કચ્છમાં બે દિવસથી ફરી દબાણો દુર કરવાની કાર્યવાહી શરૂ કરાઇ છે. રવિવારે વહેલી સવારે ભુજ આસપાસના ધાર્મીક દબાણો દુર કરાયા બાદ સોમવારે નખત્રાણા તાલુકાના વિભાપર, રોહાસુમરી તથા મોસુણા ગામના રોડ-રસ્તા, પાણીના વહેણની આસપાસની સરકારી જમીન પર થયેલ ગેરકાયદેસર બિનઅધિકૃત દબાણ દુર કરવામાં આવ્યા હતા.
કચ્છમાં ગેરકાયદેસર દબાણોનો રાફળો ફાટ્યો છે. ખાસ કરીને ભુજ શહેરમાંજ કરોડો રૂપીયાની કિંમતી જમીન પર કોઇપણ ડર વગર દબાણો ખડકી દેવામા આવ્યા છે ત્યારે તંત્રએ કચ્છમા બે દિવસથી દબાણો દુર કરવાની કાર્યવાહી શરૂ કરતા દબાણકારોમાં ફફટાડ ફેલાયો છે. રવિવારે જ્યા સુરજ ઉગે તે પહેલાજ તંત્રએ 3 ધાર્મીક દબાણો ચુંસ્ત બંદોબસ્ત વચ્ચે દુર કર્યા હતા જેમાં ત્રણ દરગાહ નજીક ઉભા કરી દેવાયેલા પાકા દબાણો દુર કરી દેવામાં આવ્યા હતા ત્યારે આજે નખત્રાણા તાલુકાના વિભાપર, રોહાસુમરી ગામના રોડ-રસ્તા, પાણીના વહેણની આસપાસના આવેલી સરકારી પડતર જમીન થયેલ ગેરકાયદેસર બિનઅધિકૃત કોમર્શીયલ દબાણો તથા મોસુણા ગામ નખત્રાણા તરફના રોડની બાજુમાં મસ્જીદની બાજુમાં કરાયેલુ ધાર્મિક દબાણ દુર કરવામા આવ્યુ હતુ આ કામગીરી અંતર્ગત એ.એન.શર્મા, મામલતદાર નખત્રાણા દ્રારા તમામ દબાણકારોને દબાણ હટાવવા નોટીસ આપવામાં આવેલ હતી. જે ગેરકાયદેસર બિનઅધિકૃત કોમર્શીયલ દબાણો દુર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જે કાર્યવાહી હેઠળ વિભાપર તથા રોહાસુમરી ગામથી પસાર થતા નલીયા-ભુજ હાઇવેની બાજુમાં આવેલ કુલ ૯ મોટા પાકકા કોમર્શીયલ દબાણો તથા મોસુણા ગામથી નખત્રાણા તરફના રોડને અડીને આવેલ ૧ અનઅધિકૃત બાંઘકામ વાળું ઘાર્મિક દબાણ દુર કરવામાં આવ્યુ હતુ અને સરકારી જમીન પર થયેલ.૧૧૭૦૦ ચો.મી. જમીન પરનુ દબાણ દુર કરાયુ હતુ જેની જંત્રી કીંમત સિતેર લાખથી વધુ થવા જાય છે. આ કામગીરીમાં જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી, નખત્રાણા સુરજ સુથાર,નાયબ પોલીસ અધિક્ષક, નખત્રાણા બી.બી.ભગોરા,મામલતદાર એ.એન.શર્મા, પોલીસ ઇન્સ્પેકટર એ.એમ.મકવણા તથા તેમની પોલીસ ટીમ તથા પી.જી.વી.સી.એલ. સ્ટાફ જોડાયો હતો
આ દબાણો ક્યારે દુર થશે ?
તંત્ર દ્રારા બે દિવસથી વરસાદી પાણીના પ્રવાહને અવરોધરૂપ તથા જાહેર માર્ગની નજીકજ ઉભા કરી દેવાયેલા દબાણો દુર કરવાની કામગીરી શરૂ કરાઇ છે તે સરાહનીય છે. પરંતુ ભુજમાં જ મહત્વના કહી શકાય તેવા એરપોર્ટ રોડ, સરપટનાકા નજીકના રેલવે ફાટક પાસે તથા શહેરના મહત્વના કહી શકાય તેવા મુન્દ્રા રોડ,કોમર્સ કોલેજ રોડ સહિતના અનેક મહત્વના વિસ્તારોમાં કરોડોની કિંમતી જમીન પર દબાણો ખડકી દેવામાં આવ્યા છે. ત્યારે આવા દબાણો ક્યારે દુર થશે તેવો સવાલ લોકોને ઉઠી રહ્યા છે. કેમકે જીલ્લાનુ મહત્વનુ પ્રસાશન અહી હોવા છંતા સતત આ વિસ્તારોમા તંત્રની મીઠી નજર હેઠળ અતિક્રમણ વધી રહ્યુ છે. અને બેરોકટોક વધી રહ્યુ છે. ફરીયાદો થઇ છે પરંતુ આવા દબાણો યેનકેન પ્રકારે તુટી રહ્યા નથી ત્યારે તેની સામે કાર્યવાહી ક્યારે થશે તે જોવુ અગત્યનુ રહેશે
કોઇપણ જગ્યાએ સરકારી જમીન પર કાચુ-પાકુ દબાણ થાય તે દુર કરવુ જ જોઇએ પરંતુ ભુજમાં આવા અનેક સ્થળો છે. જ્યા દબાણો થઇ ગયા છે ફરીયાદ થઇ છે. પરંતુ ત્યા દબાણો દુર થતા નથી અને કેટલાક કિસ્સામાં તો લોકો માટે આવા દબાણોથી મુશ્કેલી પણ સર્જાઇ છે. ત્યારે આવતીકાલ મંગળવારથી ભુજમાંજ તંત્રના નાક નીચે થયેલા આવા દબાણોના વિડીયો સાથેના સમાચાર ક્રમશ પ્રકાશીત કરવામાં આવશે…..જે કદાચ તંત્રના ધ્યાને આવે અને હાલની દબાણ હટાવ ઝુંબેશ હેઠળ દુર થાય તો લોકોની મુશ્કેલી ઓછી થાય.. અને સરકારની કરોડો રૂપીયાની જમીન દબાણ મુક્ત…
છેલ્લા બે દિવસથી તંત્ર દ્રારા કરાયેલી દબાણ હટાવ કામગીરીનો વિડીયો 👇🏻