂ વહેંચાય છે ! પણ પોલીસ કાર્યવાહી નથી કરતી ?

કચ્છમાં ખુલ્લેઆમ દારૂ વહેંચાય છે ! પણ પોલીસ કાર્યવાહી નથી કરતી ?

790
SHARE
દેશલપરમાં દારૂ વેચવાનો વિડીયો પીઆઈને મોકલ્યો પણ કાર્યવાહી નહી તો બીજી તરફ માનકુવા નખત્રાણા વિસ્તારમાં દારૂની ફરીયાદ સાથે વિરોધ પણ કાર્યવાહી નહી ?પોલીસ જવાબ આપશે ? ગૃહમંત્રી તાજેતરમાંજ કચ્છ પોલીસની પ્રસંશા કરી ગયુ પરંતુ વિડીયો પુરાવા અને લોકોની ફરીયાદ પછી પણ પોલીસ કામ કરતી નથી.
એક તરફ નખત્રાણા-માનકુવા સહિતના વિસ્તારોમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દારૂ-ડ્રગ્સ જેવા દુષણો સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યુ છે. તે વચ્ચે નખત્રાણા તાલુકાના દેશલપર (ગું) ગામે પોતાના ધર સામે જ સરકારે બનાવી આપેલા પતરાના શેડમાં એક ઇસમ ખુલ્લે આમ દેશી દારૂ વેચતો હોવાનો વિડીયો જાતે ઉતારી નખત્રાણા પી.આઈ ને મોકલ્યા પછી પણ પોલીસને કાર્યવાહી કરવા સમય મળ્યો હોય એવું જોવા મળ્યું નથી.દેશલપર (ગું) ના જગદીશ પી.દવે એ પી.આઈ. ને આપેલી લેખિત ફરિયાદ અરજીમાં દારૂ વેંચતા ઈશમના નામના ઉલ્લેખ સાથે જણાવ્યું હતું કે વરસાદની સીઝન હોય છે ત્યારે આ ઈસમ પોતાના ઘર સામે સરકારે બનાવી આપેલા પતરાના શેડમાં ખુલ્લે આમ છેલ્લા દોઢેક વરસથી દારૂ વેંચાણ કરે છે શું સરકારે દારૂ વેંચવા માટે આ શેડ બનાવી આપ્યો છે ? જાહેરમાં થતી આવી ગેરકાયદે પ્રવૃતિ રોકવા સ્થાનિક પંચાયત પોતે કંઈ ન કરી શકે તો કમસેકમ પોલીસને જાણ કરવાની ફરજ નિભાવવી જોઈએ પણ આવું કંઈ કરવાની પંચાયતે તસ્દી લીધી નથી.અરજદારે તેમની આપેલી અરજીથી ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે જોકે છેલ્લા ઘણાં સમયથી કચ્છના ગામે ગામ દેશી વિદેશી દારૂનું દુષણ એટલી હદે વધી ગયું છે કે હવે ગુજરાતમાં તેમાંય કચ્છમાં દારૂ બંધીનો કાયદો જાણે મજાક બની ગયો છે.
નખત્રાણા બાદ માનકુવામાં વિરોધ
થોડા સમય પહેલા નખત્રાણા પોલીસ મથક બહાર દારૂ સહિતની ગેરકાયદેસર પ્રવૃતિ સામે વિરોધ પર ઉતરેલા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે હવે માનકુવા ગામે ગ્રામ પંચાયતની બહાર સ્થાનિક જાગૃત નાગરિકો, મહિલાઓ દ્વારા દારૂબંદીની કડક અમલવારી માટે પ્રતીક ધરણા યોજ્યા હતા દારૂ અને ડ્રગ્સના થતા વેપલા બંધ કરવા અંગેની રજુઆત કરવામાં આવી હતી. જો તંત્ર ગંભીરતા નહિ દાખવે તો આગામી સમયમાં સંગઠનના હોદેદારો સ્થાનિક લોકો તેમજ મહિલાઓ દ્વારા જનતા રેડ પણ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારાઇ છે આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના. હિતેશ મહેશ્વરી સાથે ટીમ, મહેશ્ર્વરી સમાજના પ્રમુખ મંગલ ફમા,ભીમ યુવા સંગઠન માનકુવાના પ્રમુખ દિનેશ સીજુ, સહિત સામાજિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પહેલા નખત્રાણમાં પણ વિરોધ સાથે ચીમકી ઉચ્ચારાઇ હતી
કચ્છમા દારૂની રેલમછેલ પણ પોલીસ મૌન
આમતો પોલીસ દ્રારા સમગ્ર કચ્છમાં દારૂની રેડ કરવામા આવે છે. તો ડ્રગ્સ જેવા દુષણો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ એ પણ વાસ્તવિકતા છે. કે તે બદ્દી દુર કરવામા અને ચોક્કસ જગ્યાએ લોકોની ફરીયાદ છંતા કાર્યવાહી કરવામાં પોલીસે શરમ કરી છે. તાજેતરના કિસ્સાઓની વાત કરીએ તો અબડાસાના એક ગામના લોકોએ જનતા રેડ સાથે તોડફોડ કરી હતી પરંતુ પોલીસે બાદમાં કોઇ યોગ્ય કાર્યવાહી ન કરી તો ભુજમાં ઠેરઠેર ઇગ્લીંશ-દેશી દારૂની હેરફેર થાય છે. તેવુ લોકોમાં ચર્ચાતુ પણ હોય છે. અને ફરીયાદો પણ કરાતી હોય છે. પંરતુ તે બંધ થયુ નથી ત્યારે પોલીસ આવા મામલાને ગંભીરતાથી લે તે જરૂરી છે. કેમકે જ્યા પુરાવા છે ત્યા પોલીસે શરમ મુકીને કાર્યવાહી કરવી જોઇએ.
કચ્છમાં લાંબા સમયથી એસપી ન હોતા સીલેક્ટડ કામગારી પર પોલીસનુ ધ્યાન કેન્દ્રીત છે. તેવામાં વિવિધ આગેવાનો સંગઠનોએ હવે અસરકારક કામગીરી માટે રજુઆત કરી છે ત્યારે માત્ર એક બે કામગીરી કરી એવોર્ડ મેળવવાની સાથે પુરાવા સાથેની લોકોની ફરીયાદ પણ પોલીસ સાંભળે તે જરૂરી છે. હવે જોવુ રહ્યુ ફરીયાદ બાદ હવે પોલીસ શુ કાર્યવાહી કરે છે.?
જુઓ વિડીયો