Home Special દિવા તળે અંધારૂ ! કલેકટર કચેરી આસપાસ જ દબાણો સહિત અવ્યવસ્થા..દુર થશે...

દિવા તળે અંધારૂ ! કલેકટર કચેરી આસપાસ જ દબાણો સહિત અવ્યવસ્થા..દુર થશે ?

1973
SHARE
તાજેતરમાંજ ભુજ નજીક સરકારી કરોડો રૂપીયાની જમીનમાં થયેલા દબાણો અને તેની સામે થયેલી લેન્ડ ગ્રેબિંગની ફરીયાદનો મુદ્દો હાલ ચર્ચામાં છે. તે વચ્ચે કચ્છના જીલ્લા વહીવટી તંત્ર દ્રારા ધાર્મીક સહિતના દબાણો પણ બે દિવસથી દુર કરાઇ રહ્યા છે. પરંતુ કચ્છના મુખ્ય મથક ભુજમાં આવેલા અનેક દબાણો ફરીયાદ પછી પણ દુર થતા નથી. અને તંત્રના નાક નીચે વધી રહ્યા છે. આજના અંકમાં વાત કરશુ કે જ્યા કલેકટર કચેરી સામેજ દબાણો કરવામાં કોઇને ડર ન હોય તો અન્ય સ્થળે શુ સ્થિતી હશે ? તે સમજી શકાય તેવી વાત છે.
કચ્છમાં આમતો ગૌચરથી લઇને અનેક કિંમતી જમીન પર દબાણોનો મામલો હમેંશા ચર્ચામાં રહેતો હોય છે. પરંતુ હાલ જ્યારે તંત્ર દ્રારા દબાણ હટાવ ઝુંબેશનો પ્રારંભ કરાયો છે. ત્યારે ભુજ શહેરમાં મહત્વના સ્થળે થઇ રહેલા દબાણો ક્યારે દુર થશે તેવો સવાલ સહેજ લોકોના મનમાં થાય કેમકે જીલ્લાના મહત્વના તમામ અધિકારીઓ ભુજમા બેસે છે. ત્યારે આવા દબાણોની વિગતો સાથેનો અહેવાલ ન્યુઝ૪કચ્છ તબક્કાવાર રજુ કરવાની શરૂઆત કરી છે. હવે જ્યા તંત્રના નાક નીચે દબાણો દુર કરવામા તંત્ર નિષ્ફળ જતુ હોય તો ભુજના અન્ય સ્થળોમાં કેવી સ્થિતી હશે તેની કલ્પના કરવી જ રહી આજે ભાગ-૦૧ માં આપણે મહત્વની કહી શકાય તેવી કલેકટર કચેરી આસપાસ થયેલા દબાણોની વાત કરશુ નિચેનો અહેવાલ વાંચો તે પહેલા આ વિડીયો જરૂર જાેઇ લેશો…એટલે તમને અંદાજ આવે કે કલેકટર કચેરી નજીક શુ થઇ રહ્યુ છે.જુઓ વિડીયો

 

વિડીયોમાં જાેયુ ને આ કલેકટર કચેરી છે. જીલ્લાના મુખ્ય સમાહર્તા ‘કચ્છ કલેકટર’ આ કચેરીમાં બેસતા હોવા છંતા કચેરીની આસપાસનો વિસ્તાર સમસ્યાના ભરડામાં અવારનવાર રહે છે. ચૌમાસામાં કચેરીના ગેટ સામેજ પાણી ભરાઇ જાય છે. તો જાહેરનામુ હોવા છંતા ગાયો બેરોકટોક કલેકટર કચેરીના ગેટ સામે આવી અંડીગો જમાવી જાય છે.છંતા કોઇ કડક કાર્યવાહી થતી નથી. તો આડેધડ વાહન પાર્કીગ પણ અવાર-નવાર ધ્યાનમાં આવે છે. ઠીક આપણે તો આજે દબાણોની વાત કરવી છે. કેમકે આખા જીલ્લામાં જેની દેખરેખ નીચે દબાણ હટાવ કામગીરી થાય છે. તેવા કલેકટર કચેરીના ગેટ પાસેજ દબાણો વધી રહ્યા છે. અને તંત્ર તેને જાેઇ રહ્યુ છે. અને દુર કરવા માટે મક્કમ લાગતુ નથી. હવે કારણ શુ છે તે તો તંત્ર જાણે પરંતુ આવા દબાણો સતત વધી રહ્યા છે. કલેકટર કચેરીથી તાલુકા પંચાયત કચેરી વચ્ચે આવા અનેક નાના-મોટા કાચા પાકા દબાણો ઉભા કરાયા છે. જ્યા નવાઇ વચ્ચે નગરપાલિકા પૈસા પણ વસુલે છે.પરંતુ દબાણ તો દબાણ છે. જ્યારે તંત્ર સામાન્ય નાગરીકોને નળતરરૂપ દબાણો હટાવવા માટે મક્કમ બન્યુ છે. ત્યારે કલેકટર કચેરી સામેજ વધી રહેલુ દબાણોનુ અતિક્રમણ અનેક સવાલો ઉભા કરે છે. કલેકટર કચેરીના પ્રવેશદ્રાર સામે રોપાઓથી લઇ રમકડા,માટીની વસ્તુઓ મળે છે. તો એજ લાઇનમાં ચા ની લારીથી લઇ લોન્ડ્રી,ગેરેજ સહિતની અનેક દુકાનો ખોલી દેવાઇ છે. કલેકટર કચેરીના આટલી નજીક આવા દબાણો કદાચ ગુજરાતમા ક્યાય નહી હોય
કલેકટર કચેરી સામે જાણે બગીચો
બેફામ રીતે દબાણો આમતો આખા ભુજ શહેરમાં છે. પરંતુ વાત કલેકટર કચેરીની હોય ત્યારે થોડી ગંભીર તો હોયજ. અહી ઉભા કરી દેવાયેલા હંગામી દબાણોની સાથે અનેક લોકો માટે જાણે અહી બગીચો હોય તેવી સ્થિતી છે. કેટલાક લોકો દિવસભર અહી પડ્યા પાથર્યા રહે છે. હવે એ કોણ છે એ જાણવાનુ કામ તંત્રનુ છે. કેમકે ખાણખનીજ સહિતની મહત્વના વિભાગોની કચેરી પણ અહી કાર્યરત છે. તો જીલ્લાની મહત્વની બેઠકો અહી યોજાય છે. તેવામાં કાચાપાકા દબાણો તો ઠીક છે. પરંતુ ખાટલા નાંખી કેટલાક લોકો નો અહી કાયમી અંડીગો છે. થોડા સમય પહેલાજ અહી આવેલી મહત્વની કચેરીની ગતીવીધી પર નજર રખાતી હોવાની વાતો પણ વહેતી થઇ હતી તેવામાં કલેકટર કચેરી સામેજ આવી લોલમલોલ ચાલતી હોય તો શુ સમજવુ…
નાના ધંધાર્થીઓ પોતાના પેટયું રળે એમાં કોઇને વાંધો ન હોય તેવુ માની લઇએ પરંતુ દબાણ તો દબાણ જ છે. તો એ શા માટે દુર થતુ નથી તેવા સવાલો ચોક્કસ લોકોને થાય રખડતા પશુ,વરસાદી પાણી ભરાય જાય,દબાણો ઉભા થઇ જાય,કામ વગર લોકો ખાટલા નાંખી પડ્યા રહે આવી સમસ્યા જ્યારે લોકો કલેકટર કચેરી સામે જાેવે છે. ત્યારે ચોક્કસ વિચારે છે કે અહી આવી સ્થિતી છે તો અમારે ક્યા જવુ……? જો કે આ દબાણો વર્ષોથી છે. અને તંત્રના ધ્યાનમાં છે છંતા તુટતા નથી તેવામાં કલેકટર કચેરી સામે આકર લેતી સમસ્યાઓ ધણુ કહી જાય છે. જો કે આ તો શરૂઆત છે. ડગલે ને પગલે ભુજમાં આવી સ્થિતી છે. જેને વધુ આવતા અંકમાં ભાગ-૦૨માં દર્શાવવામાં આવશે પરંતુ જીલ્લામાં સુચારૂ વ્યવસ્થાની જેના સીરે જવાબદારી છે તે કચેરી આસપાસ જ આવી લોલમલોલ હોય તેવુ માત્ર કચ્છમાંજ હશે..એ નક્કી છે.
કચ્છના કલેકટર તેની તાબાના વિભાગોને તાકીદ સાથે આવી અવ્યવસ્થા માટે કહી શકે અને કલેકટર કચેરી સામેની આવી સ્થિતી સુધરી શકે પરંતુ એવુ થતુ નથી…કદાચ તંત્રને આ દબાણો કે સમસ્યા નહી દેખાતી હોય